fbpx

GATE – સરકારી નોકરી અને મોટી સ્કોલરશિપનાં રસ્તા ખોલે છે ગેટનો સ્કોર

Date:

જો આપે GATE (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને આપને આગળ એમટેકમાં પ્રવેશ નથી લેવો, તો પણ માત્ર ગેટનો સ્કોર જ આપના માટે કારકિર્દીનાં કેટલાંય રસ્તા ખોલી આપે છે. આવો જાણીએ આવી જ પાંચ તકો બાબતે…

અમદાવાદ કેરિયર
જો આપે ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જીનિયરિંગ)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને આપને આગળ એમટેકમાં પ્રવેશ નથી લેવો, તો પણ માત્ર ગેટનો સ્કોર જ આપના માટે કારકિર્દીનાં કેટલાંય રસ્તા ખોલી આપે છે. આવો જાણીએ આવી જ પાંચ તકો બાબતે…
GATE – સરકારી નોકરી અને મોટી સ્કોલરશિપનાં રસ્તા ખોલે છે ગેટનો સ્કોરખુલે છે સરકારી નોકરીની તકો
જો આપ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ કાર્ય કરતી અલગ અલગ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયૂ) જેમ કે – બીએસએનએલ, પાવર ગ્રિડ અને ઇલેક્ટ્રિક બોર્ડ, ઓએનજીસી, કોલ ઇન્ડિયા લિમિટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન, ફૂડ સપ્લાય કોર્પોરેશન વગેરેમાં સીધી નિમણૂંક ઇચ્છો છો, તો આપના ગેટના સ્કોર પરથી આપ આ વિભાગોમાં નોકરી માટે અરજી કરી શકો છો. શરૂઆતમાં આ નોકરીઓ હંગામી હોય છે, પરંતુ આપનાં પ્રદર્શન અને ખાલી પડેલી જગ્યાઓ અનુસાર આપ તેમાં કાયમી થઈ શકો છો.
વિદેશી કંપનીઓમાં પણ નોકરીઓ
અલગ અલગ વિદેશી કંપનીઓ, જેમકે ગૂગલ, સિસ્કો, સીમેન અને દેશી કંપનીઓ, જેમકે મહિન્દ્રા, મારુતિ, ટાટા વગેરે ગેટ પાસ કરેલ વિદ્યાર્થીઓની નિમણૂંક કરે છે. આ કંપનીઓમાં એવા અરજદારોને સીધા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.
શિક્ષણના ક્ષેત્રમાં પણ મળી શકે છે તરત નિમણૂંક
ગેટ સ્કોર બાદ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ કેટલીય એન્જીનિયરિંગ કોલેજો તથા ડીમ્ડ યુનિવર્સિટીઓમાં ટીચિંગની ખાલી પડતી જગ્યાઓ પર પણ નિયુક્તિ મળી શકે છે. વિદેશી યુનિવર્સિટીમાં ગેટના આધાર પર સીધી નિમણૂંક મળી શકે છે, જ્યારે ભારતમાં આપને ટીચિંગ કરવાની સાથે યૂજીસીની નેટ પરીક્ષા પાસ કરવાની સગવડ પણ આપવામાં આવે છે. જ્યાં ગેટ બાદ આ નિમણૂંક કેટલાંક વર્ષો માટે થઈ શકે છે, તો યૂજીસી-નેટ પરીક્ષા પાસ કરવાથી આ નિમણૂંક કાયમી પણ થઈ શકે છે.
રિસર્ચ સંસ્થાઓમાં પ્રવેશ
ભારતમાં કેટલીય રિસર્ચ સંસ્થાઓ, જેમકે કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ન્યૂરોસાયન્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ અને એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ વગેરે દ્વારા આકર્ષક સ્કોલરશિપ પર રિસર્ચ કરવાની તક પણ મળી શકે છે.
વિદેશમાં અભ્યાસ
બીટેક બાદ આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ પર વિદેશ જવા માંગો છો, તો ગેટ સ્કોર મદદરૂપ સાબિત થઈ શકે છે. ઘણી વિદેશી યૂનિવર્સિટીઓ ગેટ સ્કોરના આધાર પર આકર્ષક સ્કોલરશિપ આપીને કોર્સમાં પ્રવેશ આપે છે. જેમાં સિંગાપુર અને જર્મનીની કેટલીય યુનિવર્સિટીઓ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

હવે ફ્રીમાં કરી શકાશે JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ‘સાથી’ કરશે મદદ

NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે.

અમેરિકા કે ભારત… કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ છે બેસ્ટ?

ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ હવે TOEFL પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે પાંચ જ મિનિટમાં…

વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા...

SEOમાં છે નોકરીની ઘણી તકો, જાણો કેવી રીતે બનાવી શકાય તેમાં કારકિર્દી

યુવાનો માટે SEO એક ખૂબજ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. કારણ કે, આજે દરેક વેબસાઇટ તથા દરેક યુટ્યૂબ એકાઉન્ટને SEO એક્સપર્ટની જરૂર પડે છે