Canadaની બેસ્ટ Universityમાં ભણવાનું પ્લાનિંગ જો આપ કરી રહ્યા છો. તો અહીં ઘણી સારી University છે, જેમાં લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
-
અમદાવાદ કેરિયર
Canada હાયર એજ્યુકેશન માટે વિશ્વભરમાં સૌથી પ્રખ્યાત દેશોમાંથી એક છે. તેની પોપ્યુલારિટીનાં ત્રણ મુખ્ય કારણો છે, જેમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ, ડિગ્રી બાદ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ અને નોકરી બાદ પરમેનન્ટ રેસિડેન્સી (PR) ની સુવિધા. જોકે કેનેડાની યુનિવર્સિટીમાં એડમિશન બિલકુલ સરળ નથી, કેમ કે તેમાં કેટલીક યુનિવર્સિટીઝ તો એવી છે જ્યાં દર વર્ષે માત્ર સો વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવે છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે તો તેમાં એડમિશન ખૂબજ મુશ્કેલ છે. કારણ કે તેના માટે ઘણી શરતો પૂરી કરવાની હોય છે.

મૈકલીન્સ મેગેઝીનની એક રિપોર્ટ મુજબ, કેનેડામાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે એવરેજ એક્સેપ્ટેન્સ રેટ લગભગ 66% છે. જોકે, આ યુનિવર્સિટી અને કોર્સના આધારે અલગ-અલગ પણ હોઈ શકે છે. દા.ત. ટોરેન્ટો યુનિવર્સિટી અને મેકગિલ યુનિવર્સિટી જેવી કેટલીક પ્રખ્યાત સંસ્થાઓમાં એક્સેપ્ટેન્સ રેટ લગભગ 40% છે. એક્સેપ્ટેન્સ રેટનો મતલબ એ છે કે અરજી કરનારા વિદ્યાર્થીઓમાંથી કેટલા લોકોને એડમિશન મળે છે. જેમકે જો 100 વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટીમાં એપ્લાય કરે છે અને 40ને એડમિશન મળે છે, તો એક્સેપ્ટેન્સ રેટ 40% રેટ કહેવાય.
જોકે, સારી વાત એ છે કે, કેનેડામાં કેટલીક એવી યુનિવર્સિટી છે, જ્યાંનો એક્સેપ્ટેન્સ રેટ ખૂબજ સારો છે. જો કોઈ વિદ્યાર્થી પોતાની સંસ્થાઓમાં એડમિશન માટે અરજી કરે છે, તો તેને સરળતાથી એડમિશન મળી જાય છે. આવો જાણીએ એવી 10 યુનિવર્સિટીઓના નામ કે જેનો એક્સેપ્ટેન્સ રેટ ખૂબ સારો છે.
કેનેડાની 10 સૌથી વધુ એક્સેપ્ટેન્સ રેટ ધરાવતી યુનિવર્સિટીઓ
• મૈનિટોબા યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 85%)
• રેજિના યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 81%)
• લોકહેડ યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 80%)
• મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉંડલેંડ (એક્સેપ્ટેન્સ રેટ 78%)
• લોરેટિયન યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 76%)
• યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ (એક્સેપ્ટેન્સ રેટ 75%)
• સેન્ટ થોમસ યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 75%)
• માઉન્ટ એલિસન યુનિવર્સિટી (એક્સેપ્ટેન્સ રેટ 70%)
• યુનિવર્સિટી ઓફ નોર્ધન બ્રિટિશ કોલમ્બિયા (એક્સેપ્ટેન્સ રેટ 70%)
• અથાબાસ્કા યુનિવર્સિટી (ઓપન એડમિશન)
એક્સેપ્ટેન્સ રેટ સારો હોવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં વધુ સંખ્યામાં સીટો ન હોવી, એડમિશનની ઓછી માંગ, કેટલાંક ખાસ કોર્સ માટે વિદ્યાર્થીઓને પ્રાથમિકતા, સરળ કોર્સ વગેરે સામેલ છે. જો આપ પણ કેનેડા ભણવા જવા માટે વિચારો છો તો આપે આ યુનિવર્સિટીઝમાં એડમિશન લેવા માટે વિચારવું જોઈએ.



