વિદેશમાં એડમિશન દરમ્યાન વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે TOEFL ટેસ્ટ (પરીક્ષા) આપવી પડે છે. અમેરિકાની મોટાભાગની યૂનિવર્સિટીમાં TOEFLના સ્કોરને સ્વીકાર કરવામાં આવે છે. આ જ કારણથી USA ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ તેની તૈયારી કરે છે.
અમદાવાદ કેરિયર
અમેરિકાની ઘણી યૂનિવર્સિટીઝમાં TOEFLના સ્કોરના આધારે એડમિશન આપવામાં આવે છે. TOEFL ટેસ્ટ અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થિની કુશળતા સાબિત કરવા માટે આપવામાં આવે છે. સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી, કૉર્નેલ યૂનિવર્સિટી, હાર્વર્ડ યૂનિવર્સિટી, શિકાગો યૂનિવર્સિટી જેવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ત્યારે જ એડમિશન મળી શકે છે, જ્યારે તેમનો TOEFLનો સ્કોર સારો હોય. TOEFL સ્કોર અમેરિકાની સાથે સાથે વિશ્વના કેટલાય દેશોની યૂનિવર્સિટીઝમાં એડમિશન માટે જરૂરી હોય છે.
આમ તો TOEFL માટે રજિસ્ટ્રેશન કરવામાં ખૂબ સમય લાગે છે. પરંતુ હવે એવું નહીં થાય. હવે માત્ર પાંચ જ મિનિટમાં અંગ્રેજી વિષયની આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરી શકાય છે. ‘ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ એ ફોરેન લેંગ્વેજ’ (TOEFL, iBT)ના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS) દ્વારા એક વધુ ઝડપી અને કુશળ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ઉમેદવાર પાંચ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકે છે.
કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થશે નવી સિસ્ટમ?
TOEFL ની એક્ઝામ માટે રજિસ્ટ્રેશન માટેની નવી સિસ્ટમ એક છ સ્ટેપવાળી પદ્ધતિ છે. જેનો હેતુ ભારત સહિત દુનિયાભરના પરીક્ષાર્થીઓને સારો અનુભવ આપવાનો છે. જેમાં છ સ્ટેપ્સમાંથી 1. એકાઉન્ટ બનાવવું, 2. એક કે બે ટેસ્ટ સિલેક્ટ કરવી, 3. ટેસ્ટની તારીખ અને સમય પસંદ કરવા, 4. પર્સનલ ડિટેલ્સ ફિલ કરવી, 5. પરીક્ષાની તૈયારી માટે કન્ટેન્ટને પસંદ કરવું અથવા અસ્વીકાર કરવું અને 6. ફીસનું પેમેન્ટ કરવું વગેરે સામેલ છે.
આ પ્રોસેસમાં પહેલાંના તે દરેક સ્ટેપ્સને દૂર કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ અન્ય વધારાની માહિતો ભરવાની રહેતી હતી. આ તમામ ડિટેલ્સને બાદમાં ભરી શકાય છે. આના લીધે હવે વિદ્યાર્થીઓને વધુ સારો અનુભવ મળી રહેશે. ETS નો હેતુ TOEFL ને વધુ સરળ અને યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટેનો છે.
ETS દ્વારા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે અન્ય કેટલીય શરૂઆત પણ કરવામાં આવી છે, જેમાં ફીસ કેશબેક, TOEFL સ્કોરના આધારે સ્કોલરશિપ અને TOEFL ટેસ્ટરેડી પ્લેટફોર્મ વગેરે સામેલ છે. આ પ્લેટફોર્મ AI દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી પ્લાન તૈયાર કરવામાં મદદ કરે છે.