ગત બે વર્ષ દરમ્યાન કો-માર્કેટિંગનો આ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ…
અમદાવાદ કેરિયર
ગત બે વર્ષ દરમ્યાન કો-માર્કેટિંગનો આ કન્સેપ્ટ અમેરિકામાં વધુ લોકપ્રિય થયો છે. આનું મુખ્ય કારણ છે આ કોન્સેપ્ટમાં ઓછા બજેટનો ઉપયોગ. ભારતમાં હાલમાં તો માર્કેટિંગ કન્સેપ્ટનો ઉપયોગ માત્ર બે ટકા જ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. કો માર્કેટિંગ શું છે તે જાણીએ…
સ્ટાર્ટઅપથી લઈને દરેક બિગ બિઝનેસ હાઉસને સતત પોતાની પ્રોડક્ટ અથવા સર્વિસ માટે માર્કેટિંગના નવા આઇડિયાઝની જરૂર હોય છે. આ જ કારણ છેકે જ્યાં અમેરિકામાં સ્ટાર્ટઅપ પોતાના વાર્ષિક બજેટમાંથી ૩૦ ટકાથી વધુ રકમ માર્કેટિંગના અલગ-અલગ પ્રકારો પર ખર્ચ કરે છે, તો ભારતમાં લગભગ ૧૮ ટકા માર્કેટિંગ બજેટ રાખે છે. હાલમાં યૂરોપ અને અમેરિકામાં સ્ટાર્ટઅપ અથવા ડિઝિટલ સ્પેસવાળી કંપનીઓની વચ્ચે જે માર્કેટિંગ કોન્સેપ્ટ ટ્રેન્ડમાં છે તે છે કો માર્કેટિંગ.
શું છે કો-માર્કેટિંગ
જો સરળ ભાષામાં સમજીએ તો કો માર્કેટિંગ એવો આઇડિયા છે, જેમાં બે અથવા વધુ કંપનીઓ એક બીજાના કન્ટેન્ટ અથવા પ્રોડક્ટની માહિતી પોતાના પ્લેટફોર્મ પર શેર કરે છે. આવા પ્રમોશન દ્વારા જે રિઝલ્ટ આવે છે તે તેમને પાર્ટનરશિપ કરનારી કંપનીઓ અંદરોઅંદર વહેંચે છે. આમાં રેવન્યૂથી લઈને કસ્ટમર ડેટા અથવા અન્ય પ્રકારના પ્રતિભાવ સામેલ હોય છે. માર્કેટિંગ એક્સપર્ટના જણાવ્યા મુજબ મોટાભાગના કો માર્કેટિંગ એગ્રીમેન્ટમાં રેવન્યૂ શેરને ખૂબજ ઓછી સામેલ કરવામાં આવે છે. આમાં મુખ્ય રૂપથી ડેટા શેરિંગ, અવેરનેસ અને કન્ટેન્ટને લઈને વધુ ધ્યાન આપવામાં આવે છે. કો-માર્કેટિંગનો સૌથી વધુ ઉપયોગ સ્ટાર્ટઅપ કરી રહ્યાં છે. તેના માટે શરૂઆતના દિવસોમાં કસ્ટમર ડેટા અને તેના રિવ્યૂ વધુ ઉપયોગી હોય છે.
એગ્રીમેન્ટમાં શું કરો સામેલ
જ્યારે પણ આપ કોઈ અન્ય કંપની સાથે આ કોન્સેપ્ટ પર કામ કરો તો આપને એક લેખિત એગ્રીમેન્ટ સાઇન કરવાની જરૂર હોય છે. આમાં કો-માર્કેટિંગનો સમય, શું શેર કરવાનું છે તેની માહિતી, ટ્રેનિંગ વગેરે બાબતોની વિસ્તૃત માહિતી હોવી જોઈએ. જો આપ જોઇન્ટ ઇવેન્ટ અથવા કોન્ફરન્સ પણ પ્લાન કરી રહ્યાં છો તો તેનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. એગ્રીમેન્ટ કરતી વખતે કાયદાકીય સલાહ લેવી જરૂરી હોય છે. આ ઉપરાંત આપ અથવા આપની પાર્ટનર કંપની એગ્રીમેન્ટ સમયે કોઈ અન્ય પ્રોડક્ટ અથવા સર્વિસ લાવવા જઈ રહ્યાં છે તો તે પણ એગ્રીમેન્ટમાં સામેલ થશે કે નહીં સહિતનાં અલગ-અલગ પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ.
કેવી રીતે કરશો પાર્ટનરનું સિલેક્શન
જર્મન બિઝનેસ સ્કૂલના સર્વે મુજબ કો-માર્કેટિંગમાં પાર્ટનરનાં સિલેક્શનમાં જો વિવિધતાઓને પ્રાથમિકતા આપવામાં આવે તો આ કોન્સેપ્ટ વધુ ફાયદાકારક રહેશે. જેમકે સમાન સેક્ટરવાળા પાર્ટનરની જગ્યાએ સ્ટાર્ટઅપને તે કંપનીઓએ પણ અગ્રિમતા આપવી જોઈએ, જેમાં કસ્ટમર આપની પ્રોડક્ટ અથવા સર્વિસની સાથે અપ્રત્યક્ષ રીતે પણ જોડાયેલ હોય. આનાંથી પ્રોડક્ટ અથવા સર્વિસની પહોંચ વધુ રહેશે અને આપ વધુ ડેટા પ્રાપ્ત કરી શકશો. આ થોડું મુશ્કેલ રહેશે, કેમકે પાર્ટનર સિલેક્શન સમયે આપને સંબંધિત કંપનીને સમજવી પડશે કે તેને આ પ્રકારની ડીલથી શું મળી શકે છે?
કન્ટેન્ટ પર ધ્યાન આપવાની જરૂરિયાત
જે પણ માર્કેટિંગ કન્ટેન્ટ શેયર થશે તેનું ગુણવત્તાસભર હોવું જરૂરી છે, કેમકે એવું કન્ટેન્ટ ન હોવું જોઈએ, જેનાથી આપની અથવા પાર્ટનર કંપનીના ટાર્ગેટ કસ્ટમર પ્રભાવિત થાય. આ માટે કન્ટેન્ટનું સિલેક્શન કરવામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. જાે આપ પાર્ટનર કંપનીની માર્કેટિંગ ટીમ સાથે બેસીને આ બાબતે પ્લાનિંગ કરો તો તે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઓરિજનલ કન્ટેન્ટનો જ પ્રયોગ કરો, સાથે જે કન્ટેન્ટ આપ પોતાના પ્લેટફોર્મ પર ઉપયોગ કરી ચુક્યા છો, તે કન્સેપ્ટનો પ્રયોગ ન કરો.