GSSSB, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય સ્થપતિ અને નગર નિયોજકની કચેરી, ગાંધીનગર હસ્તકના સ્થાપત્ય મદદનીશ, વર્ગ-3 સંવર્ગની કુલ 21 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી
અમદાવાદ કેરિયર
GSSSB, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના મુખ્ય સ્થપતિ અને નગર નિયોજકની કચેરી, ગાંધીનગર હસ્તકના સ્થાપત્ય મદદનીશ, વર્ગ-3 સંવર્ગની કુલ 21 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ૫ર તા.૦૪/૦૮/૨૦૨૫ (૧૩-૦૦ કલાક) થી તા.૧૮/૦૮/૨૦૨૫ (સમય રાવત્રના ૧૧.૫૯ કલાક સુધી) દરમમયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.
ઓન-લાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષમણક લાયકાત, વય, જામત તેમજ અન્ ય લાયકાતના બધાં જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાનાં રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દશાાવ્ યા મુજબની જરૂરી મવગતો ભરવાની રહેશે. આમ, પોતાનાં બધાં જ પ્રમાણપત્રો જેવાં કે, શૈક્ષમણક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કૅટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈમનક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતનાં અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં પોતાનાં પ્રમાણપત્રોને આધારે સાચી મવગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી મવગતોને કારણે અરજી ‘રદ’ થવાપાત્ર બને છે. આથી, ઓનલાઇન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂવાક ભરવાનું રહે છે.
અરજી કરવા માટે ધ્યાનમાં રાખવાની વિગતો
સંવર્ગનું નામઃ સ્થાપત્ય મદદનીશ, વર્ગ-3
વિભાગ/ખાતાની વડાની કચેરીનું નામઃ મુખ્ય સ્થપતિ અને નગર નિયોજકની કચેરી
કુલ જગ્યાઓઃ 21
નાગરિકત્વઃ ભારતીય
વયમર્યાદાઃ તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વષમથી ઓછી નહહ અને ૩૫ વષાથી વધુ ન હોવી જોઈએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.)
પગારધોરણઃ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. 49,600/- (અંકે રૂપિયા ઓગણ પચાસ હજાર છસો)ના ફિક્સ પગારથી નિમણૂંક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.) ઠરાવમાં દર્શાવેલી શરતોને આધીન, નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગારપંચ ના રૂ. 44,900/-થી રૂ. 1,42,400/- (લેવલ-8)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
શૈક્ષણિક લાયકાતઃ
(a) Posses a Bachelor’s degree in Architecture obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India; or any other educational institutions recognised as such or declared to be deemed as a University under Section-3 of the University Grants Commission Act, 1956;
(b) Posses the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; and
(c) Posses adequate knowledge of Gujarati or Hindi or both.
ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે.
મૂળ ગુજરાતના અનુસૂમચત જામત, અનુસૂમચત જનજામત, સામામજક અને શૈક્ષમણક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારને જ ઉપલી વય મયાાદામાં છૂટછાટ અને અનામત વર્ગ તરીકેના લાભો મળવાપાત્ર થશે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ અને તા.૧૩/૦૯/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક: ઈ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/ ૪૫૯૦૩ /અ ની જોગવાઈ થી નિયત થયેલ નમુના Annexure-KH (અંગ્રેજી) અથવા પરિશિષ્ટ-ગ (ગુજરાતી)ના નમૂનામાં તા.૧૯/૦૮/૨૦૨૨ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. માજી સૈનિક માટે નિયમાનુસાર 10% જગ્યા અનામત છે.
ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. 13/08/2008 તેમજ તા. 18/03/2016ના ઠરાવ નંબર સીઆરઆર/10/2017/120320/ગ.5થી નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું, કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા / ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવાં પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવાં પ્રમાણપત્રો અથા ધોરણ-10 અથવા ધોરણ-12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ.
સામાન્ય વહીવટ વિભાગના તા. 31/01/2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામા આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓની પરીક્ષા માટેની ફી બિનઅનામત વર્ગ માટે રૂ. 500/- અને અનામત વર્ગ માટે રૂ. 400/- રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 21/05/2025 (23.59 કલાક) છે.