ભારતીય એમબીએ કોલેજ/સ્કૂલ માટે એક ખૂબજ સારા સમાચાર છે. QS Global MBA – Business Master Ranking 2025 (ગ્લોબલ રેન્કિંગ)માં અમેરિકાની 11 બિઝનેસ સ્કૂલોને ટોપ ટ્વેન્ટીમાં સ્થાન મળ્યું છે. અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સતત પાંચમાં વર્ષે પણ પહેલાં નંબર પર યથાવત છે. અમેરિકાની ટોપ-4 બિઝનેસ સ્કૂલમાં વ્હાર્ટન સ્કૂલ, હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને એમઆઈટી સામેલ છે.
અમદાવાદ કેરિયર
ભારતીય એમબીએ કોલેજ/સ્કૂલ માટે એક ખૂબજ સારા સમાચાર છે. QS Global MBA – Business Master Ranking 2025માં અમેરિકાની 11 બિઝનેસ સ્કૂલોને ટોપ ટ્વેન્ટીમાં સ્થાન મળ્યું છે. અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સતત પાંચમાં વર્ષે પણ પહેલાં નંબર પર યથાવત છે. અમેરિકાની ટોપ-4 બિઝનેસ સ્કૂલમાં વ્હાર્ટન સ્કૂલ, હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને એમઆઈટી સામેલ છે. ભારતની બિઝનેસ સ્કૂલોની રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે અને ત્રણ IIM એ વૈશ્વિક લેવલ પર ટોપ-100માં સ્થાન મેળવ્યું છે. દેશની કુલ 4 ફુલ ટાઇમ એમબીએ કોલેજોએ આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે, જેમાં ત્રણ નવી સંસ્થાઓ પણ સામેલ છે.
ભારતની IIM Banglore રેન્કિંગમાં 48મા નંબરે
મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે ગ્લોબલ લેવલ પર પણ આ સાબિત થઈ ચૂક્યું છે. ક્યૂએસ રેન્કિંગમાં IIM Banglore 48મા નંબર સાથે ટોપ પર છે, જ્યારે IIM Ahmedabad 60મા નંબર પર છે. IIM Kolkata એ 65મો નંબર મેળવ્યો છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ 86માં નંબરે છે.
આ વર્ષે આ આઈઆઈએમની રેન્કિંગમાં થોડો ઘટાડો થયો છે. જોકે વૈશ્વિક સ્તર પર ભારતની ચાર બિઝનેસ સ્કૂલો ટોપ-100માં છે. ત્રણેય IIMને રોજગારી અપાવના માટે અપાતા રેન્કિંગમાં ટોપ-50માં સ્થાન મળ્યું છે. જે નવી સંસ્થાઓને ક્યુએસ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે, તેમાં આઈઆઈએમ કોઝીકોડે 151-200 ગ્રેડમાં સ્થાન મેળવીને શરૂઆત કરી છે, જ્યારે ઇસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી-ગાઝીયાબાદ અને સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી 251 પ્લસ બેન્ડમાં સામેલ છે.
ગ્લોબલ એમબીએ રેન્કિંગ 2025 હેઠળ 58 દેશોની અલગ અલગ 340 બેસ્ટ ગ્લોબલ એમબીએ પ્રોગ્રામ અને માસ્ટર ડિગ્રીનું સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટ, ફાઈનાન્સ, માર્કેટિંગ, બિઝનેસ એનાલિટિક્સ અને સપ્લાય ચેન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી સામેલ છે. રોજગાર અને પૂર્વ વિદ્યાર્થીઓના પ્રભાવની દ્રષ્ટિએ આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈએમ કલકત્તાનું પ્રદર્શન સારું રહ્યું છે.
ઇન્ડિયન ફુલ ટાઇમ MBA પ્રોગ્રામઃ
ટોપ-100માં ચાર બિઝનેસ સ્કૂલો ઉપરાંત 10 અન્ય બિઝનેસ સ્કૂલોને ક્યુએસ વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. જેમાં આઈઆઈએમ ઇન્દોર, આઈઆઈએમ લખનઊ અને આઈઆઈએમ ઉદયપુર 2025ની રેન્કિંગમાં 151-200ની રેન્કમાં છે. ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ પણ 201-250ની લિસ્ટમાં છે. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ગુડગાંવ 201-250ની લિસ્ટમાં છે. જે ભારતની એજ્યુકેશન સિસ્ટમ માટે ખૂબજ સારા સંકેત કહી શકાય તેમ છે.
રોજગારીને લઈને શું રહ્યો છે સ્કોરઃ
રોજગારના આધાર પર આપવામાં આવતી ગ્લોબલ રેન્કિંગમાં આઈઆઈએમ બેંગ્લોરને 70.7 ટકા સ્કોર સાથે 33મો નંબર પ્રાપ્ત થયો છે. આઈઆઈએમ કલકત્તાને 68.3 ટકા સ્કોર સાથે 34મો અને આઈઆઈએમ અમદાવાદને 64.5 ટકા સ્કોર સાથે 47મો નંબર મળ્યો છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસને 54.5 ટકા સ્કોર સાથે 72મો નંબર મળ્યો છે.
ગ્લોબલ લેવલ પર રેન્કિંગઃ
ગ્લોબલ લેવલ પર સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ અમેરિકા પહેલા નંબરે છે. પહેલા ચાર નંબર પર અમેરિકાની બિઝનેસ સ્કૂલો છે. પાંચમા નંબર પર યૂકેની લંડન બિઝનેસ સ્કૂલ છે. છઠ્ઠા નંબર પર ફ્રાન્સની એચઈસી પેરિસ સ્કૂલ છે. સાતમા નંબર પર યૂકેની કેમ્બ્રિજ સ્કૂલ છે. 8મા નંબર પર અમેરિકાની કોલમ્બિયા બિઝનેસ સ્કૂલ છે. ત્યારબાદ સ્પેનની બે સ્કૂલો છે. 11મા નંબર પર ફ્રાન્સની સ્કૂલ છે. ત્યારબાદ અન્ય છ નંબર પર અમેરિકાની બિઝનેસ સ્કૂલો આવે છે. ટોપ-20માં છેલ્લા નંબર પર ઇટાલીની એસડીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે.