અમદાવાદ કેરિયર
ભારત દુનિયાનું ‘જીસીસી કેપિટલ’ બનીને ઉભરી રહ્યું છે. દુનિયાની કુલ ગ્લોબલ ટેકનોલોજી કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી)માં ભારતની ભાગીદારી 17 ટકા છે અ તેમાં 19 લાખથી વધુ લોકોને નોકરીઓ મળી રહી છે. આ માહિતી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. જીસીસી માર્કેટ ભારતમાં 2030 સુધીમાં વધીને 99થી 105 અરબ સુધી થઈ શકે છે. આ દરમ્યાન દેશમાં જીસીસીની સંખ્યા વધીને 2100થી 2200 સુધી પહોંચી શકે છે. જેમાં કર્મચારીઓની સંખ્યા 25 લાખથી 28 લાખ સુધી થઈ શકે છે.
નોકરીઓમાં ઝડપી વૃદ્ધિ
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં વૈશ્વિક નોકરીઓમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. 6500થી વધુ એવી નોકરીઓ પેદા થઈ ચૂકી છે, જેમાં 1100થી વધુ પદો પર મહિલાઓ છે.
એક ચતુર્થાંશ વૈશ્વિક એન્જીનિયરિંગ હોદ્દા ભારતમાં
નાસ્કોમ-જિનોવની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક ચતુર્થાંશ વૈશ્વિક એન્જીનિયરિંગ હોદ્દા ભારતમાં છે. આ હોદ્દા એરોસ્પેસ, ડિફેન્સ અને સેમિકન્ડક્ટર જેવી ન્યુ જનરેશન ટેકનોલોજીમાં છે.
પ્રોડક્ટ ટીમમાં થઈ રહી છે વૃદ્ધિ
સેમીકન્ડક્ટર ફર્મ અને ટેક સેક્ટરની બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં ઇનોવેશન વધારવા માટે પ્રોડક્ટ ટીમને વધારી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 400થી વધુ નવા જીસીએ અને 1100થી વધુ નવા સેન્ટર્સ દેશમાં સ્થપાઈ ચૂક્યા છે અને આ જ કારણ દેશમાં જીસીસીની સંખ્યા 1700ની પાર થઈ ચૂકી છે.
જીસીસી ટેલેન્ટ 24%ના દરે વધી રહ્યો છે
નાણાંકીય વર્ષ 24માં ભારતમાં જીસીસીએ 64.6 અરબ ડોલરની નિકાસ કરી હતી. નાણાંકીય વર્ષ 19થી ભારતમાં સરેરાશ જીસીસી ટેલેન્ટ 24%નાં દરે વધી રહ્યું છે અને નાણાંકીય વર્ષ 24માં 1130થી વધુ કર્મચારી હોવાનો અંદાજ છે. દેશના 90 ટકાથી વધુ જીસીસી ફાઈનાન્સિયલ સેન્ટર્સ ટેકનોલોજી ઓપરેશન અને પ્રોડક્ટ એન્જીનિયરિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 220થી વધુ જીસીસી યૂનિટ્સ અમદાવાદ, કોચી, થિરુવનંતપુરમ અને કોઇમ્બતૂર શહેરોમાં સ્થિત છે.
આ ક્ષેત્રમાં આવી રહી છે 28 લાખ નોકરીઓ, 2030 સુધીમાં પેદા થશે લાખો રોજગારી
Date: