એક ફ્રેશ નોકરી શરૂ કરવી એ હંમેશા પડકારજનક કામ હોય છે. આપ પોતાનાં કમ્ફર્ટ ઝોનથી બહાર હો છો, આપની પાસે સંસાધનોની પૂરતી જાણકારી હોતી નથી. માટે કલિંગ્સ પણ અજાણ્યા હોય છે. આપની પાસે નવી જોબથી જોડાયેલું કોઈપણ પ્રકારનું નેટવર્ક હોતું નથી.
અમદાવાદ કેરિયર
એક ફ્રેશ નોકરી શરૂ કરવી એ હંમેશા પડકારજનક કામ હોય છે. આપ પોતાનાં કમ્ફર્ટ ઝોનથી બહાર હો છો, આપની પાસે સંસાધનોની પૂરતી જાણકારી હોતી નથી. માટે કલિંગ્સ પણ અજાણ્યા હોય છે. આપની પાસે નવી જોબથી જોડાયેલું કોઈપણ પ્રકારનું નેટવર્ક હોતું નથી. શરૂઆતમાં આપને થોડી સગવડ આપવામાં આવે છે. ત્યાં સુધી આપની પાસેથી કોઈ મોટી અપેક્ષા રાખવામાં આવતી નથી અને આપની ભૂલો માટે આપને દોષ પણ આપવામાં આવતો નથી. આપ જો નવી જોબમાં રણનીતિ બનાવીને કામ કરો તો આપને સફળતા જરૂરથી મળે છે.
શરૂઆત કઈ રીતે કરો
નવી જોબને મૈરાથનની જેમ જોવી જોઈએ. આપની પાસે સ્કિલ્સ અને પ્રેક્ટિસ છે. આપે પહેલાં દિવસે કામ પર મોડા ન પહોંચો. જો ત્યાં ઓન બોર્ડિંગ પ્રોસેસ છે તો તેને ઉત્સુકતાથી પૂર્ણ કરો. આપને આપના માટે જરૂરી ટુલ્સ જેમકે આઈડી કાર્ડ, સિક્યોરિટી પાસ, લેપટોપ, ફોન, પોલિસી હેન્ડબુક, ઈમેલ આઈડી, સંસ્થાનો ચાર્ટ, સીટ, ઇન્ટરનેટ પાસવર્ડ વગેરે મળશે. જો ત્યાં કોઈ ફોર્મલ પ્રોસેસ નથી તો પોતાના મેનેજર અને એચઆરથી મળો અને કામને સમજવાની કોશિશ કરો.
કેવી રીતે જોડાઈ શકાય
જ્યારે વર્કપ્લેસ પર ટૂલ્સ મળી જાય તો લોકોને મળો. સફળતા માટે ફિઝીકલ રિસોર્સ અને કલિંગ્સનાં સપોર્ટની જરૂરિયાત રહે છે. પહેલાં કેટલાંક દિવસોમાં આપ જેટલાં લોકોને મળી શકો છો, તેટલાને મળો. તે લોકોને પણ મળો, જેમણે હાલમાં જ ફર્મ જોઈન કરી છે. નવા લોકોને દોસ્ત બનાવવા વધુ આસાન છે. શરૂઆતનાં અઠવાડિયામાં ક્યારેય એકલા લંચ કે કોફી ન લો. વર્ક-બ્રેક્સ દરમિયાન લોકોને જાણવાની કોશિશ કરો. મીટિંગ્સ અને પ્રોજેક્ટ ટાસ્ક દરમ્યાન કલીગ્સની સાથે પ્રોફેશનલી જોડાવાની કોશિશ કરો.
કેવી રીતે શીખી શકાય
જેમ-જેમ આપનું પ્રોફેશનલ વર્તુળ વધતું જાય, તેમ-તેમ જ્ઞાન મેળવવાની તકોમાં પણ વૃદ્ધિ કરો. સવાલ પૂછવાથી ગભરાવ નહીં. શરૂઆતનાં દિવસોમાં લોકો આશા કરે છે કે નવા વ્યક્તિ તેમને સવાલ કરે. તેઓ પણ ખુશીથી આપની મદદ કરશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આપને ફ્રી દેખાય, તેમને સવાલ પૂછો અને પોતાની જિજ્ઞાશાને શાંત કરો. લોકોને પૂછો કે તેઓ કયું કામ કરે છે અને તેઓ આપની કેવી રીતે મદદ કરી શકે છે. એકજ વ્યક્તિ પાસેથી દરેક વસ્તુ જાણવાની કોશિશ ન કરો. હલ્કા-ફુલ્કા સવાલોનાં જવાબો માટે હાજર દસ્તાવેજોને વાંચો.
મહત્વપૂર્ણ કામ કેવી રીતે કરો
જો આપનો રોલ સારી રીતે સમજાવેલો છે અને આપના જૂના કામની જેમજ છે તો આપ એક અઠવાડિયામાં જ પ્રોડક્ટિવ થઈ શકો છો. અન્ય કિસ્સાઓમાં આપને પીક પર્ફોર્મન્સ સુધી પહોંચવા માટે એકથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. આપે અપેક્ષાઓને સમજવા માટે ગોલ્સ અને ટાઇમલાઇન ને વ્યાખ્યાયિત કરવા માટે મેનેજરની સાથે મીટિંગ કરવી જોઈએ. સમયનાં વ્યયને રોકવા અને આપનું રોજનું ટાઇમટેબલ સેટ કરવા માટે વ્યવસ્થિત બનો. ટારગેટ્સને રિવ્યૂ કરતા રહો.
ગતિ કેવી રીતે પકડો
પ્રભાવી રીતે પ્રગતિ કરો. આપના કલીગ્સ અને મેનેજર્સનાં ફેસલા લેવાની રીતને સમજો. તે વન-ટુ-વન મીટિંગ્સ લેવાનું પસંદ કરે છે કે ઈમેઇલનાં માધ્યમથી વાત કરે છે? શું દરેક ઇન્ટરનલ મીટિંગ્સ ગંભીરતાથી હોય છે અથવા તેને રિશિડ્યુલ કરવામાં આવી શકે છે અથવા મોડા પહોંચી શકાય છે? પોતાનાં દિવસને કંટ્રોલ કરતાં શીખો. યાદ રહે કે આપ કંપનીમાં નવા છો અને દરેક વસ્તુ આપને અનુકૂળ નહીં રહે. શરૂઆતનાં કેટલાંક મહિનાઓમાં નિષ્ફળતા મળતા છતાં પણ શાંત રહો.
શાખ કેવી રીતે બનાવી શકાય?
કામ શરૂ કર્યાનાં કેટલાંક મહિનાઓમાં શાખ બનવાની શરૂ થઈ જાય છે. પોતાની પર લોકોનો ભરોસો બનવા દો. એવા વ્યક્તિ બનો, જે સમય પર કામ પૂર્ણ કરે છે અને સાચો નિર્ણય લે છે. જે કામોને પૂર્ણ કરવાની જવાબદારી આપની છે, તેમાં પહેલ કરો. કલીગ્સનું કામ પૂર્ણ કરવામાં મદદ કરો. સિદ્ધિ મળવા પર વિનમ્ર રહો અને ફેલિયર્સની ખુલીને ચર્ચા કરો. આપ જે કામ નહીં કરો અથવા તો જે આપને સ્વીકાર્ય નથી, તે માટે મર્યાદા નક્કી કરો.
પોતાને સુરક્ષિત કેવી રીતે કરો
તકલીફનાં દિવસોથી બચવા માટે આપની કારકિર્દીને સુરક્ષિત બનાવો. કંપનીમાં એવા વ્યક્તિઓને શોધો, જે મુશ્કેલીનાં સમયે આપની મદદ માટે તૈયાર રહે. દરેકની સાથે સારા સંબંધ બનાવો. પોતાના જૂના કલીગ્સ અને દોસ્તોથી મળતા રહો. તેઓ આપને જમીનથી જોડાયેલા રાખનારા પ્રોફેશનલ એંકર છે. પોતાના મેનેજરની સાથે પોતાના પર્ફોર્મન્સ બાબતે માસિક અથવા ત્રિમાસિક રિવ્યૂ કરો અને તેમનું ફીડબેક લે, જેથી આપ પોતાની ભૂલોને યોગ્ય સમયે સુધારી શકો.