મહેસાણા અર્બન બેંકમાં ભરતીઃ એક્ઝીક્યુટિવ ઓફિસર, જનરલ મેનેજર (ક્રેડિટ) અને જનરલ મેનેજર (ઓપરેશનલ્સ) જેવા મોભાદાર પદો પર નીકળી છે ભરતી
અમદાવાદ કેરિયર
મિત્રો, જો આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમબીએ જેવી ડિગ્રી ધરાવો છો. અને બેન્કિંગ સેક્ટરમાં આપનો અનુભવ છે, તો આ સમાચાર તમારા માટે જ છે. મહેસાણા અર્બન બેન્કમાં ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર, જનરલ મેનેજર (ક્રેડિટ) અને જનરલ મેનેજર (ઓપરેશનલ્સ) જેવા વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે માટે અરજીઓ મંગાવવાની શરૂઆત થઈ ગઈ છે. તા. 15 ઓક્ટોબર, 2024 રાત્રે 11.59 કલાક સુધી અરજી કરી શકાય છે.
પોસ્ટ-1 ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO)
ઉંમરઃ 35થી 60 વર્ષ સુધી તા. 1-10-2024ના રોજ
શૈક્ષણિક લાયકાતઃ કોઈપણ માન્ય વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, CAIIB/CA/MBA ને અગ્રિમતા આપવામાં આવશે.
અનુભવઃ કોઇપણ કો-ઓપરેટિવ બેન્ક અથવા કોમર્શિયલ બેન્કમાં 10 વર્ષનો સિનિયર મેનેજમેન્ટ લેવલનો અનુભવ.
પોસ્ટ-2 જનરલ મેનેજર (Credit)
ઉંમરઃ 50 વર્ષથી વધુ નહીં
શૈક્ષણિક લાયકાત/અનુભવઃ માન્ય સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી તેમજ 10 કે તેથી વધુ વર્ષનો ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ જનરલ કે તેનાથી ઉપરના હોદ્દા પર અનુભવ.
અથવા
માન્ય યુનિવર્સિટીમાંથી MBA(Finance) તથા ક્રેડિટને લગતો 10 કે તેથી વધુ વર્ષનો ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ જનરલ કે તેનાથી ઉપરના હોદ્દા પર અનુભવ.
અથવા
કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી તથા કોઈ રાષ્ટ્રીયકૃત તથા શિડ્યુલ્ડ બેન્કમાંથી ક્રેડિટ વિભાગમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો આસિસ્ટન્ટ/ડેપ્યુટી જનરલ મેનેજરનો અનુભવ.
પોસ્ટ-3 જનરલ મેનેજર (Operations)
ઉંમરઃ 50 વર્ષથી વધુ નહીં
શૈક્ષણિક લાયકાત/અનુભવઃ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ તથા કોઈપણ રાષ્ટ્રીયકૃત બેન્ક/શિડ્યુલ્ડ બેન્ક તથા મોટી કો-ઓપરેટિવ બેન્કમાં બેન્કિંગ ઓપરેશનને લગતો ડેપ્યુટી/આસિસ્ટન્ટ જનરલ મેનેજર પદ પર પાંચ કે તેથી વર્ષનો અનુભવ.
અથવા
JAIIB/CAIIB સાથે CA/ICWA કરેલ હોવું જોઈએ તથા કોઈ બ્રાન્ચને સંચાલિત કરવાનો 10 કે તેથી વધુ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
અથવા
JAIIB/CAIIB સાથે MBA(Finance) કરેલ હોવું જોઈએ તથા કોઈ બ્રાન્ચને સંચાલિત કરવાનો 10 કે તેથી વધુ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
અરજી ફી
ભરતી માટે ઓનલાઈન અરજી કરના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
કેવી રીતે અરજી કરવી?
- મહેસાણા અર્બન બેંકની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા સંસ્થાની વેબસાઈટ https://www.mucbank.com/mucb/ પર જવું
- ત્યારબાદ career પર જવું
- જ્યાં ફોર્મ, ફોટો અપલોડ જેવા ઓપ્શન હશે
- સ્ટેપ બાય સ્ટેપ જરૂરી માહિતી ભરવી
- ફાઈનલ ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ જરૂર કાઢી લેવી
મહેસાણા અર્બન બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અનુભવ, નોકરીનું સ્થળ, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.