શું આપને પોતાના કામમાં કાંઈ નવીનતા નથી લાગી રહી? નવા વિચારો આવવાના લગભગ બંધ જ થઈ ગયા છે? જો આવું હોય, તો અમે અહીં આપને એવી કેટલીક તરકીબો બતાવવા જઈ રહ્યા છીએ, જેનાંથી આપનું દિમાગ હંમેશા નવા આઈડિયાઝ ક્રિએટ કરશે…
અમદાવાદ કેરિયર
શું આપના દિમાગમાં કોઈ નવા આઈડિયાઝ નથી આવતા? શું આપને પોતાના કામમાં કાંઈ નવીનતા નથી લાગી રહી? નવા વિચારો આવવાના લગભગ બંધ જ થઈ ગયા છે? જો આવું હોય, તો અમે અહીં આપને એવી કેટલીક તરકીબો બતાવવા જઈ રહ્યા છીએ, જેનાંથી આપનું દિમાગ હંમેશા નવા આઇડિયાઝ ક્રિએટ કરશે…
જો આપે કાંઈક નવું કરીને દેખાડવું હોય, તો સૌથી પહેલાં આપે જરૂરી સમસ્યાને સમજવી પડશે. સમસ્યાને સમજવા માટે આપે સમય, ઊર્જા અને કોશિશને કામ લગાડવી પડશે. જો આપ પોતાની સમસ્યા શું છે તે સમજી જશો, તો માની લો કે આપે સફળતાની અડધી જંગ જીતી લીધી છે.
ત્યારબાદ ખાસ કરીને મોટાભાગના લોકોની સાથે એવું થાય છે કે, તેઓએ આ સ્થિતિમાં પહેલાં જે કર્યું હોય તે જ વસ્તુને રિપીટ કરે છે. પરંતુ એવું કરવાનું પરિણામ પણ પહેલાં જેવું જ આવશે અને તેમાં રચનાત્મકતાનો અભાવ જોવા મળશે. આ માટે આપ કલ્પના કરો કો આપે એકદમ નવી જ રીતે શરૂઆત કરવાની છે.
ત્રીજું ડગલું એ છે કે આપ ‘શા માટે’ પર વિચાર કરો. ફરી ફરીને પોતાને પૂછો, ‘શા માટે?’ જ્યારે આપ પોતાની જાતને વારે-વારે આ પ્રશ્ન કરશો, તો ચિત્ર કેટલીક હદ સુધી સ્પષ્ટ થવા માંડશે. આપ પોતાની જૂનીપુરાણી રીતભાતથી કાંઈક અલગ વિચારવા માટે પ્રરિત થશો. અને કાંઈક કરવાનો વિચાર જ આપની અંદર ઉત્સાહનો દોરીસંચાર કરશે.
હવે આગળનું સ્ટેપ આવે છે કાંઈક અજમાવવાનું. વિશ્વાસ કરજો, આપ ચિત્ર બનાવવાનું શીખો કે માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કરી દો અથવા અન્ય કોઈપણ ક્રિએટીવ વસ્તુ ચાલુ કરો. નવું કાંઈક અજમાવવાથી આપના દિમાગનાં કેટલાંક કેન્દ્રો સક્રિય થઈ જાય છે, જેનાંથી સમસ્યાનો સામનો કરવાની એક નવી જ દૃષ્ટિ વિકસિત થવામાં મદદ મળે છે.
એક અલગ જ રીત છે કાગળ અને પેન પર આને લખવાની. જો આપ રાઇટર છો, તો પાંચ અથવા દસ મિનિટનો ટાઇમર સેટ કરીને તેટલા સમય સુધી નોન-સ્ટોપ સ્ટોરી લખતા રહો. જો આપ રાઇટર નથી, તો ડૂડલિંગ કરો. કાગળ અને પેનથી કાંઈક લખવા અથવા ડૂડલિંગ કરવાને લીધે આપની રચનાત્મકતાના સ્ત્રોતવાળા ભાગને જાગૃત થવામાં મદદ મળશે. દિમાગમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી રચનાત્મકતાને જાગ્રત કરવાનો એક અન્ય ઉપાય છે – ચાલવું. આ પણ તેમાં મદદ કરશે.
શા માટે હોય છે જરૂર
- પરંપરાથી અલગ વિચારવાની પ્રેરણા આપના દ્રષ્ટિકોણને સમૃદ્ધ બનાવે છે, જેનાંથી નવી તકોનો રસ્તો દેખાય છે. કોઈપણ સમસ્યાનું સમાધાન શોધવાથી આપ વધુ સકારાત્મક થઈ શકો છો.
- ઉદ્યોગકારો માટે ન આ માત્ર એક નવી તક શોધવાની રીત છે, પરંતુ કંપનીની કાર્યપદ્ધતિને વધુ ઉત્પાદક બનાવવામાં પણ તે મદદરૂપ થાય છે.
- તેને લીડરશિપનો એક મહત્વનો ગુણ માનવામાં આવે છે. તે ભીડમાં પણ અલગ દેખાઈ આવે છે.
- બદલાતા સમયની સાથે વિચારોમાં પણ ફેરફાર જરૂરી છે, જે લાંબી અને સફળ કારકિર્દીનો પાયો બની શકે છે.