fbpx

દેશના કયા રાજ્યમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે

Date:

અમદાવાદ કેરિયર
ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ માટે એક અલગ જ આકર્ષણ છે. દેશભરમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે. શું આપ જાણો છો કે કયા રાજ્યમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે? જો ન જાણતા હોય તો આ સમાચાર ધ્યાનથી વાંચજો…
ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ અભ્યાસ માટે જાય છે. અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓ અલગ-અલગ દેશોમાં એડમિશન લે છે. આંકડા દર્શાવે છે કે અભ્યાસ માટે સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યૂએસ, કેનેડા, યૂકે અને ઓસ્ટ્રેલિયા જવાનું પસંદ કરે છે. ત્યારબાદ લિસ્ટમાં જે દેશોનાં નામ છે તે છે, જર્મની, આયર્લેન્ડ, સિંગાપુર, રશિયા, પેલેસ્ટાઇન, ફ્રાન્સ અને ન્યુઝીલેન્ડ.
હવે તમને એ તો ખબર પડી જ ગઈ કે, ભારતીય વિદ્યાર્થીઓ કયા દેશમાં સૌથી વધુ અભ્યાસ માટે જાય છે. તો હવે જાણીએ કે કયા રાજ્યનાં વિદ્યાર્થીઓ સૌથી વધુ વિદેશ અભ્યાસ માટે જાય છે.

dQ4Brjn.th.jpg
આ રાજ્ય છે ટોચ પર
સૌથી પહેલાં એ વાત જાણી લઈએ તો વિદેશ અભ્યાસ માટેના રાજ્યોના આંકડામાં સતત પરિવર્તન થતું રહે છે. અમે આપને 2023ના મળેલ આંકડા મુજબ માહિતી આપી રહ્યાં છીએ. જે આંકડા મુજબ પહેલું નામ આ લિસ્ટમાં પંજાબનું આવે છે. વિદેશ જનારા કુલ ભારતીયોમાં સૌથી વધુ પંજાબના વિદ્યાર્થીઓ હોય છે. પરંતુ એવા ઘણા રાજ્યો છે જે પંજાબને જોરદાર ટક્કર આપે છે.

અહીંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાય છે વિદેશ ભણવા
પંજાબની સાથે જ અન્ય રાજ્યો છે તે આ લિસ્ટમાં સૌથી ઉપરના ક્રમ પર આવે છે તે છે આંધ્રપ્રદેશ, તેલંગાના અને મહારાષ્ટ્ર. આ તમામ રાજ્યોમાંથી વિદેશ જનારા કુલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 12.5% જેટલી છે. એટલે કે પંજાબ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર દરેક રાજ્યોમાંથી લગભગ 12.5% વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે.

બીજા નંબર પર પણ છે ત્રણ રાજ્યો
જ્યાં પહેલા નંબર પર ચાર રાજ્યો બિરાજમાન છે. એ જ પ્રમાણે બીજા નંબર પણ ત્રણ રાજ્યો છે. જેમાં ગુજરાત, દિલ્હી એનસીઆર અને તામિલનાડુ સામેલ છે. આ ત્રણેય જગ્યાઓમાંથી 8% વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે. તો ત્રીજા નંબરે કર્ણાટક રાજ્ય આવે છે. જ્યાંથી લગભગ 6% જેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે.

અન્ય 33%માં બાકીના તમામ રાજ્યો
વધેલા 33% વિદ્યાર્થીઓ બાકીના રાજ્યોમાંથી આવે છે. રિપોર્ટ મુજબ પંજાબ, તેલંગાણા અને મહારાષ્ટ્ર એ રાજ્યો છે, જેમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જાય છે. તો મુખ્ય દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે જેવા મુખ્ય અભ્યાસ માટેના દેશોને છોડીએ તો ત્યારબાદના ક્રમે વિદ્યાર્થીઓ જર્મની, કિર્ગિસ્તાન, આયરલેન્ડ, સિંગાપોર, રશિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં જવાનું સૌથી વધુ પસંદ કરે છે.

દર વર્ષે સતત વધતી જાય છે સંખ્યા
ઇન્ડિયન સ્ટુડન્ટ મોબિલિટી રિપોર્ટ 2023 અનુસાર વર્ષ 2019માં લગભગ 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા હતા. વર્ષ 2022માં 7 ટકાના વધારા સાથે 13.24 લાખ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા હતા. એવો અંદાજ લગાવવામાં આવે છે કે વર્ષ 2025 સુધીમાં પ્રતિ વર્ષ લગભગ 20 લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જશે.

શું કહે છે સરકારી આંકડા
રાજ્યસભામાં ગત મહિને જાહેર કરાયેલા આંકડા મુજબ લગભગ 13.35 લાખ વિદ્યાર્થીઓ વર્ષ 2024માં વિદેશમાં અભ્યાસ માટે ગયા છે. વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓમાં સૌથી પહેલી પસંદ કેનેડા છે. જ્યારે અમેરિકા બીજા નંબરે આવે છે. જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2024માં 13.35 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. જે છેલ્લા વર્ષોમાં જારી કરવામાં આવેલ સૌથી વધુ આંકડો છે. વર્ષ 2023માં 13.18 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ગયા હતા.

વિદેશ અભ્યાસ માટે પહેલી પસંદ કેનેડા
રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ ચાલૂ વર્ષમાં દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેનેડામાં એડમિશન મેળવ્યું છે. વિદેશમાં હાલમાં કુલ 13,35,878 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી કેનેડામાં 4,27,000 વિદ્યાર્થીઓ, અમેરિકામાં 3,37,630 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ચીનમાં લગભગ 8580 ભારતીય વિદ્યાર્થીઓ, ગ્રીસમાં 8, ઇઝરાયલમાં 900, પાકિસ્તાનમાં 14 જ્યારે યૂક્રેનમાં 2510 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર એવા દેશોની સંખ્યા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જે ભારતીયોને દુનિયાભરમાં પ્રવાસ માટે વિઝા ફ્રી અને વિઝા ઓન અરાઇવલ જેવી સુવિધાઓ આપી રહ્યા હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

હવે ફ્રીમાં કરી શકાશે JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ‘સાથી’ કરશે મદદ

NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે.

અમેરિકા કે ભારત… કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ છે બેસ્ટ?

ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ હવે TOEFL પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે પાંચ જ મિનિટમાં…

વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા...

SEOમાં છે નોકરીની ઘણી તકો, જાણો કેવી રીતે બનાવી શકાય તેમાં કારકિર્દી

યુવાનો માટે SEO એક ખૂબજ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. કારણ કે, આજે દરેક વેબસાઇટ તથા દરેક યુટ્યૂબ એકાઉન્ટને SEO એક્સપર્ટની જરૂર પડે છે