સંસદમાં રજૂ કરવામાં આવેલાં નેશનલ મેડિકલ કમિશનના આંકડા અનુસાર, ભારતમાં 2020 બાદથી MBBSની સીટોમાં 39%નો વધારો જોવા મળ્યો છે. છતાં પણ 2024માં MBBSની 2849 સીટો ખાલી રહી હતી.
અમદાવાદ કેરિયર
છેલ્લાં ચાર વર્ષોમાં ભારતમાં MBBSની સીટોમાં 39%નો વધારો થયો છે. 2020-21માં 83,275થી વધીને 2024-25માં 1,15,900 થઈ ગઈ છે, પરંતુ ચિંતાની વાત તો એ છે કે દર વર્ષે હજારો સીટો હજી પણ ખાલી રહે છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, માત્ર 2024-25માં 2849 એમબીબીએસની સીટો ખાલી રહી હતી. ખાલી રહેલી સીટોમાં સૌથી મોટો વધારો 2022-23માં જોવા મળ્યો, જ્યારે 4146 સીટો (એમ્સ અને જીપમર સિવાય) ખાલી રહી ગઈ. ત્યારબાદ આ સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ હજી ગાયબ નથી થઈ.

MBBSની સીટોમાં કયા રાજ્ય સૌથી આગળ?
ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સૌથી વદુ એમબીબીએસ સીટો આપનારા રાજ્યોમાં ટોચના રાજ્યોમાં સામેલ છે. આ રાજ્યો 2020-21 અને 2024-25માં આગળ રહ્યા છે. દા.ત. ઉત્તર પ્રદેશની સીટોની સંખ્યા 7428થી વધીને 12325 થઈ ગઈ અને તામિલનાડુની 8000થી વધીને 12000 થઈ ગઈ.
આ વધારાનું કારણ શું?
સરકાર સમગ્ર ભારતમાં તબીબી શિક્ષણના સુધાર માટે સતત કાર્ય કરી રહી છે. વંચિત વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે, જેમાંથી કેટલીય કોલેજો કેન્દ્ર સરકારના સહયોગથી ખોલવામાં આવી છે. માન્ય 157 નવી કોલેજોમાંથી 131 પહેલાંથી જ કાર્યરત છે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા 2023માં લઘુત્તમ પ્રમાણભૂત જરૂરિયાત નિયમ રજૂ કરવામાં આવ્યા હતા. આ નિયમો એ ખાતરી કરે છે કે કોલેજોને લીલી ઝંડી મળ્યા પહેલાં લઘુત્તમ માળખાગત સુવિધાઓ, ફેકલ્ટી અને ક્લિનિકલ માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. નવી સંસ્થાઓ ઉપરાંત એમબીબીએસ અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ વધારવા માટે જૂની રાજ્ય અને કેન્દ્રીય મેડિકલ કોલેજોને પણ અદ્યતન બનાવવામાં આવી રહી છે. જેનો હેતુ ભારતમાં યોગ્ય ડોક્ટરોની વધતી જરૂરિયાતને પૂર્ણ કરવાનો તથા એ ચોકસાઈ કરવાનો કે કોઈપણ સીટ ખાલી ન રહે તે પણ છે.