સોશિયલ સાયન્સ એક ખૂબજ સારી ડિગ્રી કહેવાય છે અને તેનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે ઘણાબધા સ્કોપ ખુલે છે. જેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દીનો આગળનો રસ્તો ઘણો સરળ બની શકે છે.
અમદાવાદ કેરિયર
સોશિયલ સાયન્સ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઘણા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. જેમાંથી કેટલાંક ઓપ્શન નીચે મુજબ છે.
post a pic
સિવિલ સર્વન્ટ
સોશિયલ સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સૌથી કોમન કેરિયર ઓપ્શન છે સિવિલ સેવા. આપ કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા બાદ સિવિલ સેવાની પરીક્ષામાં ભાગ લઈને બ્યુરોક્રેટનો હિસ્સો બની શકો છો.
ઇકોનોમિસ્ટ
એક ઇકોનોમિસ્ટ ખાસ કરીને ઉત્પાદનોની માંગ અને સપ્લાયના આંકડાઓ તપાસે છે. તે ટેક્સ રેટ, બિઝનેસ સાઇકલ, ઇકોનોમિક ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં માત્રાત્મક અને ગુણાત્મક રિસર્ચ કરે છે. જો આપ અર્થશાસ્ત્રમાં ઊંડું જ્ઞાન અને રસ ધરાવો છો તો સોશિયલ સાયન્સ ગ્રેજ્યુએટ્સ માટે એક શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ છે.
પોલિટિકલ સાયન્ટિસ્ટ
જેમ કે નામથી જ ખબર પડી જાય છે કે પોલિટિકલ સાયન્ટીસ્ટ પોલિટિકલ ટ્રેન્ડ, પોલિસી, આઇડિયા પોલિસીને સમજવા માટે માત્રાત્મક અને ગુણાત્મક રિસર્ચની મદદ લે છે. મોટાભાગે, રાજનીતિક વૈજ્ઞાનિકો સરકારી વિભાગો, થિંક ટેંક, શૈક્ષણિક સંસ્થાઓની સાથે-સાથે ગૈર લાભકારી સંગઠનો માટે કામ કરે છે.
ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજિસ્ટ
ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજિસ્ટ સોશિયલ સાયન્સ ગ્રેજ્યુએટ માટે એક ઉભરતો કેરિયર ઓપ્શન છે. તે એક ઓર્ગેનાઇઝેશનમાં વર્કપ્લેસમાં હ્યુમન બિહેવિયરને સ્ટડી કરવાનું કાર્ય કરે છે. આ ક્ષેત્રમાં એક્સપર્ટ ઘણીવાર મેનેજમેન્ટની સાથે સહયોગ કરીને કંપનીમાં સ્ટાફની હાયરિંગ અને ટ્રેનિંગનું કાર્ય પણ કરે છે.
રિસર્ચર
ગ્રેજ્યુએશન કર્યા બાદ વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન અને રિસર્ચ કોર્સ માટે સાઇન અપ કરીને પોતાનો એકેડમિક અભ્યાસ ચાલુ રાખી શકે છે. આ ઉપરાંત સોશિયલ સાયન્સ ગ્રેજ્યુએટ પણ સર્વે રિસર્ચરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી શકે છે. તે ક્વોલિટી સર્વે બનાવવા અને પરિણામો દ્વારા માહિતીનું વિશ્લેષણ કરવાના નિષ્ણાંત હોય છે.
અર્બન એન્ડ રિઝનલ પ્લાનર
સોશિયલ સાયન્સમાં ગ્રેજ્યુએટ અર્બન એન્ડ રિઝનલ પ્લાનરના રૂપમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. શહેરોમાં સ્માર્ટ સિટી મિશન દ્વારા શહેરીકરણે આ પ્લાનરની માંગમાં વૃદ્ધિ કરી છે. તે સુનિશ્ચિત કરે છે કે, યોજનાઓ અને પ્રસ્તાવ દરેક પર્યાવરણીય નિયમો, જોનિંગ અને બિલ્ડિંગ કોડને પૂરા કરે છે.