વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ત્યાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન શાળાએ અને ટ્યૂશન ક્લાસમાં નિયમિત જઈ અભ્યાસ કરતા હોય છે. પરંતુ જ્યારે ઘરે અભ્યાસ કરવાની વાત આવે ત્યારે તેઓ એટલા એક્યુરેટ રહી શકતા નથી. જેનાં લીધે તેમને જાઈએ તેટલું રિવીઝન થઈ શકતું નથી. હાલમાં પણ ઘણાં વિદ્યાર્થીઓ એવા બેદરકાર જાવા મળે છે કે, જેઓ એવું વિચારતા હોય છે કે, પરીક્ષાનાં સમયે છેલ્લો એક મહિનો મહેનત કરી લઈશું એટલે રિઝલ્ટ સારૂં આવી જવાનું જ છે. પરંતુ આટલો બધો આત્મવિશ્વાસ પણ સારો નથી.
છેલ્લાં દિવસોમાં જ્યારે દરેક વિષયો એક સાથે કવર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સતત ટેન્શનમાં રહે છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી શાળાનાં પહેલાં દિવસથી જ શરૂ કરી દેવી જાઈએ. શાળાનાં પહેલાં દિવસથી જ અભ્યાસ માટેનું યોગ્ય ટાઇમટેબલ તૈયાર કરી લેવું જાઈએ. તેનો સૌથી મોટો ફાયદો એ રહે છે કે, વિદ્યાર્થીને જે વસ્તુ ન આવડતી હોય, તે ચીજાને તે અલગ કરીને તેની ઉપર વધુ ધ્યાન આપી શકે છે. જેનાં લીધે તેને વધુને વધુ રિવીઝન થતું રહે છે. જેથી તેને અભ્યાસક્રમમાં આવતી કોઈપણ વસ્તુ અઘરી નથી લાગતી. દરેક વસ્તુઓ પર તે સારી રીતે ફોકસ કરી શકે છે. ગણિત, વિજ્ઞાન જેવા વિષયો, કે જે સરળતાથી પહેલી વાર અભ્યાસ કરવાથી સમજમાં ન પણ આવે, તેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. આ પ્રકારે પ્લાનિંગથી ચાલવાથી વિદ્યાર્થી પોતાને ન આવડતા મુદ્દાઓને અલગ તારવી શકે છે, અને તે જાતે મહેનત કરીને અથવા શિક્ષકોની સલાહ લઈને સોલ્વ કરી શકે છે. ધારો કે વિદ્યાર્થીઓ દરેક વિષય એક કે બે વાર વાંચતા હોય તો વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ચાર કે પાંચવાર વાંચીને તૈયાર કરી શકે છે. જેના લીધે તે પરીક્ષાનાં સમયે વધુમાં વધુ રિલેક્સ રહી શકે છે. જે વિદ્યાર્થી વર્ષ દરમ્યાન સતત અભ્યાસ કરતો રહેતો હોય, તેને પરીક્ષાનાં દિવસોમાં એટલી તૈયારી કરવાની રહેતી નથી, જેટલી અન્ય વિદ્યાર્થીઓએ કરવાની રહે છે. સતત અભ્યાસનાં લીધે સમગ્ર અભ્યાસક્રમ વિદ્યાર્થીના મગજમાં રમતો રહે છે. આથી પરીક્ષાનાં સમય દરમ્યાન સમગ્ર અભ્યાસક્રમ ઉપર ઉડતી નજર રાખવી પણ કાફી રહે છે. જે વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમ્યાન અભ્યાસ કરતા નથી અને વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચે છે. તેમનાં માટે પરીક્ષાનાં છેલ્લાં થોડાં દિવસોમાં સમગ્ર અભ્યાસક્રમ યાદ રાખવાનો મોટો પડકાર રહે છે. અને ધારો કે છેલ્લાં દિવસોમાં તેને કોઈ ચીજ ન આવડે તો તેની પાછળ આપવા માટે પણ વિદ્યાર્થી પાસે સમય હોતો નથી. તેથી જે વસ્તુ ન આવતે તેને પડતી મૂકીને અન્ય બાબતો મોઢે કરવી પડે છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨નાં વિદ્યાર્થીઓ માટે એક-એક માર્કની કિંમત હોય છે. વધુ પડતી બેદરકારી કે વધુ પડતો આત્મવિશ્વાસ વિદ્યાર્થીના પરિણામ પર અસર કરી શકે છે. શ્રેષ્ઠ શિક્ષકોની દેખરેખ હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન કરેલો અભ્યાસ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે. તેઓ પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરી શકે છે. અને સારામાં સારા પરિણામની આશા રાખી શકે છે. આથી મારી તો સમગ્ર વિદ્યાર્થીઓને સલાહ છે કે, જા આપ સારું પરિણામ લાવવા માટે કટિબદ્ધ હો તો આપે પહેલાં દિવસથી જ આ દિશામાં કદમ માંડી દેવા જાઈએ. કારણ કે સતત અભ્યાસ ગમે તેવા નબળા વિદ્યાર્થીને પણ હોંશિયાર બનાવી શકે છે. વિદ્યાર્થી સતત અભ્યાસ કરે તો તેને નાપાસ થવાનો ડર રહેતો નથી અને જ્યારે તે પરીક્ષામાં બેસે ત્યારે તે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. અને આત્મવિશ્વાસથી કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ હોતું જ નથી.
સમગ્ર વર્ષ દરમ્યાન તૈયારી કરનાર વિદ્યાર્થીઓ રહે છે વધુ સફળ
Date: