વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે રમતગમત અને ડાન્સ, કરાટે જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલાનાં વર્ષોમાં આ પ્રકારે અન્ય એક્ટિવિટીઝ પર આટલી સારી રીતે ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને આ પ્રકારે એક્ટિવિટીઝ જોવા મળી રહી છે.
અમદાવાદ કેરિયર
વિદ્યાર્થીઓના વિકાસ માટે શિક્ષણની સાથે-સાથે અન્ય એક્ટિવિટી પણ જરૂરી છે કે નહીં? આ વિશે આપનો શો અભિપ્રાય છે?
છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરમાં એક વાત જોવા મળી રહી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણની સાથે સાથે રમતગમત અને ડાન્સ, કરાટે જેવી અન્ય એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાઈ રહ્યું છે. પહેલાનાં વર્ષોમાં આ પ્રકારે અન્ય એક્ટિવિટીઝ પર આટલી સારી રીતે ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી આ ટ્રેન્ડ બદલાયો છે. અને આ પ્રકારે એક્ટિવિટીઝ જોવા મળી રહી છે.
ડિસેમ્બર માસમાં શહેરની ઘણી સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શન પણ કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થી મિત્રોએ ડાન્સ, સિંગિગ, નાટક જેવી અન્ય કલાઓમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. એક રીતે જાેવા જઈએ તો આ ખૂબજ સારી વાત છે કે વિદ્યાર્થી માત્ર ને માત્ર ભણવા પૂરતો મર્યાદિત ન રહે. એ વાત તો ચોક્કસ છે કે ભણવું ખૂબજ જરૂરી છે, પરંતુ તેના માનસિક અને શારીરિક વિકાસ માટે ભણવાની સાથે સાથે ઇત્તર પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. વિદ્યાર્થીઓ ભણવા સિવાયની અન્ય એક્ટિવિટીઝમાં પણ જાે કુશળતા ધરાવતા હોય તો તેનાંથી તેમનો સેલ્ફ કોન્ફીડન્સ વધે છે. જેનાં લીધે આગળ જતાં તેઓ વધુ પોઝીટિવ બને છે. ભણવામાં નબળો વિદ્યાર્થી પણ અલગ-અલગ એક્ટીવિટીઝમાં સારો દેખાવ કરી શકે છે. છેલ્લાં પાંચેક વર્ષમાં તો શહેરમાં ઘણી સ્કૂલો અલગ અલગ એક્ટીવિટીઝ પર વધુ ભાર મૂકી રહ્યાં છે. વિદ્યાર્થીઓ એન્યુઅલ ફંક્શનનાં એક મહિના પહેલાથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દે છે. અને તેના માટે જીવ રેડી દે છે. જેનાં લીધે તેમનો ભણવા સિવાય પણ ઘણી બધી એક્ટીવિટીઝમાં વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ હવે સ્પોટ્ર્સ, ગરબા, ડાન્સ, સિંગિગ જેવી ઘણીબધી ચીજોમાં ભાગ લેવા માટે હવે ઉત્સુક જોવા મળે છે. શહેરની કોઈપણ શાળામાં તમે જઈને કોઈ વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરો તો તે વર્ગનાં વિદ્યાર્થીઓમાંથી ઓછામાં ઓછા ૫૦% વિદ્યાર્થીઓ અલગ અલગ એક્ટિવિટીઝમાં જોડાયેલા હશે. ઇંગ્લીશ સ્પીકિંગનાં ક્લાસીસ પણ હાલ અમદાવાદમાં ઘણા જોવા મળી રહ્યાં છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા શીખવવામાં આવતા ઇંગ્લીશ સ્પીકિંગનાં ક્લાસીસ પણ હાલ અમદાવાદમાં ઘણા જોવા મળી રહ્યાં છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા શીખવવામાં આવતા ઇંગ્લિશ સ્પીકિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળે છે. શહેરની કેટલીક સ્કૂલો તો આ પ્રકારની એક્ટીવિટીઝનાં વર્ગો તો જાતે જ ચલાવતી હોય છે, જેમાં ભાગ લેવો વિદ્યાર્થીઓને મરજીયાત હોય છે. વિદ્યાર્થી ઇચ્છે તો આ પ્રકારની એક્ટિવિટીઝમાં શાળાનાં સમય બાદ ભાગ લઈ શકે છે. આવો હવે એક ટ્રેન્ડ બનતો જાય છે. એકંદરે આ બધી એક્ટિવિટીઝ શાળાનાં સમય પછી હોવાથી એકંદરે તો તેમાં બાળકનો વિકાસ જ થાય છે, જે ખૂબજ સારી બાબત છે.