ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ કેરિયર
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.
find duplicate lines in text file online
[table id=1 /]
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં મુખ્યત્વે (1) જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક) – 1 જગ્યા, (2) જનરલ મેનેજર (ટ્રેક્શન) – 2 જગ્યા, (3) જનરલ મેનેજર (સિગ્નલિંગ) – 1 જગ્યા, (4) જનરલ મેનેજર (ઇલેક્ટ્રીકલ) – 1 જગ્યા જેવા પદો સામેલ છે.
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થા દ્વારા જે તે પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી એ ક્ષેત્રમાં એન્જીનિયરિંગ પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત જરૂરી અનુભવ પણ હોવો જોઈએ. ઉમેદવારોએ આ ભરતી માટે જે તે પોસ્ટ માટે સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર જઈને વધુ માહિતી મેળવી લેવી.
ગુજરાત મેટ્રો ભરતી માટે વય મર્યાદા
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરના ઉમેદવારોની વય મર્યાદા વિશે વાત કરીએ તો જે તે પોસ્ટ માટે અલગ-અલગ વય મર્યાદા માંગવામાં આવી છે.
પગાર ધોરણ
ઉપર મુજબની તમામ પોસ્ટ માટે પગાર ધોરણ 120000-280000 નક્કી કરવામાં આવ્યું છે. પગાર ધોરણ માટે વિગતે જાણવા માટે ઉમેદવારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનું સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચવું.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત મેટ્રો ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારો પહેલા સંસ્થાની વેબસાઈટની મુલાકાત લો. ત્યારબાદ કરિયર ઓપ્શનમાં જવું, જ્યાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન અને એપ્લાય નાઉ દેખાશે. ઉમેદવારોએ જે પોસ્ટ માટે અરજી કરાવની હોય એના પર એપ્લાય નાઉ કરવું. ત્યારબાદ આપેલી માહિતી ધ્યાન પૂર્વક ભરતી અને સબિમટ કરવી. અરજી સબિમિટ થયા પછી ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢવી.