Indian Airforceમાં Agniveer વાયુ ભરતીનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 11 જુલાઈથી શરૂ થશે, જે 31 જુલાઈ સુધી ચાલશે.
અમદાવાદ કેરિયર
Indian Airforceમાં Agniveer વાયુ ભરતી માટેનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના માટે અરજી પ્રક્રિયા 11 જુલાઈથી શરૂ થશે અને ઉમેદવારો 31 જુલાઈ, 2025 સુધી અરજી કરી શકશે. 2 જુલાઈ, 2005થી 2 જુલાઈ, 2009 સુધીમાં જન્મેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં એકવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું.
મહત્વની તારીખોઃ
અરજી શરૂ થવાની તારીખઃ 11 જુલાઈ, 2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ 31 જુલાઈ, 2025
પરીક્ષા ફી ચૂકવણીની અંતિમ તારીખઃ 31 જુલાઈ, 2025
પરીક્ષાની તારીખઃ 25 સપ્ટેમ્બર, 2025
અરજી ફી કેટલી લાગશે?
સામાન્ય, ઓબીસી, ઇડબલ્યુએસઃ રૂ. 550/-
એસસી, એસટીઃ રૂ. 550/-
ચૂકવણીની રીત (ઓનલાઇન): આપ નીચે આપેલ પદ્ધતિઓથી ચૂકવણી કરી શકો છો.
ડેબિટ કાર્ડ
ક્રેડિટ કાર્ડ
કેશ કાર્ડ/મોબાઇલ વોલેટ
ઉંમર મર્યાદા
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર માટે નીચેની ઉંમર મર્યાદા રાખેલ છે.
લઘુત્તમ ઉંમરઃ 17.5 વર્ષ
મહત્તમ ઉંમરઃ 21 વર્ષ
કોણ કરી શકે છે અરજી?
• ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુસેવા માટે વિજ્ઞાન વિષયની સાથે 10+2 (ઇન્ટરમીડિયેટ)ના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
• ગણિત, ભૌતિક વિજ્ઞાન અને અંગ્રેજીમાં પાસ થવું જરૂરી છે.
• ઓછામાં ઓછા 50% કુલ અને 50% અંગ્રેજીમાં હોવા જોઈએ.
• અથવા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનોલોજી અથવા આઈટીમાં 3 વર્ષ ડિપ્લોમા.
• ડિપ્લોમા અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 50% કુલ અને 50% અંગ્રેજીમાં હોવા જોઈએ.
• વ્યાવસાયિક અભ્યાસક્રમઃ ભૌતિકશાસ્ત્ર અને ગણિતને ગૈર-વ્યાવસાયિક વિષયોના રૂપમાં સામેલ કરીને બે વર્ષના વ્યાવસાયિક અભ્યાસક્રમ, તેની સાથે ઓછામાં ઓછા 50% કુલ અને 50% અંગ્રેજીમાં હોવા જોઈએ.
કેવી રીતે થશે સિલેક્શન?
• લેખિત પરીક્ષા
• શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ
• અનુકૂલનશીલતા કસોટી 1
• અનુકૂલનશીલતા કસોટી 2
• તબીબી પરીક્ષણ
• અંતિમ મેરિટ લિસ્ટ