અમદાવાદ કેરિયર
વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન કેટલાંય વિદ્યાર્થીઓનું હોય છે. છે. પરંતુ વધુ માહિતી ન હોવાને લીધે વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય બદલી લે છે, તો આપ પણ જો વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો જરૂરથી વાંચો આ ટિપ્સ.
પોતાને પૂછો સવાલ
વિદેશમાં અભ્યાસ કરવાનો નિર્ણય લેતા પહેલાં પોતાની જાતને સવાલ કરો. જેમકે, ત્યાં જઈને કયો કોર્સ અથવા કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશો. જે યૂનિવર્સિટીમાં એડમિશન લેવા માંગો છો તેની એડમિશન પ્રોસેસ કેવી હશે? આ તમામ બાબતો આપને વિદેશમાં અભ્યાસ કરતા પહેલાં ક્લિયર કરી લેવી જોઈએ.
જાણો એડમિશનની સાચી પ્રક્રિયા
લગભગ દરેક યૂનિવર્સિટીની એડમિશનની પ્રક્રિયાઓ એક વર્ષ પહેલાં જ ઓપન કરી દે છે. એવામાં આપને એડમિશનથી જાેડાયેલી દરેક નાની-મોટી માહિતી મેળવી લેવી પડશે. સાથે જ એ પણ જાણી લેવું પડશે કે વિદેશની એડમિશન પ્રક્રિયા ભારત કરતાં કેટલી અલગ છે. એપ્લીકેશન ફોર્મની લાસ્ટ ડેટ પર નજર રાખો. આ દરેક વાતોને ધ્યાનમાં રાખીને જ આપ પોતાની પસંદગીની કૉલેજમાં એડમિશન લઈ શકો છો.
ડૉક્યુમેન્ટ્સ સાચવીને રાખો
વિદેશમાં કોઈ યૂનિવર્સિટીમાં એડમિશન લેતા પહેલાં પોતાનાં બધા જ જરૂરી ડૉક્યુમેન્ટ્સ જોઈ-ચકાસી લો. એવું ન બને કે આપ એડમિશન લેવા જઈ રહ્યાં હો અને ડોક્યુમેન્ટ્સ લેવાનું ભૂલી જાઓ.
પસંદગીની કૉલેજ માટે આપો ટેસ્ટ
વિદેશમાં આપની પસંદગીની કૉલેજ ઇચ્છો છો તો વિદ્યાર્થીઓએ Standardized International Test આપવી પડશે. મોટાભાગની ટોપ કૉલેજમાં બિઝનેસ, કાયદા અને અન્ય MS Program કોર્સિસમાં અભ્યાસ કરવા માટે GRE ટેસ્ટ આપવી પડશે. ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે GMAT આપવી પડશે. દરેક ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને એડમિશન લેવા માટે TOEFL અને IELTS ટેસ્ટ આપવી પડશે. સાથે જ ગ્રેજ્યુએશન કોર્સિસમાં એપ્લાય કરવા માટે જીછ્ અને છઝ્ર્ ટેસ્ટ આપવી પડશે. વિદ્યાર્થીઓને એડમિશનને લઈને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તે કૉલેજની વેબસાઇટ ચેક કરી શકો છો, જેમાં એડમિશન લેવા માંગો છો.
કઈ કૉલેજમાં મળશે સ્કોલરશિપ
એ સાચું છે કે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ ઘણો છે, પરંતુ આપ તે કૉલેજમાં એપ્લાય કરો જ્યાં આપને વિદેશી સ્કોલરશિપ સરળતાથી મળી જાય.
રહેવાની જગ્યા
વિદેશમાં જેટલો સમય આપ સારી યૂનિવર્સિટી શોધવામાં લગાડી રહ્યાં છો, તેટલો જ સમય એક સારો રૂમ શોધવામાં લગાવો, જેમાં આપ રહેવાના છો. સાથે જ કોશિશ કરો કે આપનો રૂમ અથવા હૉસ્ટેલ કૉલેજની નજીક હોય, જેનાંથી આપનો સમય બચશે.
સારી સંગત
વિદેશમાં પહોંચ્યા બાદ આપ સારા મિત્રોના સંપર્કમાં આવો અને તેમની સાથે હળવામળવાનું વધારો.
વિદેશમાં અભ્યાસ કરતા પહેલાં જાણી લો આ 7 વાતો…
Date:



