મેળવો NSP Scholarship 2025 : આજે જ કરી દો અરજી, ભણવાનો તમામ ખર્ચ ઉઠાવશે સરકાર

NSP Scholarship 2025 : જો આપ આપના બાળકનાં અભ્યાસ માટે આર્થિક મદદ ઇચ્છતા હોય તો NSP પોર્ટલ આપને મદદ કરી શકે છે.

0
15
NSP Scholarship 2025
Business girl holding graduation cap. Scholarship

NSP Scholarship 2025 : જો આપ આપના બાળકનાં અભ્યાસ માટે આર્થિક મદદ ઇચ્છતા હોય તો NSP પોર્ટલ આપને મદદ કરી શકે છે.


અમદાવાદ કેરિયર
NSP Scholarship 2025 : નેશનલ સ્કોરલરશિપ પોર્ટલ (NSP) એ સમગ્ર ભારતમાં સ્કૂલ અને કોલેજોનાં વિદ્યાર્થીઓ માટે ઘણી સ્કોલરશિપ યોજનાઓ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી છે. NSP ની વેબસાઇટ પ્રમાણે ‘NSP એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓને અરજી કરવા, અરજી સ્વીકાર કરવા, તેની ચકાસણી કરવા, પ્રોસેસ કરવા, અને અલગ-અલગ સ્કોલરશિપ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી મોકલવાનું કામ થાય છે.’
business-girl-holding-graduation-cap-scholarship
કોણ કરી શકે છે NSP Scholarship 2025 માટે અરજી?
વિદ્યાર્થી અને માતાપિતા દરેક પ્રકારની માહિતી સત્તાવાર વેબસાઇટ scholarships.gov.in પર જોઈ શકે છે. સત્તાવાર નોટિસમાં લખ્યું છે કે, ‘શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પોર્ટલ ખુલી ગયું છે. જેમાં દરેક મંત્રાલયો/વિભાગોની પ્રી/પોસ્ટ મેટ્રિક અને ટોપ ક્લાસ યોજનાઓ માટે અરજી સ્વીકાર કરવામાં આવશે.’
નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP)ને નેશનલ ઈ-ગવર્નેંસ પ્લાન (NeGP) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જે સ્કોલરશિપ સીધી વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં મોકલે છે. આ વિદ્યાર્થીઓને એકજ વેબસાઇટ પરથી ઘણીબધી સ્કોલરશિપ સર્ચ કરવા, અરજી કરવા અને તેનું સ્ટેટસ ટ્રેક કરવામાં મદદ કરે છે. જેના માટે કોઈ અરજી ફી નથી ભરવાની હોતી.
લાયકાત (એલિજીબિલિટી)
• પરિવારની આવક 2,50,000થી વધુ ન હોવી જોઈએ. (આ યોજના પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.)
• અરજદારોએ પોતાની છેલ્લી ક્વાલિફાઈંગ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
• માન્ય જાતિ પ્રમાણપત્ર (જો લાગૂ પડતું હોય તો)
• માન્ય આધાર કાર્ડ
સ્કોલરશિપના પ્રકારો
મેરિટ બેસ્ડ : એવા વિદ્યાર્થીઓ માટે જેમનું એકેડમિક પર્ફોર્મન્સ ખૂબજ સારું હોય.
મીન્સ બેસ્ડ : આર્થિક રીતે નબળા બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ માટે
અલ્પસંખ્યક (Minority) : મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી વિદ્યાર્થીઓ માટે
પોસ્ટ-મેટ્રિક : ધોરણ 10 બાદના અભ્યાસ માટે
પ્રી-મેટ્રિક : પ્રાઈમરી અને સેકન્ડરી એજ્યુકેશન માટે
કેન્દ્રીય ક્ષેત્ર (Central Sector) : UG, PG અથવા ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે
રાજ્ય વિશેષ (State-Specific) : રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ
NSP Scholarship 2025ની અરજી માટેના જરૂરી દસ્તાવેજ
• સરકાર દ્વારા જારી કરેલ ઓળખપત્ર જેમકે આધારકાર્ડ, પાનકાર્ડ
• આવકનું પ્રમાણપત્ર
• જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
• બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ
• એજ્યુકેશનલ સર્ટિફિકેટ
NSP Scholarship 2025 માટે અરજી કેવી રીતે કરવી?
સ્ટેપ-1 NSPની વેબસાઇટ scholarships.gov.in પર જાઓ.
સ્ટેપ-2 “Apply For Scholarship” પસંદ કરો.
સ્ટેપ-3 પોતાની પર્સનલ ડિટેલ્સ માહિતીની સાથે રજિસ્ટર કરો.
સ્ટેપ-4 મોબાઇલ પર એક રેફરન્સ નંબર મળશે.
સ્ટેપ-5 ફેસ ઓથેન્ટિકેશન માટે આધાર ફેસ RD અને NSP OTR એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ-6 OTR (વન ટાઇમ રજિસ્ટ્રેશન) બનાવવા માટે ઓથેન્ટિકેશન પૂર્ણ કરો.
સ્ટેપ-7 જ્યારે અરજી ખુલે ત્યારે OTR નો ઉપયોગ કરીને અરજી કરો.
સ્ટેપ-8 જરૂરી માહિતી સાથે અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
મોબાઈલ/એપ દ્વારા કેવી રીતે અરજી કરી શકાય?
સ્ટેપ-1 NSP મોબાઇલ એપ અથવા UMANG એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ-2 રજિસ્ટર કરો અને સ્કોલરશિપ સર્ચ કરો.
સ્ટેપ-3 એક સ્કોલરશિપ પસંદ કરો અને નિર્દેશોનું પાલન કરો.
સ્ટેપ-4ડિટેલ્સ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને સબમિટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here