નાણાં વિભાગના ઠરાવની જોગવાઈને આધીન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ-3 ને રૂપિયા 40,800 ના માસિક ફિક્સ પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણૂક આપવામાં આવશે.
અમદાવાદ કેરિયર
રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સ વર્ગ-3ની કૂલ 1903 જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો તા. 05/10/2024ના બપોરે 2.00 વાગ્યાથી તા. 03/11/2024ના રાત્રે 11.59 વાગ્યા સુધી ઓજસ વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.
ભરતી બોર્ડઃ કમિશનરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર
પોસ્ટનું નામઃ સ્ટાફ નર્સ વર્ગ-3
કુલ જગ્યાઓઃ 1903
નોટિફિકેશન તારીખઃ 04/10/2024
અરજી શરૂ થવાની તારીખઃ 05/10/2024
અરજી બંધ થવાની તારીખઃ 03/11/2024
પગાર ધોરણ
પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ-3 ને રૂપિયા 40,800 ના માસિક ફિક્સ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ તેમની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાશે તો સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-5 પગાર ધોરણ રૂપિયા 29,200-92,300 અથવા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતા જે તે પગારધોરણમાં નિમણૂક મળવાને પાત્ર ઠરશે.
શૈક્ષણિક લાયકાત
ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ બેઝિક બી.એસ.સી. નર્સિંગ ડિગ્રી ધરાવતા અથવા
ઓકઝીલરી નર્સ એન્ડ મિડવાઈફ (એએનએમ) અને ફિમેળ હેલ્થ વર્કર (એફએચડબલ્યુ) જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજ બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બીએસસી નર્સિંગ અથવા GNMની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે. તેઓને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. કોઈપણ સંજોગોમાં ઉંમર 45 કરતાં વધુ ન હોવી જોઈએ.
અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઈફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. અરજીપત્રક મા રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઈફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઈપણ આધારો માન્ય રાખવામાં આવશે નહીં. ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખ 03/11/2024 ના રોજ ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. જેમાં નર્સિંગ વિષયના 100 પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના 100 પ્રશ્નો દ્વારા પૂછવામાં આવશે.
પેપર-1 નર્સિંગ વિષયનું રહેશે. જેમાં ફન્ડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, મેડિકલ સર્જીકલ નર્સિંગ 20 ગુણ, મિડવાઈફરી અને પીડિયાટ્રિક નર્સિંગ 20 ગુણ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ 20 ગુણ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 20 ગુણ આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો રહેશે.
પેપર-2 ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાએથી નીચેનું રહેશે નહીં. જેમાં ભાષા 30 ગુણ, વ્યાકરણ 40 ગુણ અને સાહિત્ય 30 ગુણ એમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
નોટઃ દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25 ગુણ બાદ કરવામાં આવશે.
પરીક્ષા ફી
જનરલ કેટેગરી સિલેકટ કરનાર ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 300 + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં રૂપિયા 300+ ફી ચાર્જ) ભરવાનો રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી ભરવાની રહેશે નહીં. પોસ્ટ ઓફીસમાં તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 04/11/2024 ના પોસ્ટ ઓફીસ કામકાજ સમય સુધી રહેશે.