વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં પાંચેક વર્ષથી વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જાવા મળ્યો છે. અમેરિકા વર્ષોથી વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. વૈશ્વિક સ્તરની અનેક યુનિવર્સિટીઓ અને કાલેજા અમેરિકામાં આવેલી છે. જેની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થી વૈશ્વિક સ્તર પર ક્યાંય પણ જાબ મેળવી શકે છે. ખાસ કરીને મેડિકલનાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વિદેશની વાટ વધુ પકડે છે. મેડિકલનાં ક્ષેત્રમાં ભારતમાં સીટો ઓછી છે, અને અભ્યાસનો ખર્ચ પણ વધુ થાય છે. તેની સરખામણીમાં અન્ય દેશોમાં જા મેડિકલનો અભ્યાસ કરવામાં આવે તો તે પ્રમાણમાં સસ્તો પડે છે.
અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહેલાં કરતાં એડમિશનની પ્રોસેસ હવે વધુ સરળ છે, જેથી વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં પણ સરળતા રહે છે. અને જે-તે દેશમાં રહીને સેટલ થવાની કે અહીં ભારત આવી પોતાની કારકિર્દી સેટ કરવાની વિપુલ તકો રહેલી છે. ભારતમાં વિદેશી ડિગ્રીની માંગ વધુ જાવા મળે છે. વિદેશની ડિગ્રી મેળવ્યા બાદ અહીં ભારત આવીને પોતાની કારકિર્દી સેટ કરવા માંગતા વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ સારા ચાન્સ રહે છે. લોકો વિદેશી ડિગ્રીને વધુ અગ્રિમતા આપે છે. વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર વિશ્વ એક બજાર તરીકે ઉભરે છે. એમબીએ, આઈટી, મેડિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં તો અહીંની ડિગ્રી કરતાં વિદેશી ડિગ્રીઓની માંગ વધુ જાવા મળે છે. વિદેશ અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને મોટાભાગની યૂનિવર્સિટી કે કોલેજ રોજના ચાર કલાક માટે પાર્ટ ટાઇમ જાબ કરવાની પરવાનગી આપે છે. જેથી તેઓ પોતાનો શિક્ષણનો ખર્ચ વહન કરી શકે. આ કારણને લીધે વિદ્યાર્થીઓના વાલીઓને પણ ખર્ચમાં રાહત રહે છે. વિદેશી યૂનિવર્સિટીની લાખો રૂપિયાની ફી એકલા હાથે વહન કરવાની આવતી નથી. વિદ્યાર્થી પોતાની જાતે પાર્ટટાઇમ જાબ કરીને પણ ઘણો ખર્ચ વહન કરી શકે છે. અહીં ડિપ્લોમા કે ડિગ્રી મેળવીને ભારતમાં જાબ કરતાં વિદ્યાર્થીઓ કરતાં અહીં ડિપ્લોમા કે ડિગ્રી કરેલ વિદ્યાર્થીઓ જો યૂએસમાં સેટલ થાય તો તેઓ વધુ સારી રીતે પોતાની લાઇફ સેટલ કરી શકે છે. એકંદરે જા હું મારા વિચારો રજૂ કરું તો એટલું જ કહીશ કે ધોરણ-૧૨ કે ગ્રેજ્યુએશન બાદ જા વિદ્યાર્થી વિદેશની વાટ પકડે તો તેનાં ભવિષ્યનાં ચાન્સીસ વધી જાય છે. તેને વિદેશમાં સેટ થવાની અથવા તો ભારતમાં પરત આવીને પોતાની કારકિર્દી સેટ કરવાની પૂરેપૂરી તક રહે છે. માત્ર ગુજરાતમાં જ તમને એવા કેટલાંય દાખલા જાવા મળશે જે વિદ્યાર્થીઓ ખૂબજ તકલીફમાં રહીને વિદેશ અભ્યાસ માટે ગયા હોય, અને હાલમાં અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર થઈને સારામાં સારું વળતર પામી રહ્યાં હોય. આઈટીનાં ફિલ્ડમાં તો યૂએસ બેસ્ટ ઓપ્શન છે. હાલનો યુગ આઈટીનો ચાલી રહ્યો છે. જેથી ભારત કે અમેરિકામાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કર્યા બાદ યૂએસમાં જો પોતાની કારકિર્દી સેટ કરે તો તેઓ સારામાં સારું વળતર પામી શકે છે. એકંદરે વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારે જ નક્કી કરવાનું હોય છે. અમે તો માત્ર આપને માર્ગદર્શન આપી શકીએ છીએ. પરંતુ એક વાત નક્કી છે કે જે વિદ્યાર્થીની નિર્ણયશÂક્ત ૧૩ વર્ષથી માંડીને ૧૮-૨૦ વર્ષ સુધી સારી રહે છે અને તે સમયગાળા દરમ્યાન જે વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે છે, તે વિદ્યાર્થીને જીવનભર તકલીફ રહેતી નથી. તે પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ સર્જન કરી શકે છે.
છેલ્લાં થોડાં સમયમાં વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
Date: