સફળતાનો મંત્ર અજમાવીને આપ પોતાના દમ પર પણ કારકિર્દીમાં સફળ થઈ શકો છો. તો જાણી લો આ ખાસ બાબતો…
અમદાવાદ કેરિયર
આપ સફળતાનો આ મંત્ર અજમાવીને પોતાના દમ પર પણ કારકિર્દીમાં સફળ થઈ શકો છો. જો વર્કપ્લેસ પર આપને બોસનો સારો સપોર્ટ નથી મળી રહ્યો તો ટેન્શન લેવાની જરૂર નથી. આવો જાણીએ આ ખાસ રીતો બાબતે…
પોતાના પક્ષમાં ટીમ બનાવો
માત્ર એક બોસ પર આધારિત રહેવાને બદલે આપે કારકિર્દીમાં સપોર્ટ બાબતે કંપનીમાં હાજર પૂરી ટીમની મદદ લેવી જોઈએ. જાે આપ પૂરી રીતે પોતાના બોસ પર નિર્ભર હો તો આપને નુકસાન પણ થઈ શકે છે. તેમની કંપની છોડીને જવાથી આપ એકલા પડી શકો છો. આપનું નેટવર્ક પણ નહીં બની શકે. કારકિર્દીમાં એવા લોકોને શોધો, જેની સ્ટાઇલ અને એચિવમેન્ટને આપ પસંદ કરતા હો. તેમાંથી શીખવાની કોશિશ કરો.
કામ દેખાતું રહે
જો આપના બોસ આપને પ્રમોટ નથી કરતા તો આપ પોતાનું પ્લેટફોર્મ શોધો. ક્રોસ ફંક્શનલ અથવા ઇન્ટરનલ પ્રોજેકટ્સ શોધો. આનાથી કંપનીમાં આપનો ફાળો વધશે. જો આપને મોકો ન મળે તો એવા પ્રોજેક્ટ્સનું પ્રપોઝલ આપી શકો છે, જે આપની વેલ્યુઝ અને વિઝન સાથે મેળ ખાતું હોય. વર્કપ્લેસ પર આપનું કામ સૌને દેખાવું જોઈએ.
મદદ ઓફર કરો
દરેક કંપનીમાં કેટલાંક ઇન્ફ્લ્યૂએન્સર હોય છે. જો આપ કારકિર્દીમાં નવા હો અને મેન્ટર ન બનાવવા માંગતા હો તો આ પ્રકારના ઇન્ફ્લ્યૂએન્સર્સ સાથે વાત કરી શકો છો અને મદદ ઓફર કરી શકો છો. તે આપને શું આપી શકે છે, તે બાબતે વિચાર કરવાને બદલે જાતે કાંઈ નવું શીખવા, કરવા અને મદદની કોશિશ કરો.
બહાર પણ સક્રિય રહો
કેટલીવાર કંપનીનાં બહાર સક્રિય હોવાથી આપ કંપનીની અંદર પણ પોતાની ધાક જમાવી શકો છો. આપે કંપનીની બહાર પોતાની પ્રતિષ્ઠા બનાવવી જોઈએ. આપ ઇચ્છો તો ઇન્ડસ્ટ્રી એસોસિયેશન સાથે પણ જોડાઈ શકો છો અને ત્યાં કોઈ મહત્વપૂર્ણ લીડરશિપ પર કામ કરી શકો છો. પોતાના ફિલ્ડની માહિતી અન્યો સાથે વહેંચવા માટે સોશિયલ મીડિયાની મદદ પણ લઈ શકો છો. જ્યારે આપના કામ બાબતે ચર્ચા થાય છે તો કંપનીમાં આપની છાપ સારી બને છે.
નવું શીખતા રહો
આપને ઇન્ડસ્ટ્રીમાં થનારા ફેરફારો બાબતે પૂરી માહિતી હોવી જોઈએ. આપને નવા ટ્રેડ્સની સમજ પણ હોવી જોઈએ. જો આપ વર્કપ્લેસ પર બોસના સપોર્ટ વગર ટકી રહેવા માંગો છો તો આપની પાસે કામનું પૂર્ણ નોલેજ હોવું જરૂરી છે. આપ હંમેશા કાંઈ ને કાંઈ નવું શીખી રહ્યાં છો, તો આપ કોઈ ઓનલાઇન કોર્સ જોઈન કરી શકો છો.