પરીક્ષાના સમયે કેટલીક ખાસ ચીજો એવી હોય છે, જેમને આપણે ભૂલી જઈએ છીએ. આ કાંઈ પણ હોઈ શકે છે. કોઈના માટે ઇતિહાસમાં લખેલી સન્ અને તારીખો યાદ કરવી મુશ્કેલ હોય છે, તો કોઈ માટે ભૂગોળમાં ખાસ જગ્યાઓ માટે જરૂરી તાપમાન અને વિશેષ ભૌગોલિક સ્થાનની ઉંચાઈ વગેરે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનાં ફાર્મૂલાને યાદ રાખવામાં તકલીફ પડે છે.
અમદાવાદ કેરિયર
ઘણાં વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓની એવી ફરિયાદ હોય છે કે શું કરીએ? દિવસમાં ૧૬-૧૭ કલાકનાં અભ્યાસ બાદ પણ પરીક્ષાના સમયે કાંઈ ખબર પડતી નથી. જે વાંચે છે, તે ભૂલી જવાય છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ૧૦-૧૨ કલાક કે તેથી ઓછું વાંચ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ લાવી શકે છે. જો આપ પણ આ પ્રકારની ફરિયાદવાળા વિદ્યાર્થી કે વાલી છો, તો હવે સમય છે આપનાં વાંચવા-લખવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો. એકધારી સ્ટાઇલ છોડીને તેમાંથી જે સ્ટાઇલ આપને સારી લાગે, તેને અપનાવીને જુઓ. ફરક પડશે.
સ્ટિકી નોટ્સ
કેટલીક ખાસ ચીજો એવી હોય છે, જેમને આપણે વારેવારે ભૂલી જઈએ છીએ. આ કાંઈ પણ હોઈ શકે છે. કોઈના માટે ઇતિહાસમાં લખેલી સન્ અને તારીખો યાદ કરવી મુશ્કેલ હોય છે, તો કોઈ માટે ભૂગોળમાં ખાસ જગ્યાઓ માટે જરૂરી તાપમાન અને વિશેષ ભૌગોલિક સ્થાનની ઉંચાઈ વગેરે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનાં ફાર્મૂલાને યાદ રાખવામાં તકલીફ પડે છે. આવી વસ્તુઓ માટે સ્ટિકી નોટ્સ બનાવો અને આપના સ્ટડી ટેબલની સામેની દિવાલ અથવા બેડરૂમની સાઇડની દિવાલ પર એક જગ્યાએ ચોંટાડી દો. દિવસમાં કેટલીય વાર તેની પર નજર પડશે તો આપને તે યાદ રાખવામાં સહેલાઈ રહેશે.
સેકન્ડ ઓપિનિયન
કોઈપણ વિષય પર આપની પકડ બનાવવા અને તેને સારી રીતે સમજવા માટે માત્ર આપની પાઠ્ય પુસ્તક વાંચવી પૂરતી નથી હોતી. તે વિષય પર એકાદ બીજી પુસ્તક પણ વાંચો, ગૂગલ પર પણ વિષયની જાણકારી લો અને પછી પોતાના નોટ્સ બનાવો. અલગ-અલગ જગ્યાએથી વાંચવાનાં વિષય પરની જાણકારી હોય છે અને અજાણતા જ રિવીઝન પણ થઈ જાય છે. અને વિષય ઉપર આપની પકડ પણ વધે છે. આપની નોટ્સ પણ બીજા સ્ટુડન્ટ્સથી બિલકુલ અલગ વાત છે. વાતથી એક્ઝામિનરની નજરમાં આપ એવરેજ સ્ટુડન્ટ્સથી અલગ નજરે આવશે અને માર્ક્સ પણ વધુ મળશે.
લખી-લખીને વાંચો
કેટલીક વાર આપણે ચીજોને વાંચ્યા બાદ વિચારે છે કે તે વાત આપણને યાદ રહી ગઈ પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. માત્ર વાંચી લેવાથી આવી ચીજોને લાંબા સમય સુધી યાદ રાખવી શક્ય નથી હોતી. સારું એ હશે કે જે વાત આપ વાંચો છો, તેને એક-બે દિવસ બાદ પોતાની કોપીથી પોતાની ભાષામાં લખવાની આદત પણ નાંખો. તેનાં ત્રણ ફાયદા છે. પહેલું એ છે કે વિષયનું રિવીઝન થઈ જાય છે. બીજું એ છે કે આપની અલગ નોટ્સ તૈયાર થઈ જાય છે, તો પુસ્તકની ભાષાથી અલગ હોય છે અને ત્રીજું વાંચતી વખતે આપ આ વિષયને રટવાને બદલે સમજવાની કોશિશ કરો છો, કેમકે આપે તે લખવાનું હોય છે.
પ્રેઝન્ટેશન બનાવો
જ્યારે આપ કોઈ ચેપ્ટરને સારી રીતે વાંચ્યા બાદ એવું સમજવા લાગો છો કે આપ તેમાંથી પૂછાનાર કોઈપણ પ્રશ્નને સહેલાઈથી જવાબ આપી દેશો તો પછી આ કામને થોડા સમય બાદ માટે ન છોડી દો, તે જ દિવસે આપની એક નોટબુકમાં અથવા કોમ્પ્યુટર પર સમગ્ર ચેપ્ટરથી જાેડાયેલ પાવર પોઇન્ટનું પ્રેઝન્ટેશન બનાવો. પછી બે ચાર દિવસ બાદ તે પોઇન્ટ્સને ફરીથી યાદ કરીને તેને ઇલેબોરેટ કરવાની ક્ષમતાનું આકલન કરો. આ પ્રકારે આપ સારી રીતે ચેપ્ટરને આત્મસાત કરી શકશો.
કોમિક સ્ટ્રિપ ટ્રાય કરો
જો આપ ક્રિએટીવ નેચરનાં છો અને ઘણીવાર પોતાની પેન્સિલથી ડ્રોઇંગ વગેરે કરતા રહો છો તો આપની આ કલાનો ઉપયોગ પોતાનાં અભ્યાસમાં કરો. દિવસમાં જે-જે વાંચ્યું, સાંજે તેની મુખ્ય વાતોને કોમિક સ્ટ્રિપની જેમ બનાવો. તેનાંથી રિવીઝન થવાની સાથે-સાથે આપને રેડી ટૂ યૂઝ પાવર પોઇન્ટ્સ પણ મળી જશે. આનો ઉપયોગ આપ જ્યારે ઇચ્છો ત્યારે લાસ્ટ મોમેન્ટ ટચ માટે કરી શકો છો.
નાની પોકેટ ડાયરી રાખો
કેટલીક વાર આપ પોતાની સ્ટડી બાદ અથવા પહેલા સ્કૂલ-કૉલેજ અથવા ક્યાંય આવવા જવા માટે પ્રવાસ કરી રહ્યાં હો છો, તો આપના દિમાગમાં તેનાંથી જોડાયેલો કોઈ નવો આઇડિયા ક્લિક થઈ જાય છે, અથવા બીજાની વાતો સાંભળીને કોઈ નવી જાણકારી મળી જાય છે. આ ચીજાેને તરત પોતાની પોકેટ ડાયરીમાં નોટ કરવાની આદત રાખો. નહીંતર ભાગદોડમાં આપ તેને ભૂલી જશો. આ રીત ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકે છે. આઈડિયા અને સૂચનો વારે-વારે નથી મળતા.