અમદાવાદ કેરિયર
જો આપ એક ખૂબજ સારી ગવર્નમેન્ટ જોબની શોધમાં છો. તો આપના માટે આ ખૂબજ કામના સમાચાર છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. માટે નાયબ મેનેજર (P&A) વર્ગની કુલ-1 (એક) જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા નિગમની હાલની ખાલી રહેલ જગ્યાને ધ્યાને લઈને આ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. 10/10/2024 (23.59 કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કુલ ભરવાપાત્ર જગ્યા તથા પગારધોરણ
ક્રમ નં : 1
સંવર્ગ : નાયબ મેનેજર (P&A)
કુલ ભરવાપાત્ર જગ્યા : 1 (જનરલ)
પગારધોરણ : સાતમા પગાર પંચ મુજબ (લેવલ-8) (44900-142400)
કયા ઉમેદવારો આ માટે અરજી કરી શકે?
માન્ય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ બેચલર સાથે કાયદાની ડિગ્રી ઉત્તીર્ણ કરનાર કોઈપણ વિદ્યાર્થી જે સાત વર્ષ કે તેથી વધુનો અનુભવ ગવર્નમેન્ટ/PSU/ખાનગી ક્ષેત્ર કે સંસ્થામાં ધરાવનાર કોઈપણ ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે.
અરજી કરવા માટેની સમયમર્યાદા
નિયત લાયકાત ધરાવનાર ઉમેદવાર સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. 26/09/2024 (બપોરના 1 કલાકથી તા. 10/10/2024 (23.59 કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકે છે.
અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો
આ તમામ જગ્યા માટે ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે. નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારે માત્ર એકજ અરજીપત્રક ભરવાનું રહેશે. અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો,સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પુરાવા સાથે રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય. ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જે દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાની રહેશે.