દેશ છોડીને વિદેશની કૉલેજ અથવા યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવો વિદ્યાર્થી માટે સરળ નથી હોતો. સૌથી પહેલાં તો તેણે કલ્ચર ચેન્જનો સામનો કરવો પડે છે અને પછી સૌથી મોટી સમસ્યા એજ્યુકેશન સિસ્ટમ બને છે, જે તેનાં દેશથી બિલકુલ અલગ હોય છે. એવામાં કેટલીય વાર સ્ટ્રેસ વધી જાય છે અને ક્યારેક સારા નંબર લાવનારા વિદ્યાર્થીઓ પણ ખરાબ પરફોર્મ કરવા લાગે છે.
અમદાવાદ કેરિયર

આ પરિસ્થિતિમાં અમે આપી રહ્યાં છીએ કેટલીક ખાસ ટિપ્સ
પ્લાન બનાવો
પોતાની ક્લાસથી લઈને એક્ઝામ સુધીનાં શિડ્યુલને લઈને પ્લાન બનાવો. આનાંથી આપ સોશિયલ લાઇફની સાથે જો પાર્ટ ટાઇમ જોબ કરવા માંગતા હો તો તે પણ કરી શકશો. સૌથી સારી વાત એ હશે કે બધું જ પ્લાન્ડ હોવાને કારણે આપને અભ્યાસની સાથે સમાધાન નહીં કરવું પડે.
ટાઇમ ટેબલ
કયો વિષય ક્યારે વાંચવાનો છે અને કેટલા સમય સુધી તેને લઈને ટાઇમ ટેબલ બનાવો. આને આપના પ્લાનની સાથે મેચ કરો. એવું કરવાથી આપ અભ્યાસ અને સોશિયલ લાઇફની વચ્ચે એડજસ્ટ કરવાની કોશિશથી થનારા સ્ટ્રેસથી બચી જશો, જે એકાગ્રતા કેળવવામાં મદદ કરશે.
સવાલ પૂછો
સવાલ જરૂર પૂછો. માન્યું કે આપ દેશ, કૉલેજ અને ક્લાસમાં નવા છો, પરંતુ આપનો ખચકાટ આપનાં અભ્યાસ પર નેગેટિવ અસર કરશે. કોઈપણ ટોપિક પર કોઈપણ સવાલ હોય, આપ પોતાના સાથી ક્લાસમેટ અથવા પ્રોફેસરને પૂછો. વર્ગ દરમ્યાન કોઈપણ વિષય પર મનમાં આવનારા સવાલને જો આપ તે જ સમયે હલ કરી લેશો તો જવાબ પરીક્ષા સુધી દિમાગમાં રહેશે.
સ્ટડી ગ્રુપનો બનો હિસ્સો
દોસ્તોની સાથે કૉલેજમાં સ્ટડી ગ્રુપનો પણ હિસ્સો બનો. એવા ગ્રુપનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં સમયે એક-બીજાને સવાલ કરીને નિરાકરણ લાવી શકે છે, કે ટોપિક્સને સમજી શકે છે. જો આપનાં દ્વારા કૉલેજમાં કોઈ ક્લાસ મિસ થઈ જાય તો આ ગ્રુપનાં કોઈપણ મેમ્બરથી આપ સહેલાઈથી તે દિવસે ભણાવવામાં આવેલા વિષયને સમજવાની સાથે તેની નોટ્સ પણ લઈ શકો છો.
જૂનાં પ્રશ્નપત્રો
જૂની પરીક્ષાઓનાં પ્રશ્નપત્રો સોલ્વ કરવાની આદત બનાવો. આ આપને અભ્યાસની પ્રોગ્રેસ જાણવામાં મદદ કરશે જ સાથે જ એ પણ જાણવામાં મદદ કરશે કે ત્યાં કેવી પેટર્નમાં સવાલ પૂછવામાં આવે છે.