fbpx

બદલો આપની લાઇફસ્ટાઇલ તો ૧૦૦% થશો સફળ

Date:

કોઈપણ બિઝનેસની સફળતા અથવા નિષ્ફળતા પૈસાથી વધુ એ વાત પર આધાર રાખે છે તે એન્ટરપ્રિન્યોરનાં વિચારો કેવા છે? એન્ટરપ્રિન્યોરનાં સકારાત્મક વિચારોની સાથે તેની લાઇફસ્ટાઇલથી જોડાયેલી ખાસ વાતો હોય છે, જે તેમને ઓછા સમયમાં જ સફળ બનાવે છે. મેનેજમેન્ટ ગુરુ અથવા સ્ટાર્ટઅપ મોટિવેટર પણ આ વાતને માને છે કે બિઝનેસ દિમાગથી શરૂ થઈને, વિચાર પર પૂર્ણ થાય છે. સારા વિચાર અને સારા પ્લાનિંગથી કોઈ પણ બિઝનેસની શરૂઆત આપને સફળ બનાવી શકે છે. યુવાન એન્ટરપ્રિન્યોર જો બિઝનેસ લાઇફસ્ટાઇલમાં પરિવર્તન કરે તો પણ સફળતાની નવી ઊંચાઈઓને આંબી શકે છે.
બદલો આપની લાઇફસ્ટાઇલ તો ૧૦૦% થશો સફળરિલેશનશિપને મહત્ત્વ આપો
બિઝનેસમાં રિલેશનશિપનો મહત્વપૂર્ણ રોલ હોય છે. ખાસ કરીને જ્યારે આપનું સ્ટાર્ટઅપ નવું છે, અને આપની ખાસ કોઈ ઓળખાણ નથી. આ માટે જરૂરી છે કે આપ પોતાના બિઝી શિડ્યુઅલમાંથી સમય કાઢીને રિલેશનશિપ પર પણ ફોકસ કરો. બિઝનેસ રિલેશનશિપ ઉપરાંત સોશિયલી પણ આપ એક્ટિવ રહો. રિલેશનશિપને ટાઇમ આપવાથી આપના બિઝનેસમાં તો લાભ મળશે જ, સાથે જ આપ માનસિક રીતે પણ મજબૂત થશો. પ્રતિસ્પર્ધી હોય કે સપ્લાયર કે પછી આપનો સ્ટાફ બધાની સાથે આપની બોન્ડિંગ મજબૂત હોવી જોઈએ, જેથી તકલીફમાં પણ તેઓ આપની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી શકે.
પાવર ઓફ ફોકસનો ઉપયોગ કરવો છે ફાયદાકારક
સક્સેસફુલ એન્ટરપ્રિન્યોરની લાઇફસ્ટાઇલનો મહત્ત્વનો હિસ્સો પોતાના વિઝન પર ફોકસ હોય છે. સ્ટાર્ટઅપ જ્યારે સફળ થવા લાગે ત્યારે પણ પોતાના લક્ષ્યથી દૂર ન જાઓ. મેનેજમેન્ટ પ્રોફેશનલના રિસર્ચ મુજબ સ્ટાર્ટઅપની સફળતા દરમ્યાન આપણે નવા-નવા પ્રયોગ કરવા લાગીએ છીએ અને નક્કી કરવામાં આવેલા લક્ષ્યતી દૂર થઈ જઈએ છીએ. પ્રોફેશનલ્સ મુજબ નક્કી કરવામાં આવેલા લક્ષ્યોની પ્રાપ્તિ થયા બાદ પણ ૨૪ મહિના સુધી સ્ટાર્ટઅપમાં નવા નવા પ્રયોગો કરવાથી બચો. સ્થાઈ થયા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર થઈ જશો તો પ્રયોગો પણ સફળ થવા લાગશે.
ફેલિયર દુશ્મન નથી સાથી છે
ભારતમાં જ્યાંથી સ્ટાર્ટઅપની સ્ટોરી શરૂ થાય છે તે છે ફ્લિપકાર્ટ. સચિન બંસલ અને બિન્ની બંસલે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવીને જ્યારે પુસ્તકો વેચવાનું શરૂ કર્યું, તો કોઈને તેમની સફળતા માટે જરાય પણ અંદાજો ન હતો. આ સ્ટાર્ટઅપ હાલમાં દુનિયાનાં સૌથી સફળ સ્ટાર્ટઅપમાંથી એક છે. યંગ એન્ટરપ્રિન્યોર માટે ફ્લિપકાર્ટ જેવું સ્ટાર્ટઅપ મોડલ પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે. એન્ટરપ્રિન્યોરને શરૂઆતનાં દિવસોમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. મજબૂતીની સાથે ફેલિયોરનો સામનો કરો.
પ્રતિસ્પર્ધાથી ડરો નહીં
ઓયો રૂમ્સનાં ફાઉન્ડર રિતેશ અગ્રવાલે ૧૭ વર્ષની ઉંમરમાં જ સ્ટાર્ટઅપની દુનિયામાં પગ મૂક્યો હતો. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ જેવા ફિલ્ડ પર કેટલીય પ્રખ્યાત કંપનીઓનો પહેલેથી જ કબજો હતો, પરંતુ રિતેશ કોમ્પિટિશનથી ન ડર્યો. તેણે આ ફિલ્ડમાં બન્યા રહેવા માટે ઓયો રૂમ્સને એક અલગ જ રીતે રજૂ કર્યું અને સફળ થવા માટે નવા આઇડિયા રજૂ કર્યા. આ વાતને ધ્યાનમાં રાખો કે પ્રતિસ્પર્ધા ડરાવતું નથી, મજબૂતી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

હવે ફ્રીમાં કરી શકાશે JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ‘સાથી’ કરશે મદદ

NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે.

અમેરિકા કે ભારત… કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ છે બેસ્ટ?

ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ હવે TOEFL પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે પાંચ જ મિનિટમાં…

વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા...

SEOમાં છે નોકરીની ઘણી તકો, જાણો કેવી રીતે બનાવી શકાય તેમાં કારકિર્દી

યુવાનો માટે SEO એક ખૂબજ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. કારણ કે, આજે દરેક વેબસાઇટ તથા દરેક યુટ્યૂબ એકાઉન્ટને SEO એક્સપર્ટની જરૂર પડે છે