આજે અમે તમને દેશની એવી પાંચ ટોપ એનઆઈટી કૉલેજો વિશે વાત કરીશું. જેમાં એડમિશન મળી ગયું એટલે મજા જ મજા છે. આ કૉલેજનું પહેલું પેકેજ જ લાખો રૂપિયામાં હોય છે.
અમદાવાદ કેરિયર
ભારતમાં ઘણીબધી કૉલેજો છે. જેમાં લાખો-કરોડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી કેટલીક કૉલેજો એવી પણ છે, જેમાં અભ્યાસ કર્યા બાદ આપને મળતું પહેલું પેકેજ પણ લાખો રૂપિયામાં જાય છે. ભારતની આઈઆઈટી અને આઈઆઈએમ દુનિયાભરમાં પ્રખ્યાત છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એડમિશન લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ લઈ નથી શકતા.
આઈઆઈટી અને આઈઆઈએમ બાદ ભારતમાં એનઆઈટીને ખૂબજ પ્રખ્યાત કૉલેજ માનવામાં આવે છે. અહીંથી ભણેલા વિદ્યાર્થીઓને લાખોનું પેકેજ મળે છે. આજે અમે આપને બતાવીશું દેશની પાંચ સૌથી ટોપ એનઆઈટી કૉલેજો બાબતે, જેમાં જો આપને એડમિશન મળી જાય તો પછી મજા જ મજા છે.
upload image
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, તિરુચિરાપલ્લી
તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, તિરુચિરાપલ્લીને દેશની ટોપ એનઆઈટી કૉલેજ માનવામાં આવે છે. ધોરણ 12 પાસ કર્યા બાજ તિરુચિરાપલ્લી એનઆઈટીમાં આપ કેટલાંય અલગ અલગ કોર્સમાં એડમિશન લઈ શકો છો. એનઆઈટીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આપ આ કૉલેજની વધુ માહિતી મેળવી શકો છો.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, રાઉરકેલા
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, રાઉરકેલા દેશની બીજી સૌથી પ્રખ્યાત એનઆઈટી કૉલેજ છે. આ ઓડિશામાં છે. જેઈઈ મેઇન્સમાં સારા રેન્ક લાવનાર વિદ્યાર્થીઓ આ કૉલેજમાં એડમિશન લે છે. તો આની સાથે જ જે વિદ્યાર્થી ગેટની પરીક્ષામાં સારો સ્કોર કરે છે, તેને અહીં રિસર્ચ માટે એડમિશન મળે છે.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મેંગ્લોર
કર્ણાટકના મેંગ્લોરમાં સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ભારતની ચોથી સૌથી મોટી એનઆઈટી કૉલેજ છે. આ કૉલેજમાં આપ બીટેક એમટેક એમસીએ સહિત કેટલાંય કોર્સ કરી શકો છો. અહીંથી પાસ થનારા વિદ્યાર્થીઓને લાખોમાં પેકેજ મળે છે.
મોતીલાલ નેહરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અલાહાબાદ
અલાહાબાદમાં સ્થિત મોતીલાલ નેહરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી દેશની જાણીતી એનઆઈટી કૉલેજ છે. જો આપને અહીં એડમિશન મળી જાય છે, તો આપ અહીં બીટેક, એમબીએ, એમસીએ અને આ પ્રકારના કેટલાંય કોર્સ કરી શકો છો.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, વારંગલ
વારંગલમાં સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ભારતની પાંચમી સૌથી સારી એનઆઈટી કૉલેજ છે. આ કેટલાય એકરમાં ફેલાયેલી છે. જેમાં કેટલાંય એક્સપીરિયન્સ પ્રોફેસર વિદ્યાર્થીઓને ભણાવે છે. અહીં પણ આપ અલગ અલગ સ્ટ્રીમમાં ડિગ્રી મેળવી શકો છો.