કેનેડા દુનિયાના એવા દેશોમાં સામેલ છે, જ્યાં વિદ્યાર્થીઓને પણ પરમેનન્ટ રેસિડેન્સી (PR) મળી શકે છે. જેના માટે આપે કેટલીક શરતો પૂરી કરવાની રહે છે.
અમદાવાદ કેરિયર
કેનેડામાં ચાર લાખ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. દર વર્ષે અહીં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવું ઘણું સરળ છે. PR મળ્યા બાદ વિદ્યાર્થીઓ કેનેડામાં સરળતાથી રહી શકે છે. તેઓ જ્યાં ઇચ્છે ત્યાં નોકરી કરી શકે છે. કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી મેળવવામાં ભારતીયો સૌથી વધુ આગળ રહે છે.
હવે અહીં એ સવાલ ઉભો થાય છે કે, શું આપ પણ કેનેડા જઈને અભ્યાસ કરવા માંગો છો? શું આપ કેનેડામાં ડિગ્રી લઈને ત્યાં વસવા માંગો છો?શું આપ કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી (PR) મેળવવા માટેનું સ્વપ્ન સેવી રહ્યાં છો? જો આપ આ ત્રણેય કેટેગરીમાં ફીટ બેસો છો, તો આપના માટે ગુડ ન્યૂઝ છે. આજે અમે આપને જણાવીશું કે કેનેડામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કેવી રીતે PR મેળવી શકો છો? કેનેડામાં PR માટેના નિયમો શું છે અને આપ પણ કેવી રીતે કેનેડામાં સ્થાયી નિવાસ કરી શકો છો?
PGWP મેળવવું
કેનેડામાં PR મેળવવા માટેનું પહેલું સ્ટેપ ‘પોસ્ટ ગ્રેજ્યુએશન વર્લ્ડ પરમિટ (PGWP) મેળવવાનું છે. આ માટે આપે સૌથી પહેલાં કેનેડાની યુનિવર્સિટી અથવા કોલેજમાં અભ્યાસ કરવો પડશે. અહીંથી ડિગ્રી મળ્યા બાદ PWGP માટે લાયક બની જશો. PGWP વર્ક પરમિટ હોય છે, જે આપને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપે છે. તેના દ્વારા આપ કેનેડામાં વર્ક એક્સપીરિયન્સ મેળવવામાં મદદ કરે છે. PGWP વધુમાં વધુ ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે.
PGWP દ્વારા જ્યારે આપ કેનેડામાં વર્ક એક્સપીરિયન્સ મેળવી લે છે, તો આપના માટે PR મેળવવાના ઘણાં રસ્તા ખુલી જાય છે. જેમાં સૌથી મુખ્ય એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ તથા પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ (PNP) હેઠળ આવે છે. તો આવો તે બંનેને સમજીએ.
એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ
એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ વિદ્યાર્થીઓને PR અપાવનાર સૌથી સફળ અને ઝડપી રૂટ છે. એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં ત્રણ પ્રકારનાં પ્રોગ્રામ છે, જેના દ્વારા PR મેળવી શકાય છે. તેમાં કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ (CEC), ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ (FSWP) તથા ફેડરલ સ્કિલ ટ્રેડ્સ પ્રોગ્રામ (FSTP) સામેલ છે. દરેક કેટેગરીની અલગ-અલગ શરતો હોય છે અને વિદ્યાર્થીઓ સરળતાથી આ ત્રણેય કેટેગરીમાં આવી જાય છે. આ ત્રણેય કેટેગરીમાં માન્ય થવા માટે વર્ક એક્સપીરિયન્સ હોવો જરૂરી છે. એક્સપ્રેસ એન્ટ્રી ‘કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ’ (CRS) પર કામ કરે છે.
જેમાં દરેક અરજકર્તાને તેના પ્રોફાઇલ પરથી CRS પોઇન્ટ્સ મળે છે. આ પોઇન્ટ્સ અરજદારની ઉંમર, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાની માહિતી, કેનેડામાં કામ કરવાનો અનુભવ, જોબ ઓફર વગેરેના આધાર પર નક્કી થાય છે. સૌથી પહેલાં અરજદારને એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવે છે, જ્યાં તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીના આધાર પર તેને CRS પોઇન્ટ્સ મળે છે. જો આપને CRS કટઓફથી વધુ પોઇન્ટ્સ મળ્યાં છે, તો આપ PR માટે અરજી કરી શકો છો.
પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP)
PNP એ વિદ્યાર્થીઓ માટે પરફેક્ટ છે, જેમણે કેનેડાના કોઈ ખાસ પ્રાંતમાંથી અભ્યાસ કર્યો છે અથવા તો ત્યાં કામ કર્યું છે. દરેક પ્રાંતનાં પોતાના PR પ્રોગ્રામ હોય છે, જે આ વાત પર આધાર રાખે છે કે તેને કયા વર્કરની જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે જો બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતને એન્જીનિયર્સની જરૂર છે, તો તે એ વિદ્યાર્થીઓને PR માટે સ્પોન્સર કરશે, જેમણે ત્યાંની કોઈ કોલેજમાંથી એન્જીનિયરિંગ કર્યું હોય અથવા ત્યાં એન્જીનિયરિંગ સાથે જોડાયેલી નોકરીમાં અનુભવ મેળવ્યો હોય. દરેક પ્રાંત ટોપ ટેલેન્ટને પોતાને ત્યાં વસાવવા માંગે છે, જે પ્રકારે તે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ ચલાવે છે.
પ્રોવિન્શિયલ નોમિનેશન વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે, તેનાથી અરજદારને 600 CRS પોઇન્ટ્સ તરત મળી જાય છે. આ કારણથી PR મળવાની શક્યતા પણ વધી જાય છે. PNP દ્વારા PR મેળવવાની શરતો ઘણી જ સરળ છે. વિદ્યાર્થીએ તે પ્રાંતમાં અભ્યાસ કર્યો હોય. વિદ્યાર્થીને તે પ્રાંતની કોઈ કંપની દ્વારા જોબ ઓફર થઈ હોય, સ્ટુડન્ટને તે પ્રાંતની ભાષા આવડતી હોય, જે ખાસ કરીને અંગ્રેજી હોય છે. સ્ટુડન્ટ પ્રાંતમાં રહેવા માટે ઇચ્છુક હોવો જોઈએ. મૈનિટોબા પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (MPNP), સસ્કેચેવાન પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (SINP) તથા ઓન્ટારિયો પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (OINP) વગેરે કેટલીક પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામનાં ઉદાહરણ છે.
PR મેળવવા માટેની મુખ્ય શરતો શું છે?
- આમ તો દરેક PR પ્રોગ્રામ માટે અલગ અલગ શતો હોય છે, પરંતુ કેટલીક એવી પણ ચીજો જેનું દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનુ હોય છે, તેના દ્વારા પણ PR મળવાની શક્યતા બને છે.
- કેનેડામાં ડિગ્રી મેળવવીઃ વિદ્યાર્ધથીએ માત્ર એ જ સંસ્થામાં ડિગ્રી મેળવવી જોઈએ. હંમેશા એવા કોર્સનો અભ્યાસ કરવો જોઈએ, જેની સૌથી વધુ માંગ હોય. જેમ કે એન્જીનિયરિંગ, મેડિસીન વગેરે સંબંધિત કોર્સ.
- ભાષાની જાણકારીઃ કેનેડાની બે સત્તાવાર ભાષા છે, અંગ્રેજી અને ફ્રેન્ચ. જો આપ કેનેડામાં PR મેળવવા માટેનું સ્વપ્ન સેવી રહ્યાં છો, તો કમ સે કમ આપને અંગ્રેજી ભાષા તો આવડવી જ જોઈએ. તેના માટે આપે IELTS, CELPIP જેવાં ટેસ્ટ સ્કોર બતાવવાના રહેશે.
- ફંડ હોવાની સાબિતીઃ કેનેડામાં PR મેળવવાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓને પોતાની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હોવાની પણ સાબિતીઓ દેખાડવી પડે છે. આ નિયમ CEC હેઠળ એપ્લાય કરનાર લોકો પર લાગૂ નથી થતો.
- મેડિકલ એક્ઝામઃ કેનેડામાં PR મેળવવા માટે આપે મેડિકલ ટેસ્ટ પણ કરાવવો પડશે. જેમાં એ જોવામાં આવશે કે, આપને કોઈપણ પ્રકારની બિમારી તો નથી ને. સરકાર એવું નથી ઇચ્છતી કે આપ કોઈ ખતરનાક બિમારીને દેશમાં ફેલાવી દો.
કઈ વાતોનું ખાસ ધ્યાન રાખશો?
જો આપ કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી પામવા માંગો છો, તો આપને ભારતમાંથી અભ્યાસ કરવા જતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે આપને અભ્યાસ શરૂ કર્યા પહેલાં PRનાં દરેક પ્રકારનાં રસ્તાઓ અંગેની માહિતી હોવી જોઈએ. દરેક રસ્તાઓની શરતોને સમજવી જોઈએ. અને તે જ પ્રકારનો કોર્સ પણ પસંદ કરવો જોઈએ જેની માંગ સૌથી વધુ હોય. CRS પોઇન્ટ્સ મેળવવા માટે આપ હાયર એજ્યુકેશન પણ મેળવી શકો છો.