ઓફલાઇન એજ્યુકેશનની સાથે હવે ઓનલાઇન એજ્યુકેશન આવવાથી દૂરનાં વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી ઓછા ખર્ચમાં ક્વોલિટી કન્ટેન્ટ પહોંચાડી શકાય છે. તેના માટે તેમણે કોઈ મોટા શહેરો અથવા કોચિંગ સેન્ટરોમાં જવાની જરૂર નથી પડતી. અને જ્યારે તે વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તેમને સંતોષ મળે છે.
અમદાવાદ કેરિયર
ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીથી લઈને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવામાં આવી છે. આ જ કારણ છે કે દેશમાં તેનો ખૂબ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે.
ઓફલાઇન એજ્યુકેશનની સાથે ઓનલાઇન એજ્યુકેશન આવવાથી દૂરનાં વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી ઓછા ખર્ચમાં ક્વોલિટી કન્ટેન્ટ પહોંચાડી શકાય છે. તેના માટે તેમણે કોઈ મોટા શહેરો અથવા કોચિંગ સેન્ટરોમાં જવાની જરૂર નથી પડતી. અને જ્યારે તે વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તેમને સંતોષ મળે છે.
સફળતાનો મતલબ એ જ છે કે પોતાનું એક લક્ષ્ય રાખવું અને પોતાની ખેંચેલી રેખા સુધી પહોંચવું…
આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓથી લઈને પીએસયૂ જોબ્સ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી શકે છે. આમાં એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા લાઇવ ક્લાસીસ, લાઇવ ક્વિઝ, મોક ટેસ્ટ્સ, લાઇવ એનાલિસિસ અને ચોવીસ કલાક મેન્ટર સપોર્ટ સામેલ છે.
એક્સપ્લોર કરવામાં રહ્યો વિશ્વાસઃ
મેં કોર્પોરેટ કલ્ચર પણ જોયું છે અને સ્ટાર્ટ અપ પણ. સ્ટાર્ટઅપમાં કામ કરવું વધારે સંતોષ આપનાર રહ્યું. કામની સાથે સંતોષનો મતલબ થાય છે કે આપને પોતાની સ્પેસ મળવી. ઘણાંબધા લોકો માટે સ્પેશ્યલાઇઝેશન મહત્ત્વ ધરાવે છે. તો, અમારા જેવા લોકો બહાર નીકળીને એક્સપ્લોર કરવા તથા કાંઇક નવું ક્રિએટ કરવામાં વિશ્વાસ રાખે છે. આ પ્રકારે હું માનું છું કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને તૈયારી કરે છે, સવાલ કરે છે તો એક-બીજાની શ્રેષ્ઠ મદદ કરી શકે છે. પડકારોને પહોંચી વળી શકે છે.
વિશ્વાસથી વધશે બજારઃ
શરૂઆતથી લઈને છેલ્લાં કેટલાંક વર્ષોમાં એજ્યુ-ટેક સ્પેસમાં ઘણું બધું બદલાયું છે. અમે આ વર્ષોમાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ બંનેનાં વિચારોને બદલાતા જોયા છે. હવે બંને જ એવું સમજે છે કે ઓફલાઇન એજ્યુકેશનનો એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે ઓનલાઇન એજ્યુકેશન. ખાસ કરીને પરીક્ષાની તૈયારી અને ટ્યૂશનના મામલે ઓનલાઇન પોર્ટલ્સની વિશ્વસનીયતા વધી રહી છે.
ટેલેન્ટને ટ્રેઇન કરવાની જરૂરિયાતઃ
ભારતમાં ટેલેન્ટની અછત નથી, માત્ર તેને ટ્રેન કરવાની જરૂરત છે. કેમકે મિડલ લેવલ પર અસલી પડકાર સામે આવે છે, જ્યાં આપ કેટલાંક અનુભવી લોકોને પોતાની ટીમમાં સામેલ કરવા માંગો છો. જે કામની સાથે ટીમને પણ મેનેજ કરી શકે.