પત્રકારત્વ ઉપરાંત માસ કોમ્યુનિકેશનમાં એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, એનિમેશન, રેડિયો જોકી, સ્ક્રિપ્ટ રાઇટર, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટરી મેકિંગ વગેર સામેલ છે. આ દરેકમાં વ્યક્તિને પોતાને અભિવ્યક્ત કરવાની સાથે શ્રેષ્ઠ રીતે સંવાદ કરવાનો હોય છે. આ ઉપરાંત કેટલીય શાખાઓ છે જેમાં તક મળી શકે છે.
અમદાવાદ કેરિયર
પહેલાં જ્યારે પણ માસ કોમ્યુનિકેશન શબ્દ સાંભળવામાં આવતો હતો તો દરેક વ્યક્તિ એવું જ વિચારતો હતો કે તે અભ્યાસ કર્યા બાદ યુવા પત્રકારિતા કરશે, પત્રકાર બનશે. પરંતુ સમયની સાથે તેની માંગ અને વિસ્તાર વધવા લાગ્યો છે. ખૂબજ ઓછા લોકો માસ કોમ્યુનિકેશનની અલગ અલગ શાખાઓ બાબતે જાણે છે. માસ કોમ્યુનિકેશનમાં પત્રકારિતા ઉપરાંત અલગ અલગ વિભાગોમાં કારકિર્દી બનાવવા માટેનાં વિકલ્પ મોજુદ છે, સાથે જ તેમાં સેલેરી પેકેજ પણ સારું મળે છે. મલ્ટીનેશનલ કંપનીઓની સંખ્યા વધવા, સમજ અને અલગ અલગ ક્ષેત્રોમાં રસ વધવાથી વિદ્યાર્થીઓ કાંઈક અલગ કરવાનો વિચાર રાખે છે, જે કારણે અન્ય શાખાઓમાં તેનાં પ્રોફેશનલ્સની માંગ વધવા લાગી છે.
માસ કોમ્યુનિકેશનની શાખાઓ
પત્રકારત્વ ઉપરાંત માસ કોમ્યુનિકેશનમાં એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, એનિમેશન, રેડિયો જોકી, સ્ક્રિપ્ટ રાઇટર, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટરી મેકિંગ વગેર સામેલ છે. આ દરેકમાં વ્યક્તિને પોતાને અભિવ્યક્ત કરવાની સાથે શ્રેષ્ઠ રીતે સંવાદ કરવાનો હોય છે. આ ઉપરાંત કેટલીય શાખાઓ છે જેમાં તક મળી શકે છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
માસ કોમમાં વ્યક્તિની શૈક્ષણિક લાયકાતની પહેલાં સારી પર્સનાલિટી પણ જરૂરી છે. ઉમેદવારને બોલવાની તથા લખવાની કળા આવડવી જોઈએ. એકેડેમિક સ્તર પર બેચલર્સ, માસ્ટર્સ, પીએચડી તથા ડિપ્લોમા ધારક વિદ્યાર્થી નોકરી મેળવી શકે છે. જરૂરી નથી કે આટ્ર્સ શાખાનાં વિદ્યાર્થીઓ જ આ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ શાખાનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે.
આ રીતે મળે છે પ્રવેશ
સ્કૂલ લેવલનો અભ્યાસ કર્યા બાદ સંબંધિત ક્ષેત્ર માટે કૉલેજ અથવા યૂનિવર્સિટીમાં પ્રવેશ માટે આજકાલ એન્ટ્રન્સ એક્ઝામ આયોજિત કરવામાં આવે છે. આ પ્રકારની એક્ઝામમાં ભાષાનું જ્ઞાન, અનુવાદ, સાહિત્ય પ્રત્યેનો લગાવ, સંબંધિત ક્ષેત્રમાં સંબંધિત સમયામયિક ઘટનાઓ, લેખન, માળખાગત સમજ, જનરલ નોલેજથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલીય વાર રીઝનિંગથી જોડાયેલા સવાલો પણ પૂછી લેવામાં આવે છે. તેમાં પ્રાપ્ત મેરિટનાં આધાર પર જ પ્રવેશ આપવામાં આવે છે. જો વાત અગર નોકરી માટે પ્રવેશ પામવાની હોય તો વિદ્યાર્થીની યોગ્યતા ઉપરાંત ત્રણ વર્ષનું પ્રેક્ટિકલ નોલેજ અને રસને આધાર માનવામાં આવે છે. કોમ્યુનિકેશન સ્કિલ્સ પર પણ ધ્યાન આપવામાં આવે છે.
ક્યાં મળી શકે છે જોબ્સ
સરકારી અને ખાનગી કેટલાંય ક્ષેત્રોમાં આ ફિલ્ડનાં પ્રોફેશનલ્સને નોકરી મળી શકે છે. આમ તો વધુ પડતી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ કેમ્પસ પ્લેસમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓને નોકરી અપાવે છે. આ ઉપરાંત પોતાની સ્કિલ્સનાં આધાર પર પણ અલગ અલગ જગ્યાઓ પર રિપોર્ટર, તંત્રી ઉપરાંત પીઆર, લેઆઉટ ડિઝાઇનર, ફોટોગ્રાફર, મેનેજર, પ્રૂફ રીડર, પબ્લિક રિલેશન ઓફિસર, એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ, ફ્રીલાન્સર, ડોક્યૂમેન્ટરી મેકર સહિત કેટલાંય પદો પર કામ કરી શકાય છે. પોતાનાં બિઝનેસનાં રૂપમાં પોતાનું મીડિયા હાઉસ શરૂ કરીને તેની સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ખોલી શકાય છે.
અહીંથી કરી શકો છો અભ્યાસ
માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ આમ તો દરેક રાજ્યની યુનિવર્સિટીમાં થાય છે, પરંતુ કેટલાંક વિકલ્પો છે જેની પર નજર નાંખી શકાય છે. રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર, દિલ્હી યુનિવર્સિટી, નવી દિલ્હી, માખનલાલ ચતુર્વેદી પત્રકારિતા વિશ્વવિદ્યાલય, ભોપાલ, હરિદેવી જોશી પત્રકારિતા વિશ્વવિદ્યાલય જયપુર, વર્ધમાન મહાવીર ઓપન યૂનિવર્સિટી, કોટા, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી, નવી દિલ્હી વગેરે.