Indian Coast Guard એક ખૂબજ સારો ઓપ્શન છે. જેમાં આપ દરિયાઈ સીમાની સુરક્ષા, નૌકાદળની સહાયતા, ઇમર્જન્સી રિસ્પોન્સ, દરિયાઈ સીમાની સુરક્ષા અને જીવન બચાવવામાં યોગદાન કરી શકો છો. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સિક્યોરિટી ફોર્સ છે, જેની સ્થાપના ડિસેમ્બર 1977માં થઈ હતી.
અમદાવાદ કેરિયર
Indian Coast Guardમાં કારકિર્દી બનાવવી એ એક ખૂબજ સારો ઓપ્શન છે. તેમાં જઈને આપ દરિયાઈ સીમાની સુરક્ષા, નૌકાદળની સહાયતા તથા ઇમર્જન્સી રિસ્પોન્સમાં યોગદાન આપી શકો છો. Indian Coast Guard એક ભારતીય સિક્યોરિટી ફોર્સ છે. જે ભારતીય દરિયાઈ સીમા અને દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા અને નૌકાદળની સહકાયતા માટે જવાબદાર છે. તેની સ્થાપના ડિસેમ્બર 1977માં થઈ હતી અને તે ભારતીય સેના અને નૌકાદળની સાથે મળીને દરિયાઈ સુરક્ષામાં યોગદાન આપે છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દર વર્ષે અલગ અલગ હોદ્દાઓ ઉપર ભરતી કરે છે.
કોસ્ટ ગાર્ડમાં સેલરના પદ પર એન્ટ્રી થાય છે. તેના માટે વયમર્યાદા 18થી 22 વર્ષની છે. Indian Coast Guard માં સૌથી મોટી પોસ્ટ ડાયરેક્ટર જનરલની હોય છે. કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલનું પદ 3 સ્ટાર રેન્કના ઓફિસરનું હોય છે. જેમાં કમાન્ડન્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અ એન્જીનિયર જેવા હોદ્દાઓ પણ સામેલ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, સેલર પદના ઉમેદવારો માટે અરજીઓ મંગાવે છે. યોગ્ય ઉમેદવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઇટ join indiancoastguard.cdac.in ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
કોસ્ટ ગાર્ડમાં કારકિર્દી બનાવવા માટે નીચેનાં પગલાં ભરી શકાય છેઃ
યોગ્યતાઃ કોસ્ટ ગાર્ડમાં ભરતી માટે જરૂરી યોગ્યતા માપદંડને પૂરા કરવાના હોય છે. જેમાં શારીરિક અને માનસિક યોગ્યતા, વયમર્યાદા, શિક્ષણનું સ્તર અને અન્ય ક્રાઇટેરિયા સામેલ હોય છે.
અરજીઃ કોસ્ટ ગાર્ડની પોસ્ટ માટે અરજી કરવાની હોય છે. જે ક્યારેક ઓનલાઇન તો ક્યારેક ઓફલાઇન મોડમાં હોઈ શકે છે. આપ જરૂરી માહિતી તેમજ દસ્તાવેજો સાથે અરજી કરો.
કોઇપણ પોસ્ટ માટે અરજી કરતા પહેલાં તેના નોટિફિકેશનને જરૂરથી વાંચી લો. તેમાં આપવામાં આવેલી પ્રક્રિયા મુજબ લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષણ, ઇન્ટરવ્યુ અથવા તબીબી પરીક્ષણ માટે તૈયાર રહો. કોસ્ટ ગાર્ડની નોકરીઓમાં સાહસ અને જવાબદારી સાથે કામ કરવાનું હોય છે. તથા તેમાં દરિયાઈ સુરક્ષા, જીવન બચાવ તથા દરિયાઈ કાંઠાની સુરક્ષામાં યોગદાન આપવાની તક મળે છે.