ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યાં છો? તો પોતાના સપનાઓને સાકાર કરવા માટે કરાવી લો વીમો

Date:

વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ માટેની દરેક પ્રતિષ્ઠિત કૉલેજમાં ખાસ કરીને યૂકે, યૂએસએ અને ઓસ્ટ્રેલિયામાં દરેક વિદ્યાર્થી માટે તેમના ઓળખીતા વીમા એજન્ટની તરફથી સ્વાસ્થ્ય વીમા પોલિસી અનિવાર્ય હોય છે. તેનું કારણ એ છે કે, ઘરથી દૂર કોઈ અન્ય દેશમાં જો કોઈ વિદ્યાર્થીને બીમાર પડવા પર હોસ્પિટલમાં દાખલ કરવો પડે તો તેનો ખર્ચ વિદ્યાર્થીઓનાં સમગ્ર શિક્ષણનાં બજેટથી પણ વધુ થઈ શકે છે.

અમદાવાદ કેરિયર
વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા લાખો ભારતીય વિદ્યાર્થીઓને પોતાનું સપનું હોય છે. એક સારી કૉલેજમાં પ્રવેશ મેળવી લેવો એ તો માત્ર શરૂઆત હોય છે. યૂનિવર્સિટીમાં જતા પહેલાં જે ઘણીબધી ઔપચારિકતાઓ હોય છે તે વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાને ખૂબજ વ્યસ્ત રાખે છે.
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યાં છો? તો પોતાના સપનાઓને સાકાર કરવા માટે કરાવી લો વીમોસ્વાસ્થ્ય વીમા પૉલિસી અનિવાર્ય હોય છે
દરેક પ્રતિષ્ઠિત કૉલેજમાં ખાસ કરીને યૂકે, યૂએસએ અને ઓસ્ટ્રેલિયામાં દરેક વિદ્યાર્થી માટે તેમના ઓળખીતા વીમા એજન્ટની તરફથી સ્વાસ્થ્ય વીમા પોલિસી અનિવાર્ય હોય છે. તેનું કારણ એ છે કે, ઘરથી દૂર કોઈ અન્ય દેશમાં જો કોઈ વિદ્યાર્થીને બીમાર પડવા પર હોસ્પિટલમાં દાખલ કરવો પડે તો તેનો ખર્ચ વિદ્યાર્થીઓનાં સમગ્ર શિક્ષણનાં બજેટથી પણ વધુ થઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે તે વધુ મહત્વપૂર્ણ છે કે જે એટલો ખર્ચ કરીને વિદેશ ભણવા માટે જાય છે. વિદેશી ચલણ તથા ભારતીય ચલણમાં અંતરને કારણે વિદેશોમાં બચાવવામાં આવેલો પૈસો ભારતમાં ખૂબજ મહત્ત્વ ધરાવે છે.
આવો જાણીએ, કેટલીક ઉપયોગી ટિપ્સ, જેની મદદથી આપ પોતાના માટે યોગ્ય ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકશો.
વિદેશી સરકાર અને વિશ્વવિદ્યાલયની વીમા જરૂરિયાતને સમજવી
સૌથી પહેલાં તે દેશની સરકારની શરતોને સમજો, જ્યાં આપ અભ્યાસ કરવા જઈ રહ્યાં છો. ત્યારબાદ કૉલેજની વીમા યોજનાનાં મુદ્દાને વાંચો અને ત્યારબાદ ભારતમાં વીમા કંપનીઓની સમકક્ષ ઉત્પાદનોની શોધ કરો જે કૉલેજોની વીમા સંબંધિત શરતોને પૂર્ણ કરી શકે છે. જો આપની કૉલેજની કોઈ અનિવાર્ય વીમા યોજના છે તો તેને માફ કરવાના કોઈ વિકલ્પ હશે – આપે એક ‘વેવર ફોર્મ’ અથવા કવરેજ દસ્તાવેજની પુષ્ટિ દાખલ કરવાની રહેશે, જેમાં એવું વર્ણન હશે કે આપની પાસે યોગ્ય સ્વાસ્થ્ય વીમો છે.
વીમાની કિંમત
ફોરેન સ્ટુડેન્ટ્‌સ હેલ્થ ઇંશ્યોરેન્સ પોલિસી સામે ભારતમાં ખરીદેલી સ્ટુડેન્ટ ઓવરસીઝ ટ્રેવલ ઇંશ્યોરેન્સ પોલિસી વિદેશી કૉલેજોનાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરે છે કે કોસ્ટ ઓફ અટેન્ડન્સ સેક્શન હેઠળ એક સારો હેલ્થ ઇંશ્યોરન્સ કવર લઈ લો જેનું પ્રીમિયમ રૂા. ૧.૪ લાખથી લઈને રૂા. ૨.૮ લાખ દર વર્ષની વચ્ચે થઈ શકે છે. જ્યારે ભારતમાં એક સંપૂર્ણ સ્ટુડન્ટ ઓવરસીઝ ટ્રેવલ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર રૂા. ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦માં ખરીદી શકાય છે. બીજા દેશોને બદલે ભારતમાં સ્ટુડન્ટ ટ્રેવલ ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવા પર રૂા. ૧.૨ લાખથી લઈને ૨.૫ લાખ સુધી બચત થશે, એટલાં પૈસામાં તો ભારતીય વિદ્યાર્થી અલગ અલગ રજાઓ દરમ્યાન ૨-૩ વાર ભારત આવી શકે છે.
લાભની તુલના
ફોરેન સ્ટુડન્ટ્‌સ હેલ્થ ઇંશ્યોરેન્સ પોલિસીની સામે સ્ટુડેન્ટ ઓવરસીઝ ટ્રેવલ ઇન્સ્યોરેન્સ પોલિસી ફોરેન સ્ટુડેન્ટ હેલ્થ ઇન્સ્યોરેન્સ પોલિસી ખૂબજ વધુ કપાત યોગ્ય રકમની સાથે આવે છે. આ રકમ ૫૦૦ ડૉલરની લગભગ હોય છે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ઓવરસીઝ ટ્રાવેલ ઇંશ્યોરેન્સ પોલિસીમાં ઘણી લગભગ ૧૦૦ ડૉલર જેટલી રકમ કપાત યોગ્ય હોય છે. આ માટે જો આપની પાસે વિદેશી પોલિસી હોય તો શક્ય છે કે હોસ્પિટલમાં દાખલ થવા પર આપ ઉંચી કપાત યોગ્ય રકમને લીધે આપને ઘણું નુકસાન થશે. આ ઉપરાંત ભારતમાંથી ખરીદવામાં આવેલ વિદ્યાર્થી ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ન માત્ર ખૂબજ ઓછા પ્રીમિયમ પર મળશે, પરંતુ તેમાં સમકક્ષ અથવા વધુ લાભ પણ હશે જેવી રીતે મેડિકલ નિકાસ, સ્પોન્સર પ્રોટેક્શન, પાસપોર્ટ ખોવાઈ જવો, બૈગેજ ખોવાઈ જવું, દયાપૂર્ણ યાત્રા, લેપટોપ ખોવાવં વગેરે. આ લાભ વિદેશી કૉલેજનાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં ક્યારેક નથી આપવામાં આવતા.
ઘણીવાર ભારતીય વાલીઓ અને વિદ્યાર્થીઓને આ ખબર નથી હોતી કે ફોરેન સ્ટુડન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનાં મુકાબલે ભારતીય વિદ્યાર્થીઓનાં ઓવરસીઝ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાનનાં કેટલા ફાયદા હોય છે અને તે કેટલા ફાયદેમંદ હોય છે તેના માટે તે લોકો ખૂબજ વધુ ખર્ચ કરી બેસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

અમેરિકામાં Computer Science કરેલાં વિદ્યાર્થીઓને પણ નથી મળતી જોબ, શું કરશે Students?

Computer Scienceની ડિગ્રી મેળવો એટલે જોબની ગેરંટી માનવામાં આવતી...

MBBSની ડિગ્રી મેળવો ઓછા ખર્ચમાં ભારતથી માત્ર 2500 કિમી દૂર

વિદેશમાં MBBS કરવું એ ઘણાબધા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે....

Indian Coast Guard તરીકે આ રીતે બનાવો કારકિર્દી, લાખોમાં હશે પગાર

Indian Coast Guard એક ખૂબજ સારો ઓપ્શન છે. જેમાં...

Medical Store ખોલવા માટે કઈ ડિગ્રી હોવી જોઈએ? શું છે દવાની દુકાન ખોલવા માટે નિયમ?

Medical Store ભારત તેમજ સમગ્ર વિશ્વમાં લોકોની રોજબરોજની જિંદગીનો...