શું આપને ખબર છે કે દેશની રક્ષા માટે તહેનાત એનએસજી અને એસપીજીની રચના ક્યારે થઈ હતી. આ બંનેની ભૂમિકા અને જવાબદારીઓ શું હોય છે?
અમદાવાદ કેરિયર
દેશના નવલોહિયા અને તરવરિયા યુવાનો માટે એનએસજી અને એસપીજી કમાન્ડોની જોબ એ ખૂબજ રોમાંચક અને ખૂબજ મહેનત માંગી લે તેવી જોબ છે. દેશના ઘણા યુવાનો આ પ્રકારના રોમાંચક અને બહાદુરીના કામો કરવા માટે થનગનતા હોય છે. એનએસજી અને એસપીજી કમાન્ડો ફોર્સની ગણના માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાની સૌથી શ્રેષ્ઠ કમાન્ડો ટીમમાં થાય છે. દેશના દરેક યુવાનનું સ્વપ્ન હોય છે કે, તેઓ એનએસજી કે એસપીજી જેવી કોઈ ફોર્સ જોઈન કરે. આ બંને પોતાની બહાદૂરી, કૌશલ્ય અને ટ્રેઇનિંગ માટે પ્રખ્યાત છે. તેઓ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર હોય છે.
તેની ગણના માત્ર ભારતના જ નહીં, પરંતુ દુનિયાભરના સૌથી શ્રેષ્ઠ કમાન્ડોમાં થાય છે. બંને ભારતની સ્પેશ્યલ સિક્યોરિટી એજન્સીઓ છે. પરંતુ તેમનું કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ અલગ અલગ હોય છે. બંને જ યૂનિટ્સ ખૂબજ ટ્રેઇન્ડ અને ઇક્વિપ્ડ છે. પરંતુ તેમના ઉદ્દેશ્યો અને ટ્રેઇનિંગમાં અંતર હોય છે. તો આવો આ રોમાંચક કારકિર્દી અંગે અહીં વિસ્તારથી જાણીએ…
એનએસજી અને એસપીજીની રચના
આપને જણાવી દઈએ કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ની રચના 22 સપ્ટેમ્બર, 1986એ કરવામાં આવી હતી. આની રચનાનો મુખ્ય હેતુ દેશમાં થનારી આતંકવાદી ઘટનાઓને રોકવા માટે હતો. કમાન્ડો તેને પોતાની ભાષામાં Never Say Give Up (NSG) પણ કહે છે. વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કેન્દ્ર સરકારને એક સમર્પિત ટીમ બનાવવા માટેની જરૂર લાગી હતી. જે દેશના હાલના અને પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરિવારની રક્ષા કરી શકે. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) 2 જૂન, 1988માં ભારતની સંસદમાં એક અધિનિયમ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ભૂમિકા અને જવાબદારીઓ
એસપીજીનું મુખ્ય કામ ભારતના વડાપ્રધાન, તેમના પરિવાર અને અન્ય વીઆઈપી લોકોની રક્ષા કરવાનું છે. આ એક હાઈલી સ્પેશ્યલાઇઝ્ડ ફોર્સ છે. જે તેમની સાથે રહીને તેમની રક્ષા કરે છે. એસપીજીનું મુખ્ય કામ દેશના સૌથી વીઆઈપી લોકોની રક્ષા કરવાનું છે. આ લોકો કોઈપણ પ્રકારના ખતરાને પહેલાંથી જ જોઈને તેનો સામનો કરવા માટે તૈયાર હોય છે.
તો એનએસજીની રચના દેશની સુરક્ષા, ખાસ કરીને આતંકવાદ સામે લડવા માટે કરવામાં આવી હતી. જેને ‘બ્લેક કેટ કમાન્ડો’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફોર્સ ખાસ કરીને આતંકવાદી ગતિવિધિઓને નિયંત્રિત કરવા, પકડાયેલા લોકોને બચાવવા, અને સ્પેશ્યલ ઓપરેશનમાં જોડાયેલ હોય છે. એનએસજીને હાઈ રિસ્ક ઓપરેશન માટે ટ્રેન્ડ કરવામાં આવે છે.
એનએસજી કમાન્ડોની કોઈ સીધી ભરતી થતી નથી. પરંતુ તેમને ભારતીય ભૂમિદળ, અને અન્ય સશસ્ત્ર દળો જેમકે, સીઆરપીએફ, આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ સહિત અન્ય દળોમાંથી પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલા કમાન્ડોમાંથી 50 ટકાથી વધુ ભારતીય સેનામાંથી હોય છે. જ્યારે બાકીના અન્ય સશસ્ત્ર દળોમાંથી હોય છે. તેમાં સિનિયર અને જુનિયર અધિકારીઓની ભરતી ભારતીય પોલીસ સેવા (આઈપીએસ), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), સીમા સુરક્ષા દળ (બીએસએફ), અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) દ્વારા કરવામાં આવે છે. એસપીજીના જવાનો દર વર્ષે ગ્રુપમાં બદલાતા રહે છે. કોઈપણ વ્યક્તિ એક વર્ષ કરતાં વધુ સમય માટે સેવા નથી આપી શકતા. એસપીજી કર્મીઓને તેમનું મૂળ કાર્ય પૂર્ણ થયા બાદ તેમના મૂળ એકમમાં પાછા મોકલી દેવામાં આવે છે.
આવી હોય છે ટ્રેનિંગ
એસપીજી કમાન્ડોની ટ્રેનિંગ ખૂબજ ઇન્સેન્ટિવ અને સ્પેશ્યલાઇઝ્ડ હોય છે. તેમાં ફિઝિકલ ફિટનેસ, હથિયારો વાપરવા અને સુરક્ષા પ્રોટોકોલ્સની એક્સટેન્સિવ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કમાન્ડોઝને અલગ અલગ પ્રકારની સુરક્ષા ટ્રેનિંગ જેમ કે, વાહનોની સુરક્ષા, એસ્કોર્ટ ડ્રીલ અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે તૈયાર કરવામાં આવે છે. તેમને નજીકની લડાઈ, સ્નાઇપર શોટ્સ અને બોડીગાર્ડિંગની સ્પેશ્યલ સ્કિલ્સ શીખવવામાં આવે છે.
તો એનએસજી કમાન્ડોની ટ્રેનિંગ સૌથી અઘરી માનવામાં આવે છે. જેમાં ફિઝિકલ અને મેન્ટલ એમ બંને પ્રકારનાં પડકારોનો સામનો કરવાનો હોય છે. તેમને અત્યાધુનિક હથિયારો અને ટેકનિકની માહિતી આપવામાં આવે છે. આ સાથે જ તેઓને અઘરા અને જોખમ ભરેલા ઓપરેશન્સ માટે તૈયાર કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગમાં ક્લોઝ ક્વાર્ટર બેટલ, સ્નાઇપર ટ્રેનિંગ અને આતંકવાદી ગતિવિધિઓને પહોંચી વળવા માટેના સ્પેશ્યલ ઓપરેશન્સ સામેલ હોય છે.
વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારની અલગ અલગ કારકિર્દી વિશે ડિટેલ્સમાં જાણવા માટે www.ahmedabadcareer.in વેબસાઇટની રેગ્યુલર મુલાકાત લેતા રહો.