કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબજ સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે AIBE ની પરીક્ષા સંબધિત એવી રાહત જાહેર કરી છે કે જેનાથી લૉના વિદ્યાર્થીઓને મળશે ફાયદો…
અમદાવાદ કેરિયર
કાયદાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબજ મોટી રાહત આપવામાં આવી છે. હવે આપને સારી કમાણી અને નવા એનરોલમેન્ટ માટે આખું વર્ષ રાહ નહીં જોવી પડે. આપનું આખું એક વર્ષ બચી જશે. સુપ્રીમ કોર્ટે LLB વિદ્યાર્થીઓના હિતમાં એક એવો નિર્ણય સંભળાવ્યો છે, જે તેમને ખૂબજ ફાયદો કરાવશે. સર્વોચ્ચ અદાલતના વચગાળાના ચૂકાદા મુજબ કાયદાનો અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ હવે છેલ્લા વર્ષમાં ઑલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) આપી શકે છે. એટલે કે, AIBE પરીક્ષાની યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ એક્ઝામના નિયમ
હજી સુધી માત્ર એ લોકો જ બાર કાઉન્સિલની પરીક્ષા આપી શકતા હતા, જેમણે બાર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવી લીધું હોય. બીસીઆઈમાં રજિસ્ટ્રેશન ગ્રેજ્યુએશન (એલએલબી ડિગ્રી, એલએલએમ અથવા અન્ય લૉની ડિગ્રી) પૂર્ણ થયા બાદ જ મળે છે. બાર કાઉન્સિલની એક્ઝામ માટે અરજદારોએ AIBEની વેબસાઈટ પર પોતાનું બાર કાઉન્સિલ એનરોલમેન્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું પડતું હતું.
પરંતુ હવે આ અવરોધ નહીં નડે. આપ એલએલબીનો અભ્યાસ ચાલુ હોય ત્યારે પણ (છેલ્લા વર્ષમાં) એઆઈબીઈ માટે અરજી કરી શકો છો અને પરીક્ષા આપી શકો છો. સુપ્રીમ કોર્ટે તેના હાલના ચૂકાદામાં બાર કાઉન્સિલ રજિસ્ટ્રેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે.
AIBE : લૉ વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
નિષ્ણાંતોનું કહેવું છે કે, આનાથી ન માત્ર વિદ્યાર્થીઓનું એક વર્ષ બચશે, પરંતુ કમાણી પણ વધુ થશે. જો લૉનો અભ્યાસ ચાલુ હોય ત્યારે જ વિદ્યાર્થી બાર કાઉન્સિલ એક્ઝામ પાસ કરી લે તો , ડિગ્રી પૂર્ણ થયા બાદ જ તેને સારી સેલેરી માટે ઓફર મળી શકે છે. ત્યાં સુધી કે લૉ ઇન્ટર્નશિપમાં સ્ટાઇપેન્ડ પણ વધારે હોવાનો ચાન્સ હોય છે.
કાયદાના નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે, લૉના છેલ્લા વર્ષમાં એઆઈબીઈ અપીયરિંગથી વિદ્યાર્થીઓ માટે વકીલાતની પ્રેક્ટિસમાં એન્ટ્રી કરવી સરળ થઈ જશે. હજી સુધી જે નિયમ હતા, તેને લીધે પ્રેક્ટિસિંગ લૉયર હોવાની સાથે-સાથે બાર એક્ઝામની તૈયારી કરવી ઘણી અઘરી પડતી હતી. જો વિદ્યાર્થી ગ્રેજ્યુએશન દરમ્યાન જ પરીક્ષા પાસ કરી લે છે, તો ડિગ્રી પૂરી થયા બાદ તેણે માત્ર એનરોલમેન્ટ માટેની ફોર્માલિટી કરવી પડશે.



