Railway Recruitment Cellના ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું પડશે કે પસંદગી કોઈ લેખિત પરીક્ષાને આધાર નહીં થાય પરંતુ ધોરણ-10 અને આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલા માર્ક્સ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ કેરિયર
Railway Recruitment Cell દ્વારા ભારતીય રેલવેનાં વર્કશોપ તથા અલગ અલગ વિભાગો માટે 3000થી વધુ એપ્રેન્ટિસના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવા માંગતા ઉમેદવારો રેલવેની સત્તાવાર વેબસાઇટ rrcer.orgના માધ્યમથી આ પદ માટે અરજી કરી શકે છે. ઇચ્છુક ઉમેદવારોએ 13 સપ્ટેમ્બર, 2025 પહેલાં આ પદ માટે અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક યોગ્યતા
ઓનલાઇન અરજી 14 ઓગસ્ટ, 2025થી શરૂ થશે અને ઉમેદવારોએ તેના માટે એક અરજીપત્રક ભરવાનુ રહેશે. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ તથા વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ. સંબંધિત વિભાગ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગ જેવી શ્રેણીઓ માટે ઉમેદવારોની ઉંમરમાં વધુ છૂટછાટ આપી શકે છે.
ભરતી માટે ધોરણ-10 પાસ હોવું જરૂરી
ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ-10 પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારને શારીરિક તપાસમાંથી પસાર થવું પડી શકે છે. જેના આધાર પર પદ માટે તેમની યોગ્યતા પર વિચાર કરવામાં આવશે. ઉમેદવારોએ એ ધ્યાન રાખવું જોઈએ કે તેમની પસંદગી કોઈ લેખિત પરીક્ષાના આધારે નહીં, પરંતુ ધોરણ-10 તથા આઈટીઆઈ પરીક્ષામાં મેળવેલા માર્ક્સને આધારે થશે.