આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટની સંખ્યામાં કેનેડા દ્વારા કરાયેલા 35%નાં ઘટાડા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓનું વલણ કેવું રહેશે તે એક વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે કેનેડામાં હાલમાં રોજગારીની સ્થિતિ પણ પહેલાં જેટલી સારી નથી.કેનેડાની એક રેસ્ટોરેન્ટમાં વેઇટર અને નોકરની જોબ માટે લાંબી લાઇન જોવા મળી.
અમદાવાદ કેરિયર
આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટની સંખ્યામાં કેનેડા દ્વારા કરાયેલા 35%નાં ઘટાડા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓનું વલણ કેવું રહેશે તે એક વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે કેનેડામાં હાલમાં રોજગારીની સ્થિતિ પણ પહેલાં જેટલી સારી નથી.કેનેડાની એક રેસ્ટોરેન્ટમાં વેઇટર અને નોકરની જોબ માટે લાંબી લાઇન જોવા મળી. બે દિવસમાં લગભગ 3000 જેટલાં લોકો અરજી કરે એવું અનુમાન છે. આ ઘટના કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળમાં બેરોજગારીનાં વધતા દર સામે ઇશારો કરી રહી છે. સાથે સાથે એ ભારતીયો માટે પણ ચિંતાજનક છે, જે લોકો અભ્યાસ અથવા નોકરી માટે કેનેડા જવાનું સ્વપ્ન સેવી રહ્યા છે. કેમકે વેઇટર અને નોકરની જોબ માટે લાગેલી લાઇનમાં મોટાભાગના લોકો ભારતીય હતા.
કેનેડાના બ્રેમ્પટન સ્થિત એક રેસ્ટરેન્ટ ‘તંદૂરી ફ્લૈમ’ દ્વારા વેઇટર અને નોકરની જોબ માટે હાયરિંગ શરૂ કરવામાં આવી હતી. રેસ્ટોરેન્ટની એક્ઝીક્યુટિવ મેનેજરે જણાવ્યું હતું કે, બે દિવસમાં લગભગ 3000 જેટલાં લોકો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. કેમકે પહેલાં દિવસે જ લાંબી લાઈનો અને ભીડ જોવા મળી હતી. લાઈનમાં લાગેલા મોટાભાગના લોકો ભારતીય હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને એક યૂઝરે લખ્યું છે કે, ‘બ્રેમ્પટનમાં એક રેસ્ટોરેન્ટમાં કેટલાંક વેઇટરોને કામ પર રાખવાના હતા. પરંતુ અચાનક 3000 વિદ્યાર્થીઓ (મોટાભાગના ભારતીયો) ત્યાં પહોંચી ગયા. કેનેડામાં રોજગારની ખરાબ હાલત છે અને વધતી મોંઘવારીએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સની પરમિટમાં 35% ઘટાડો
જોકે, કેનેડા ઘણા લાંબા સમયથી ભારતીયોની પસંદગીનું સ્થાન રહ્યું છે. કેમકે ત્યાં સ્ટુડન્ટ વિઝા પરથી વર્ક પરમિટ અને પીઆર અને ત્યાંની નાગરિકતા મળવી ઘણી સરળ રહી છે. જોકે આવનારા દિવસોમાં કેનેડા જતા પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ વિચારવાની જરૂર છે. કેમકે કેનેડાએ હાલમાં જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝામાં 35%નો ઘટાડો કર્યો છે, જે આવતા વર્ષે 10 ટકા હજી ઘટી શકે છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેનું એલાન કરતા કહ્યું હતું કે, ‘જો ખોટા લોકો ઇમિગ્રેશન પોલિસીનો ખોટો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવશે તો કેનેડા તેની સામે સખત પગલાં લેશે.’ તેમણે કહ્યું હતું કે, કેનેડામાં અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઓછી કરવા માટે વિદેશી વર્ક પરમિટ ધારકો માટે નિયમો કડક કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકતા ટ્રૂડોએ કહ્યું હતું કે, ‘અમારી સરકાર આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને પરમિટમાં 35% જેટલો કાપ મૂકશે, 2025માં આ સંખ્યામાં હજી 10 ટકાનો વધુ ઘટાડો કરાશે.
ટ્રુડો સરકારના મત મુજબ કેનેડા 2025માં 4,37,000 સ્ટડી પરમિટ આપવાનો પ્લાન બનાવી રહી છે, જે 2024માં આપવામાં આવેલી 4,85,000 સ્ટડી પરમિટ કરતાં 10 ટકા ઓછી છે. તો ગત વર્ષે 2023માં 5,09,390 વિદેશી વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. આ વર્ષે (2024માં) પહેલાં સાત મહિનામાં 1,75,920 સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે, 2023માં કેનેડાએ 2.26 લાખ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. ત્યારે 3.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહી રહ્યા છે, અને ગિગ વર્કરના રૂપમાં અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે.