ભાષાની કોઈ સમસ્યા ન હોવાને લીધે બ્રેક્સિટ બાદ આયર્લેન્ડ હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યું છે આયર્લેન્ડની યુનિવર્સિટીઝ દુનિયાની ટોપ યુનિવર્સિટીઝમાં સામેલ છે. અને ત્યાંની ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટ પોતાની ઇન્ડસ્ટ્રીની સાથેના સારા સંબંધો અને રોજગારી પ્રાપ્ત કરનારા ગ્રેજ્યુએટ્સ માટે જાણીતી છે.
અમદાવાદ કેરિયર
ભાષાની કોઈ સમસ્યા ન હોવાની સાથે રોજગારીની અપાર શક્યતાઓને કારણે આયરલેન્ડ ભારતીયો માટે વિદેશમાં અભ્યાસ કરવા માટેની સૌથી સારી જગ્યા છે. આયરલેન્ડની બધી યુનિવર્સિટીઝ દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં સામેલ અને ત્યાંની ટેકનોલોજી ઇન્સ્ટીટ્યૂટ્સ પોતાની ઇન્ડસ્ટ્રીઝની સાથેના સારા સંબંધો અને રોજગારી પ્રાપ્ત કરનારા ગ્રેજ્યુએટ્સ માટે જાણીતી છે. દેશમાં વિદ્યાર્થીઓને બહુસાંસ્કૃતિક વાતાવરણ આપવામાં આવે છે અને દુનિયાના કોઈપણ ખૂણામાંથી આવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ૨૦૧૭ મુજબ આયરલેન્ડ દુનિયાનાં ૧૦ સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ છે.
આયરલેન્ડમાં અભ્યાસનો ફાયદો
‘એજ્યુકેશન ઇન આયરલેન્ડ’નાં સિનિયર એજ્યુકેશન એડવાઇઝરનાં મત મુજબ આયર્લેન્ડમાં અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ વિદ્યાર્થીને બે વર્ષનો સ્ટે બેકનો વિકલ્પ મળે છે. ગત વર્ષે આયર્લેન્ડની ગત વર્ષે આયર્લેન્ડની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ નોન EU/EEA વિદ્યાર્થી માટે થર્ડ લેવલ ગ્રેજ્યુએટ સ્કીમનો ફેલાવો કર્યો હતો. આવા સમયે જ્યારે અમેરિકા, યૂકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો માટે વિઝા નિયમોને કડક કરી રહ્યા છે, ત્યારે આયર્લેન્ડ તેનાથી ઉલ્ટું કરી રહ્યો છે.
ગેર યુરોપિયન દેશનાં વિદ્યાર્થીઓ પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી બે વર્ષ આયર્લેન્ડમાં રહીને પોતાના માટે નોકરી શોધી શકો છો. ૧ હજારથી વધુ મલ્ટીનેશનલ કોર્પોરેશનનું આયર્લેન્ડમાં હેડક્વાર્ટર છે. આ એક વિદ્યાર્થી માટે પોતાની કારકિર્દી શરૂ કરવાની શ્રેષ્ઠ તક છે.
બ્રેક્સિટ પરિણામ
બ્રેક્સિટ બાદ યૂરોપિયન યૂનિયનમાં માત્ર આયર્લેન્ડ ઇંગ્લિશ બોલનાર દેશ હશે. બ્રેક્સિટને કારણે યૂકેમાં આંતરરાષ્ટ્રીય અનુસંધાનને લઈને અનિશ્ચિતતા અને યુરોપિયન રિસર્ચ ફંડિગને ખોવાનો ડર લાગશે. તો આયર્લેન્ડના કિસ્સામાં એવું નહીં હોય અને તેની ઇન્સ્ટીટ્યૂટ્સને યુરોપિયન યૂનિયનની ફંડિગ મળતી રહેશે, જે હંમેશા તેને આગળ રાખશે. આયર્લેન્ડની યુરોપિયન યૂનિયનમાં મેમ્બરશિપે તેને દુનિયામાં રિસર્ચનું કેન્દ્ર અને હાયર એજ્યુકેશનના મામલે અવ્વલ બનાવવામાં મદદ મળે છે.
સૌથી વધુ માંગમાં રહેનારા કોર્સ
હાલના વર્ષોમાં એન્જીનિયરિંગ, બાયોટેકનોલોજી, ક્લાઉટ કમ્પ્યૂટિંગ, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને એમબીએ કોર્સિસની વધુ માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત સાઇબર સિક્યોરિટી, ડિઝિટલ ફોરેન્સિક, ડેટા એનાલિટિક્સ, બાયોમેટિકલ સાયન્સ, મટિરિયલ સાયન્સ, નેટવર્કિંગ અને એરોસ્પેસની સારી ડિમાન્ડ છે.
સ્કોલરશિપ
અહીં ૨૦૦થી વધુ મેરિટ આધારિત સ્કોલરશિપ છે, જેમાં ૧૦-૫૦ ટકા સુધી ફીમાં છૂટ મળે છે.