વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે દરેક વિષય સરખો જ મહત્વપૂર્ણ એટલે કે સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે. માત્ર મેથ્સ કે સાયન્સને છોડીને બાકીના વિષયો પર પૂરતું ધ્યાન ન આપવું તેવું અમુક વિદ્યાર્થીઓ કરતાં હોય છે. પરંતુ આ યોગ્ય નથી. બોર્ડ પરીક્ષાની તૈયારી માટે દરેક વિષયો સરખાં જ મહત્વપૂર્ણ હોય છે. તેથી મુદ્દા કે ટોપિક્સ બનાવીને બોરિંગ સબ્જેક્ટને પણ રસ પડે તેવી રીતે બનાવી શકાય અને તેમાંથી પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. મૂળ સવાલ એ છે કે તમારી પરીક્ષા માટેની તૈયારી કરવાની રીત કેવી છે?
દરેક વિષય માટે અઠવાડિયામાં ટાઇમટેબલ બનાવી લેવું અને તે પ્રમાણે રોજ અલગ-અલગ વિષયોને તૈયાર કરવા. તથા દરેક વિષયો પર સરખો ભાર મૂકવો. સહેલામાં સહેલા વિષયો પર પણ અઠવાડિયામાં એક વાર તો નજર મારવી જ જાઈએ. અઘરા વિષયો પર વધુ કલાકો ફાળવવા જાઈએ અને સહેલા વિષયો માટે જરૂર પૂરતો સમય ફાળવવો જાઈએ. પરંતુ નિયમિત રીતે તેની પણ તૈયારી તો કરવી જ રહી. ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ ઓવર કોÂન્ફડેન્સમાં રહી જાય છે અને અઘરા વિષયો સારી રીતે પાસ કરી લે છે, પરંતુ સહેલા લાગતા વિષયો પર જરૂરી ધ્યાન પહેલાંથી ન આપ્યું હોવાથી તેમાં સારા સ્કોરિંગ માર્ક્સ આવતા નથી. જેનાં લીધે વિદ્યાર્થી પાસ તો થઈ જાય છે, પરંતુ તેનાં પર્સન્ટેજ પર તેની અસર પડતી હોય છે. આથી ઊલ્ટું કેટલાંક વિદ્યાર્થીઓ સાથે એવું પણ બનતું હોય છે કે, સહેલા વિષયોમાં સારા માર્ક્સ હોવાને લીધે અઘરા વિષયો જેવાં કે ગણિત, વિજ્ઞાનમાં સારા માર્ક્સ ન હોવા છતાં પણ તેમનાં પર્સન્ટેજમાં સુધારો થઈ શકે છે. તેથી મારી તો દરેક વિદ્યાર્થીઓને એક જ સલાહ છે કે, વધુ પડતાં ઓવરકોÂન્ફડેન્ટ ન બનતાં દરેક વિષયમાં યોગ્ય મહેનત કરી લેવી. જેનાંથી એવું બને કે કોઈ એક વિષયમાં જા માર્ક્સ ઓછા રહે તો પણ અન્ય વિષયોમાં સારા માર્ક્સ હોવાને લીધે તેમનાં પર્સન્ટેજ પર બહુ અસર ન પડે. સહેલા લાગતાં વિષયોમાં કરેલી મહેનતને લીધે તમારા પર્સન્ટેજ હાઈ રહેવાનાં સારા ચાન્સીસ રહે છે. કારણ કે તે વિષય અન્ય કરતાં સહેલાં હોય અને તેમાં તમારી તૈયારી પણ યોગ્ય હોય એટલે તમે ધારો તેટલા માર્ક્સ કવર કરી શકો છો. જેવી રીતે એક દોડવીર માટે એક-એક સેકન્ડનું મહ¥વ હોય છે. એક સેકન્ડ આગળ-પાછળ થવાથી તેના નંબરમાં પણ ફેરફાર થઈ શકે છે, બરાબર તેવી જ રીતે એક-એક માર્ક્સનું મહ¥વ વિદ્યાર્થીને હોય છે. વિદ્યાર્થી દરેક વિષયમાં જા સારું પર્ફોર્મ કરે તો જ તેને સારા માર્ક્સ આવી શકે છે. અન્યથા એવું બને કે એક વિષયમાં સારા માર્ક્સ હોય અને અન્ય વિષયમાં ખરાબ માર્ક્સ હોવાને લીધે તેની ટકાવારી જાઈએ તેટલી ન રહે. અને આગળ કોઈ સારા ફિલ્ડમાં તેને એડમિશન લેવામાં તકલીફ પડી શકે. એટલે પરીક્ષામાં નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એ પ્રકારની ગણતરી રાખીને જ મહેનત કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ આવી શકે છે.
દરેક વિષય હોય છે સ્કોરિંગ સબ્જેક્ટ, રાખો સરખી જ તૈયારી
Date: