ISROએ મેડિકલ ઓફિસર – એસડી, સાયન્ટિસ્ટ એન્જીનિયર – એસસી, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન-બી, ડ્રાફ્ટ્સમેન-બી અને આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા)ના પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ISROની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.
અમદાવાદ કેરિયર
ઇસરોએ મેડિકલ ઓફિસર – એસડી, સાયન્ટિસ્ટ એન્જીનિયર – એસસી, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન-બી, ડ્રાફ્ટ્સમેન-બી અને આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા)ના પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ISROની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. વેબસાઇટનું એડ્રેસ છેઃ isro.gov.in
ક્યાં સુધી કરી શકાય અરજી?
ઇસરોની આ ભરતી દ્વારા કુલ 103 પદ ભરવામાં આવશે. આ માટે 9 ઓક્ટોબર અથવા તે પહેલાં અરજી કરવાની રહેશે. બહાર પાડેલી નોટિસ મુજબ, ઇસરોની આ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની સેલેરી 21,700થી 2,08,700 રુપિયા સુધી રહેશે.
કેટલી ઉંમરના ઉમેદવારો કરી શકે છે અરજી?
મેડિકલ ઓફિસર (એસડી) – 18 વર્ષથી 35 વર્ષ
મેડિકલ ઓફિસર (એસસી) – 18 વર્ષથી 35 વર્ષ
સાયન્ટિસ્ટ એન્જીનિયર (એસસી) – 18 વર્ષથી 30 વર્ષ
ટેકનિકલ આસિસ્ટન્ટ – 18 વર્ષથી 30 વર્ષ
સાયન્ટિફિક આસિસ્ટન્ટ – 18 વર્ષથી 35 વર્ષ
ટેકનિશિયન (બી) – 18 વર્ષથી 35 વર્ષ
ડ્રાફ્ટ્સમેન (બી) – 18 વર્ષથી 35 વર્ષ
આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા) – 18 વર્ષથી 28 વર્ષ
જ્યારે એસસી/એસટી અને ઓબીસી ઉમેદવારો માટે ઉંમરની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.