કારકિર્દીમાં બદલાવનો મતલબ જોબ બદલવા તરીકે ન જુઓ. અહીં આપવામાં આવેલી કેટલીક સલાહો તે લોકો માટે છે, જેઓ એકદમ નવા ક્ષેત્રમાં કેટલીક નવી દિશાઓ શોધવા માટે વિચાર કરી રહ્યાં છે. કારકિર્દી બદલવાને લઈને કોઈપણ નિર્ણય પર અમલ કરતા પહેલાં આ ત્રણ વાતો પર વિચાર કરો…
અમદાવાદ કેરિયર
કારકિર્દીમાં બદલાવનો મતલબ જોબ બદલવા તરીકે ન જુઓ. અહીં આપવામાં આવેલી કેટલીક સલાહો તે લોકો માટે છે, જેઓ એકદમ નવા ક્ષેત્રમાં કેટલીક નવી દિશાઓ શોધવા માટે વિચાર કરી રહ્યાં છે. કારકિર્દી બદલવાને લઈને કોઈપણ નિર્ણય પર અમલ કરતા પહેલાં આ ત્રણ વાતો પર વિચાર કરો…
- જો આપ કાંઈ નવું શીખવાનાં નામથી જ ભાગવા લાગો છો, તો કારકિર્દી બદલવામાં તકલીફ પડશે.
- જો આપને આપની કારકિર્દીમાં ફેરફાર કરવાની ઇચ્છા બેચેન બનાવે છે, તો આપ દરેક સમયે તેમાં લાગેલા રહો છો, તો આપ પોતાની અંદરની આ અવાજને સાચી સાબિત કરી શકો છો.
- જો આપ કારકિર્દીમાં ફેરફાર આપ પોતાના બોસ અથવા ઓફિસના લોકોની સાથે તાલમેલ નહીં બેસાડી શકવાને લીધે કરવા માંગો છો, તો આ એક ખોટી વાત છે. કેમકે, પડકારો તો દરેક નોકરીમાં હોય છે.
જો આપ આ પરીક્ષાઓ માટે પોતાને કસી લો, તો આ વાતો પર અમલ કરો.
નેટવર્ક બનાવો : કોઈપણ સારા મેન્ટર અથવા તો ઓળખીતા લોકોના સારા નેટવર્ક વગર સારી કારકિર્દી બની શકતી નથી. અહીં નેટવર્કિંગનો ઇરાદો સારી સલાહ મેળવવાનો છે. આપે સારા લોકો સુધી પોતાની પહોંચ બનાવવાની છે. અને આપે તેમને માત્ર આટલું જ કહેવાનું અથવા લખવાનું છે કે – હાય, હું કારકિર્દીનું ફિલ્ડ બદલવાનું વિચારી રહ્યો છું. શું આપની પાસે મારી સાથે વાત કરવા માટે પાંચ મિનિટ હશે?
આપનું ઝનૂન, આ પ્રકારે શીખવાની ભૂખ અને નવા અનુભવને ગ્રહણ કરવાનો ગુણ આપને સારા મેન્ટર્સ સાથે જોડી દેશે.
ફાઇનાન્સ : સત્ય એ છે કે, જ્યારે આપ કારકિર્દીમાં બદલાવ કરશો, તો આપને પગાર અને હોદ્દાથી સમાધાન કરવું પડી શકે છે. એવું બિઝનેસ શરૂ કરવાના મામલે પણ થઈ શકે છે. બિઝનેસમાં પણ ફાયદો મળવામાં સમય લાગી શકે છે. એવામાં કેટલાંક સમય સુધી આપે નાણાંની વ્યવસ્થા કરી રાખવી જોઈએ.
સંકોચ : જો આપની હજી પણ હિંમત નથી થઈ રહી, તો જે નવી ઇન્ડસ્ટ્રીમાં આપ કામ કરવા માંગો છો, તેમાં કોઈ કંપનીમાં કામ કરવા માટે વોલન્ટિયર કરો. નોકરી ન છોડો, રજાના દિવસોમાં બિઝનેસ પર કામ કરો. આપ તે સમજી શકશો કે આપના માટે શું કરવું યોગ્ય છે.
હા, હજી બે વાતો બીજી છે, જેને ધ્યાનમાં રાખવી.
- હાલના અધિકારીઓ અથવા સંપર્કોથી સંબંધ ખરાબ ન કરશો. દુનિયા બહુ જ નાની છે. કોઈપણ વ્યક્તિ સાથે ફરીવાર પણ મુલાકાત થઈ શકે છે.
- પોતાની વર્તમાન કારકિર્દીના અનુભને બેકાર ન સમજો. કેટલીક સ્કિલ્સની જરૂરિયાત દરેક જગ્યાએ હોય છે.