
લ્યો બોલો… USA વિદેશ વિભાગે હાલમાં જ જાહેર કરાયેલ એક નોટિસમાં જણાવ્યું હતું કે, જે Student Visa એપ્લીકન્ટ પોતાના Social Media એકાઉન્ટને જાહેર કરવાનો ઇનકાર કરે છે તેમને રિજેક્શનનો સામનો કરવો પડી શકે છે. સાથે વિભાગે એ પણ જાહેરાત કરી છે કે, મે મહિનામાં સ્ટુડન્ટ વિઝા પર લગાવવામાં આવેલી રોક હવે હટાવી લેવામાં આવી છે.
અમદાવાદ કેરિયર
USA વિદેશ વિભાગ હાલમાં જ Student Visaને લગતું એક મોટું અપડેટ આવ્યું હતું. જેમાં વિદેશ વિભાગે જણાવ્યું હતુ કે, તેઓ વિદેશી વિદ્યાર્થીઓ માટે USA Student Visa પર લગાવવામાં આવેલી રોક હટાવી રહ્યાં છે. પરંતુ સામે એક શરત રાખવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થી USAના Student Visa લેવા માંગતો હોય તેણે પોતાના Social Media એકાઉન્ટને સાર્વજનિક કરવા પડશે.

વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, વાણિજ્ય દૂતાવાસ એવી પોસ્ટ અને મેસેજ પર ચાંપતી નજર રાખશે, જે સંયુક્ત રાજ્ય અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ તથા અથવા સંસ્થાપક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય. આ સાથે વિદેશ વિભાગ દ્વારા નોટિસમાં જણાવ્યું હતું કે, તેઓ વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકન વિઝા પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી રહ્યાં છે.
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, એવા એપ્લીકન્ટ જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સાર્વજનિક કરવાનો ઇનકાર કરે છે. અથવા તેને સમીક્ષા માટે મોકલતા નથી તેમની એપ્લીકેશનને રિજેક્ટ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરવાનો ઇનકાર એવી વાતનો સંકેત પણ હોઈ શકે છે કે તે વિદ્યાર્થી પોતાની ઓનલાઇન ગતિવિધિઓને છુપાવવાની કોશિશ કરી રહ્યો છે.
વિભાગે એવી પણ જાહેરાત કરી હતી કે, તેમના દ્વારા મે મહિનામાં લગાવવામાં આવેલ સ્ટુડન્ટ વિઝા પરની રોકને હવે હટાવી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગત મહિને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નવી વિઝા અરજીઓ પર થોડા સમય માટે રોક લગાવવામાં આવી હતી. કેમકે તેઓ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને કડક કરવાની તૈયારી કરી રહ્યા હતા. શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવાસ અને આવાસની વ્યવસ્થા કરવા માટે લિમિટેડ સમય સાથે, દુનિયાભરના વિદ્યાર્થીઓ અમેરિકન એમ્બેસી દ્વારા શેડ્યુલિંગ ફરીથી શરૂ કરવાની ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

