વિદેશમાં નોકરી કરવા માટે ઉચ્ચ ડિગ્રીની જરુર હોય છે. ઘણાં સારા માર્ક્સ હોવા જોઈએ એવું નથી. તમારી કુશળતા પણ તમને વિદેશમાં નોકરી અપાવી શકે છે.
અમદાવાદ કેરિયર
નાનપણમાં વિદેશ જવાનાં સપના લગભગ દરેક બાળક જુએ છે. ક્યાંક ને ક્યાંક દિમાગમાં એ વાત રહે છે કે વિદેશમાં નોકરી કરીને સારી કમાણી થઈ શકે છે. પરંતુ સાથે જ વિદેશમાં નોકરી કરવાને લઈને તે ધારણા પણ છે કે આના માટે ખૂબ સારો અભ્યાસ કરવો પડે છે. પરંતુ વાસ્તવિકતા આનાંથી જરા અલગ છે. જો આપ ખૂબજ વધુ ભણેલા નથી અથવા કોઈ કારણથી આપ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી, તો પણ આપને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે.
ઓછા અભ્યાસ છતાં પણ આપ કેવી રીતે વિદેશમાં નોકરી મેળવી શકો છો
ટૂરિઝમનાં ક્ષેત્રમાં
કેટલીય એવી વિદેશી કંપનીઓ છે, જે ટૂરિઝમ માટે લોકોને રાખે છે. અહીં ભારતીયોની ખૂબજ માંગ છે. આપ તેમાં જોડાઈ શકો છો. એવા લોકોની પણ માંગ રહે છે, જે ભારતમાં જ વિદેશીઓને ફેરવી શકે. કેટલીય એવી વિદેશી કંપનીઓ છે કે જે ટૂરિઝમ માટે લોકોને રાખે છે. તેમાં ભારતીયોની ખૂબજ માંગ છે. આપ તેનાંથી જોડાઈ શકો છો અને લોકોને ટૂર કરાવી શકો છો. એવા લોકોની માંગ હોય છે કે જે ભારતમાં વિદેશીઓને ફેરવી શકે. આવી કંપનીઓ સાથે જોડાઈને આપ વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.
હિન્દી કે અંગ્રેજી શિક્ષક તરીકે
કેટલીય વિદેશી યૂનિવર્સિટીઓમાં હિન્દીનો અભ્યાસ પણ થાય છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની કેટલીય સ્કૂલોમાં હિન્દી અભ્યાસનો મુખ્ય વિષય હોય છે. એવામાં જો આપ સારી રીતે હિન્દી ભણાવી શકો છો અને અંગ્રેજીમાં વાત કરવાનું પણ જાણો છો, તો આપને સહેલાઈથી નોકરી મળી શકે છે. જાપાન, મલેશિયા, ચીન અને કેટલાંય યૂરોપિયન દેશોમાં અંગ્રેજી શિક્ષકોની માંગ ખૂબજ વધુ છે. જો આપની અંગ્રેજી સારી છે તો આપ ત્યાં આસાનીથી નોકરી મેળવી શકો છો. વિદેશી સ્કૂલ અને યૂનિવર્સિટીઝ સારો પગાર આપે છે. વિદેશમાં નોકરી માટે આ પણ એક બેસ્ટ ઓપ્શન છે.
ક્રિએટીવ રાઇટર તરીકે
જો આપ ક્રિએટિવ રાઇટિંગ કરી લો છો અને લાંબા શબ્દોને ચૂંટા કરવાનું હૂનર જાણો છો તો આપના માટે વિદેશમાં નોકરી કરવા માટે ખૂબ મોટી તકો છે. દુબઈ અને અન્ય ખાડી દેશોની કંપનીઓ જાહેરાત માટે ક્રિએટિવ રાઇટર અને ડિઝાઇનર હાયર કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે કોઈ ડિગ્રી માંગવામાં આવતી નથી, પરંતુ એ જોવામાં આવે છે કે આપને કામની જાણકારી કેટલી છે. વિદેશી કંપનીઓ ઓફિસ બોય, સફાઈકર્મી અને અન્ય પદો પર પણ ભારતીય કર્મચારીઓને નોકરી આપે છે, જેના માટે સારું પગારધોરણ પણ મળી શકે છે.