ICAI દ્વારા મે મહિનામાં લેવાયેલી CA Final પરીક્ષાનું પરિણામ જુલાઈના પહેલાં સપ્તાહમાં એટલે કે 3-4 જુલાઈએ આવવાની શક્યતા છે. આ પરીક્ષા પાસ કરવા માટે દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 અને દરેક સમૂહમાં ઓછામાં ઓછા 50 માર્ક્સ લાવવાના રહેશે.
અમદાવાદ કેરિયર
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જુલાઈના પહેલાં સપ્તાહમાં CAનાં ફાઈનલ પરિણામ જાહેર કરી શકે છે. દરેક વિદ્યાર્થીઓ રિઝલ્ટની ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરિણામ લગભગ 3-4 જુલાઈની આસપાસ આવવાની શક્યતા છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ icai.nic.in અને icaiexam.icai.org વેબસાઇટ પર પોતાની માર્કશીટ જોઈ શકે છે.
હાલમાં જ એક Social Media સાઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, CAની મે મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જુલાઈના પહેલાં સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. પાછલા અનુભવોના આધાર પર વાત કરીએ તો આ પરિણામ જુલાઈના પહેલાં સપ્તાહમાં એટલે કે લગભગ 3 કે 4 તારીખે જાહેર થવાની શક્યતા છે.
પાસ થવા માટે કેટલાં માર્ક્સ જોઈએ?
CA ફાઈનલ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 માર્ક્સ તથા દરેક સમૂહમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવવા પડશે. ગત વર્ષે CA ફાઇનલની મે-2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 11 જુલાઈનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ 20,446 ઉમેદવારોએ CAની ડિગ્રી મેળવી હતી.