અમદાવાદ કેરિયર
વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ લાઇફમાં કેટલાંક વિદ્યાર્થીઓ બેક બેન્ચર હોય છે, તો કેટલાંક આગળની બેÂન્ચસ પર બેસનારા અને હોંશિયાર વિદ્યાર્થીઓ હોય છે. મારી દૃષ્ટિએ એવા દરેક વિદ્યાર્થીઓ જે નાનપણમાં સ્કૂલનાં સમયમાં શાળાઓનાં વર્ગમાં પૂછેલા સવાલોનાં જવાબ આપવા માટે તરત આંગળી ઊંચી કરી દેતાં હોય છે, તે વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ આગળ વધી શકે છે. કારણ કે તેઓ માનસિક રીતે દરેક પ્રકારનાં સવાલોની સામે લડવાની તૈયારી કરી લેતાં હોય છે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ નાનપણથી જ દરેક બાબતે સંકોચ અનુભવતા હોય છે. હોંશિયાર હોવા છતાં પણ સ્કૂલ ટાઇમમાં તેમની આંગળી ઊંચી હોતી નથી. પરંતુ જા શિક્ષક તેમને સવાલ પૂછે તો તેનો તેઓ સાચો ઉત્તર આપે છે.
મારી દૃષ્ટિએ આ પ્રકારનાં વિદ્યાર્થીઓ પોતાનાં જીવનમાં દરેક પ્રકારે સંકોચ અનુભવતા હોવાથી ભવિષ્યમાં જ્યારે પોતાની કારકિર્દી સેટ કરવાનો સમય હોય ત્યારે પણ કોઈપણ કામ આગળ પડીને કરવામાં માનતા નથી. પરંતુ અન્યને ફોલો કરવામાં માને છે, કે પછી પોતાને જે કામ આપ્યું હોય છે, તે કામ કર્યા કરે છે અને કંઈ નવીન કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. જ્યારે અગાઉ મેં વાત કરી તે એવા પ્રકારનાં વિદ્યાર્થીઓ જે દરેક કામ આગળ પડીને કરવામાં વિશ્વાસ ધરાવતા હોય છે, તેઓ પોતે તે કામમાં નિષ્ફળ જશે તેવી શંકા ધરાવતા હોતા નથી, પરંતુ તે કામ કરવાનો જુસ્સો ધરાવતા હોય છે. જેનાં લીધે તેમને એવું નથી લાગતું કે હું આ કામ કરી શકીશ કે નહીં, આવા વિદ્યાર્થીઓ કોઈપણ કામ કરવા માટેનો જુસ્સો ધરાવતા હોય છે, તેઓની માનસિકતા જ એવી બનવા માંડે છે કે, આ કામ કેમ ન થાય? તેના લીધે તેઓ એકવાર તો સાહસ કરવા માટે કરી જ નાંખે છે, પોતે તે કામમાં સફળ થશે કે નિષ્ફળ તે અંગે ઝાઝો વિચાર કરતા નથી, તેના લીધે તેઓ સાહસ કરવામાંથી પાછા પડતા નથી. એકંદરે મારે તમામ વિદ્યાર્થીઓ માટે એટલું જ સૂચન કરવાનું છે કે, દુનિયા તમારી પર પછી વિશ્વાસ કરશે, પહેલાં આપણએ આપણી જાત પર વિશ્વાસ કરવો પડશે. જા આપણે જ એવું વિચાર્યા કરીશું કે હું આ કરી શકીશ કે નહીં? દરેક બાબતે પોતાની જાતને નીચી જ ગણ્યા કરીશું તો પછી લોકો આપણી પર કેવી રીતે વિશ્વાસ મૂકશે? આ દુનિયામાં સફળ થયેલી કોઈપણ વ્યક્તિને તમે જાઈ લો. ફેસબુક, ઓરેકલ, માઇક્રોસોફ્ટ કે એમેઝોનનાં સંચાલકને ભગવાને કોઈપણ પ્રકારનો સુપરપાવર નથી આપી દીધો, કે તેઓ જે કામ કરે તે સીધું જ પડે, અને જાદુઈ લાકડી નથી આપી દીધી કે તે ફેરવી દો એટલે દરેક કામ થઈ જાય. પરંતુ જા કોઈ વાત તેમને સામાન્ય માણસથી અલગ પાડે છે તો તે વાત છે તેમનો આત્મવિશ્વાસ. કાર્ય કરવાની ધગશ. આત્મવિશ્વાસથી કરેલ કાર્ય જ દરેક વ્યક્તિને આગળ વધારે છે. દુનિયામાં કોઈપણ સ્ટેજ પર પહોંચનારી વ્યક્તિને ભગવાને એટલું જ આપ્યું છે જેટલું આપણને આપ્યું છે. પરંતુ દરેક વ્યક્તિનાં વિચારો પોતાનાં હોય છે, દરેક વ્યક્તિએ જુસ્સો પોતાની જાતે જ જગાવવો પડે છે. આત્મવિશ્વાસમાં રહેનારી વ્યક્તિ ફેઈલ થવાથી ડરતી નથી. તે લોકોની માનસિકતા જ એવી બની જાય છે કે, તેઓ કોઇપણ કાર્ય કરતા પહેલાં બે જ પરિસ્થિતિનો વિચાર કરે છે કે, યા તો આપણે જીતીશું, યા તો કાંઈક શીખીશું. શા માટે એવો વિચાર કરીએ કે આપણે હારી જઈશું? આખરે મારે દરેક વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવાનું કે આપને જીતાડશે આપનો આત્મવિશ્વાસ. માટે દરેક વાતમાં આગળ રહેતાં શીખો. શિક્ષકોએ શાળાનાં વર્ગમાં પૂછેલ સવાલોનો જવાબ તો આગળ પડીને આપતા શીખો પરંતુ દરેક પ્રકારની ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડીને ભાગ લો. આપને જીતનો સામનો કરવો પડે કે હારનો… પરંતુ એક વાત ચોક્કસ છે કે આપનો આત્મવિશ્વાસ જરૂરથી વધશે. જે આપના માટે મોટી મૂડી સમાન છે.
નાનપણથી જ એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓ બની શકે છે વધુ સફળ
Date: