QS World University Ranking 2026માં ભારતની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. લગભગ 50% જેટલી Universityઓના રેન્કિંગ સુધર્યા છે. IIT દિલ્હી જે ગત વર્ષે 150માં નંબર પર હતી. તે હવે તેનાથી પણ આગળ વધીને 123માં નંબર પર આવી ગઈ છે.
અમદાવાદ કેરિયર
QS World University Rankingમાં આ વર્ષે લગભગ 50% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે. જે ભારતીય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા માટે ગર્વ લેવા જેવી બાબત છે. ભારતમાં આ વર્ષે સૌથી સારો ગ્રોથ IIT દિલ્હીનો જોવા મળ્યો છે. આ સંસ્થા હજી સુધી આ લિસ્ટમાં 150માં નંબર પર હતી, જે હવે 123 પર આવી ગઈ છે અને ગ્લોબલી જોવામાં આવે તો પહેલા નંબર પર મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT) છે.
IIT બોમ્બે જે ગયા વર્ષે ભારતમાં પહેલા નંબર પર હતી, તે હવે બીજા નંબર પર આવી ગઈ છે. જોકે, તેની રેન્કિંગમાં થોડો ઘટાડો થયો છે. 2025માં તે 118માં નંબરે હતી. જ્યારે હવે 129માં નંબર પર પહોંચી ગઈ છે. IIT મદ્રાસની રેન્કિંગમાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. ચેન્નાઈ સ્થિત આ સંસ્થા હવે 180માં નંબર પર છે, જે પહેલી વાર ટોપ 200માં સામેલ થઈ છે. ગત વર્ષે તે 227માં નંબર પર હતી.
-
Ranking bs;elr nRvs સામેલ થઈ ભારતની 8 સંસ્થાઓ
આ ત્રણેય સંસ્થાઓ બાદ IIT ખડગપુર અને IISc બેંગ્લોરે ચોથો અને પાંચમો નંબર પ્રાપ્ત કર્યો છે. દિલ્હી Universityની રેન્કિંગમાં પણ ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. હવે તે 328માં નંબર પર આવી ગઈ છે, જ્યારે ગત વર્ષે તે 407માં નંબરે હતી. આ વર્ષે ભારતની 8 સંસ્થાઓના રેન્કિંગમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. કુલ ભારતની 54 સંસ્થાઓ QS રેન્કિંગમાં સામેલ થઈ છે. આ રીતે ભારત અમેરિકા (192), યૂકે (90) અને ચીન (72) બાદ ચોથા નંબર પર આવી ગયો છે.
દુનિયાની વાત કરીએ તો આ વર્ષે પણ મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT) પહેલાં નંબર પર આવી છે. જે સતત 14 વર્ષથી પહેલા નંબર પર બિરાજમાન છે.