Medical Store ભારત તેમજ સમગ્ર વિશ્વમાં લોકોની રોજબરોજની જિંદગીનો હિસ્સો બની ગયો છે. એવામાં મેડિકલ સ્ટોર અથવા ફાર્મસીને લોકો એક સારા રોજગાર તરીકે પણ જોઈ રહ્યા છે. શું આપ જાણો છો કે, દવાની દુકાન ખોલવા માટે કઈ ડિગ્રી હોવી જોઈએ? તે માટેના નિયમો શું છે?
અમદાવાદ કેરિયર
Medical Store અથવા ફાર્મસી એ આપણા રોજબરોજના જીવનનો હિસ્સો બની ગયો છે. જ્યાંથી લોકો અવારનવાર કોઈને કોઈ દવા ખરીદતા રહે છે. ભલે પછી તે ગામડાની ગલીઓમાં ખુલેલી નાની એવી દવાની દુકાન હોય અથવા મોટા એપાર્ટમેન્ટ અથવા બિલ્ડીંગમાં રહેલી ફાર્મસી, દરેક જગ્યાએ Medical પ્રોડક્ટ અને દવાઓની માંગ વધી રહી છે. આની પાછળ વધતી વસ્તી તથા લોકોમાં સ્વાસ્થ્યને લઈને વધી રહેલી જાગૃતિ મુખ્ય કારણ કહી શકાય. જેના કારણે મેડિકલ સ્ટોર ખોલવો એ ખૂબજ નફાકારક વ્યાપાર થઈ ગયો છે. પરંતુ આ શરૂ કરવા માટેનાં પણ કેટલાંક નિયમ છે.
કોઈ સાધારણ દુકાન નથી Medical Store
મેડિકલ સ્ટોર અથવા દવાઓનો વેપાર શરૂ કરવો એ કોઈ કરિયાણાની દુકાન ખોલવા જેવું કામ નથી, કેમકે આ કામ સીધેસીધે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આ માટે સરકારે તેને લગતા કેટલાંક કડક નિયમો તથા કાયદાઓ બનાવ્યા છે. માત્ર પૈસા જ નહીં, પરંતુ આના માટે યોગ્ય ડિગ્રી, લાઇસન્સ અને કાયદાકીય જામકારી પણ ખૂબજ જરૂરી બને છે.
ફાર્મસી ખોલવા માટે યોગ્યતા અને ડિગ્રી
કોઈપણ મેડિકલ સ્ટોર ખોલવા માટે આપની પાસે ફાર્મસીની ડિગ્રી હોવી જરૂરી છે. જેના માટે ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm) અથવા બેચલર ઓફ ફાર્મસી (B.Pharm) હોવું જરૂરી છે. આ ઉપરાંત આ ડિગ્રી Pharmacy Council of India (PCI) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ. આ ડિગ્રી વગર દવા વેચવા માટેનું લાઇસન્સ મળી શકતું નથી.
જો ડિગ્રી ન હોય તો?
જો આપની પોતાની પાસે ફાર્મસીની ડિગ્રી ન હોય તો પણ આપમ ડિકલ સ્ટોર ખોલી શકો છો. પરંતુ તે માટે એક લાયસન્સ ધારક ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર પર નોકરી રાખવા માટેનો નિયમ છે. એ વાતનું ધ્યાન રાખો કે તે ફાર્માસિસ્ટ દુકાનના કામકાજના સમય દરમ્યાન હાજર રહેવો જોઈએ અને તેનું નામ State Pharmacy Council માં રજીસ્ટર હોવું જોઈએ.
Medical Store ખોલવા માટે લાયસન્સ અને કાનૂની નિયમ
દવાનું લાયસન્સ માત્ર એક દુવાન માટે માન્ય હોય છે. બીજી દુકાન ખોલવા માટે અલગ લાયસન્સ લેવું જરૂરી હોય છે. દરેક દુકાનમાં એક લાયસન્સધારી ફાર્માસિસ્ટનું હોવું જરૂરી છે. આ ઉપરાંત એકજ લાયસન્સ પર એક કરતાં વધારે દુકાનો ચલાવવી ગેરકાયદેસર છે. આવું કરવાથી ભારેખમ દંડ ભરવો પડી શકે છે તથા લાયસન્સ પણ રદ્દ થઈ શકે છે.