fbpx

ગૂગલ પાસેથી ફ્રીમાં શીખો આ કૌશલ્ય, આપની કારકિર્દીને પણ મળશે નવી ઊંચાઈ

Date:

હવે આપ કોઈપણ જાતના અનુભવ વગર ઉચ્ચ વિકાસવાળા ક્ષેત્રમાં નવી કારકિર્દી બનાવવા માટે તૈયાર કરી શકો છો. આપ ગૂગલ દ્વારા ફ્રીમાં ટેકનિકલ કૌશલ્ય શીખી શકો છો. 11 ભાષાઓમાં ઉપલબ્ધ પાયથન, ગિટહબ, લિનક્સ અને એસક્યૂએલ કોર્સથી ન માત્ર ટેકનિકલ નોલેજ વધશે, પરંતુ કારકિર્દીની સંભાવનાઓ પણ વધી જશે.

અમદાવાદ કેરિયર
આપણે સૌ જાણીએ છીએ કે, ટેકનોલોજીનાં ક્ષેત્રમાં વિશ્વ કેટલું ઝડપતી આગળ વધી રહ્યું છે. એવામાં કોડિંગ, પ્રોગ્રામિંગ, ભાષાઓ અને નવું ટેલેન્ટ શીખવું જરૂરી બની જાય છે, ખાસ કરીને એમના માટે, જેઓ આઈટીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. આટલી બધી પ્રોગ્રામિંગ ભાષાઓ, કોડિંગ અને એઆઈ પ્રોગ્રામની સાથે શરૂઆત કરવી ઘણી મુશ્કેલ થઈ જાય છે.
indian-teachers-indian-students-indian-teachers-day
free image hosting
એવામાં આપને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે, કેમકે તેના દ્વારા જ આપ કૌશલ્યને વ્યાવહારિક રૂપમાં અમલમાં લાવી શકો છો. જો આપને પણ એવું કૌશલ્ય શીખવામાં રસ છે, તો આપ ગૂગલના 11 ભાષાઓમાં ઉપલબ્ધ ફ્રી ઑનલાઇન સર્ટિફિકેટ કોર્સિસમાં સામેલ થઈ શકો છો.
પાયથન પર ક્રેશ કોર્સ
પાયથન લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષાઓમાંથી એક છે. 32 કલાકના આ ક્રૈશ કોર્સમાં પાંચ મૉડ્યૂલ સામેલ છે. જેમાં પાયથન માટે નાની સ્ક્રિપ્ટ લખતા અને મૂળભૂત પાયથનની સંરચનાઓનો ઉપયોગ કરતા શીખવવામાં આવશે. કોર્સમાં 72 વીડિયો લેક્ટર, સ્ટડી મટીરિયલ અને ઑનલાઇન ક્વિઝ જેવી સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત ઉદ્યોગ વિશેષજ્ઞો દ્વારા નવી અવધારણા શીખવા અને નોકરી સંબંધિત કૌશલ્ય વિકસિત કરવાની પણ તકો મળશે. આપ (tinyurl.com/4hnrxkmns) લિંક દ્વારા આ કોર્સમાં સામેલ થઈ શકો છો.
ગિટ અને ગિટહબ કોર્સ
27 કલાકના આ કોર્સમાં કોડને કુશળતાથી મેનેજ કરવા અને ઓપન સોર્સ પ્રોજેક્ટમાં યોગદાન આપવા માટેના કૌશલ્યો શીખવવામાં આવશે. આ ઉપરાંત આપને રિપોઝિટરી (કેન્દ્રીયકૃત ડિઝિટલ સ્ટોરેજ) બનાવવાથી લઈને પુલ અનુરોધો (ડેવલપર માટે ટીમના સભ્યોને સૂચિત કરવાની એક પ્રણાલી)ને મેનેજ કરવા સુધીની દરેક વસ્તુ શીખવવામાં આવશે. (tinyurl.com/3kn78uh3) લિંક દ્વારા કોર્સનો લાભ ઉઠાવી શકાય છે.
ટ્રબલશૂટિંગ અને ડિબગિંગ ટેકનિક
પ્રભાવી રીતે ડીબગ કરવું પણ એક કુશળતા છે, જે પ્રોગ્રામરની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતાને વધારે છે. એવામાં આ કોર્સ આપને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ માટે સમાધાનો શોધવા માટે, કોમ્પ્યુટરની સમસ્યાઓના મૂળ કારણોને સમજવા માટેઅને કોડની ખામીઓને સુધારવામાં સક્ષમ બનાવશે. કોર્સના ચાર મૉડ્યૂલને ચોવીસ કલાકની અંદર વીડિયો લેક્ચર, સ્ટડી મટિરિયલ અને ઑનલાઇન ક્વિઝના માધ્યમથી શીખી શકાશે. આ લિંક (tinyurl.com/3kn78) કૌશલ્ય દ્વારા કોર્સમાં સામેલ થઈ શકે છે.
લિનક્સ અને એસક્યૂએલ
જ્યાં લિનક્સ એક વ્યાપક ઓપરેટિંગ સિસ્ટમ છે, પોતાની સ્થિરતા અને સુરક્ષા માટે ઓળખાય છે. એસક્યૂએલ (સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ) રિલેશન ડેટાબેસની સાથે કામ કરવા માટે એક ધોરણ છે. ટૂલ્સ ઑફ દ ટ્રેડ-લિનક્સ અને એસક્યૂએલ એવા કોર્સ છે, જેમાં આપ ઑપરેટિંગ સિસ્ટમના મૂળભૂત કાર્યો અને હાર્ડવેર તથા સોફ્ટવેરના સંબંધ બાબતે જાણી શકશો. આ કોર્સમાં સામેલ થવાની લિંક (tinyurl.com/yc8cy7n3) છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

હવે ફ્રીમાં કરી શકાશે JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ‘સાથી’ કરશે મદદ

NCERTએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘સાથી’ યોજનાની શરૂઆત કરી છે. આ પોર્ટલ પર વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં પ્રોફેસર, સબ્જેક્ટ એક્સપર્ટ અને ત્યાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કોઈપણ પ્રકારની ફીસ ચૂકવ્યા વગર મેળવી શકે છે.

અમેરિકા કે ભારત… કયા દેશની એજ્યુકેશન સિસ્ટમ છે બેસ્ટ?

ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?

ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ હવે TOEFL પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થશે પાંચ જ મિનિટમાં…

વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા...

SEOમાં છે નોકરીની ઘણી તકો, જાણો કેવી રીતે બનાવી શકાય તેમાં કારકિર્દી

યુવાનો માટે SEO એક ખૂબજ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. કારણ કે, આજે દરેક વેબસાઇટ તથા દરેક યુટ્યૂબ એકાઉન્ટને SEO એક્સપર્ટની જરૂર પડે છે