દુનિયામાં કેટલાંય દેશોમાં ડિગ્રી કર્યા બાદ વિદ્યાર્થીઓને Work Visa આપવામાં આવે છે. જેથી તે પોતાના કોર્સ સાથે જોડાયેલા ફિલ્ડમાં નોકરી કરી શકે.
અમદાવાદ કેરિયર
ભારતીયોમાં Work Visa માટે કેટલાંક દેશ ખૂબજ પ્રખ્યાત છે. જેમાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે. આ દેશોને એ માટે પસંદ કરવામાં આવે છે, કેમ કે ત્યાં વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં ભણવાનો મોકો મળે છે તથા જોબ મળવા પર સારી સેલેરી પણ મળે છે. આ દરેક દેશોમાં વિદ્યાર્થીઓને સારા Post-Study Work Visa પણ આપવામાં આવે છે. જે તેમને ગ્રેજ્યુએશન બાદ તે દેશમાં રહીને કામ કરવાની મંજૂરી આપે છે.

દેશમાં રહીને જોબ કરવાને લીધે પરમેનન્ટ રેસિડેન્સી (PR) માટેનો રસ્તો પણ ખુલી જાય છે. એવામાં આવો આ ચાર દેશોમાં મળનાર Post-Study Work Visa બાબતે જાણીએ અને તે ચારમાંથી કયો દેશ સૌથી સારો રહેશે, તેનું પણ નામ જાણીએ.
બ્રિટન
બ્રિટનમાં માસ્ટર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને બે વર્ષ અને પીએચડી ગ્રેજ્યુએટ્સને ત્રણ વર્ષ માટે Post-Study Work Visa આપાવમાં આવે છે. આ વિઝા દ્વારા દેશની કોઈપણ કંપનીમાં કામ કરી શકે છે. જોકે, હજી તેમાં ફેરફારો થઈ રહ્યાં છે અને વર્ક વિઝાનો સમયગાળો ઘટાડી પણ શકાય છે. આ ઉપરાંત ડિપેન્ડેન્ટને લાવવાનો નિયમ પણ બદલાઈ રહ્યો છે. ભલે પછી સરળતાથી આપને બ્રિટનમાં નોકરી મળી જાય, પરંતુ પરમેનન્ટ રેસિડેન્સી માટે દેશમાં રહેવાની સમયમર્યાદા વધવાને લીધે PR મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
કેનેડા
કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને Post-Study Work Visa આપવામાં આવે છે. આ એક પ્રકારની ઓપન વર્ક પરમિટ છે, જે ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. જેના દ્વારા આપ કોઈપણ કંપની માટે કામ કરી શકો છો. Post-Study Work Visa દ્વારા એક્સપ્રેસ એન્ટ્રીનો રસ્તો પણ ખુલી જાય છે, જે પરમેનન્ટ રેસિડેન્સી અપાવનારો જ એક પ્રોગ્રામ છે. કેનેડામાં વર્ક એક્સપીરિયન્સ મેળવ્યા બાદ આપ એક્સપ્રેસ એન્ટ્રીની CEC કેટેગરી માટે યોગ્યતા મેળવી લેશો. આ કેટેગરીમાં આવ્યા બાદ PR મેળવવું ખૂબજ સરળ બની જશે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા મળે છે, જે તેમને 18 મહિનાથી ચાર વર્ષ સુધી જોબ કરવાની પરવાનગી આપે છે. પરંતુ સરકારે આની એલિજિબિલીટીમાં ફેરફાર કર્યો છે, જે બાદ વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવા મુશ્કેલ બની ગયા છે. તેનું મૂળ કારણ એ છે કે, સરકાર માઇગ્રેશનને કંટ્રોલ કરવા માંગે છે. માત્ર આટલું જ નહિ, પરંતુ જો આપને આ વિઝા મળી પણ જાય છે, તો પરમેનન્ટ રેસિડેન્સી આટલી આસાનીથી નળી મળતી.
ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડમાં Post-Study Work Visa ત્રણ વર્ષ માટે મળે છે, જે આપની યોગ્યતા પર આધાર રાખે છે. માસ્ટર્સ અને ડોક્ટોરલ ગ્રેજ્યુએટ્સ માટે આ લિમિટ વધુ હોzય છે. ન્યુઝીલેન્ડમાં ઇમિગ્રેશન ગ્રીન લિસ્ટના આધારે નક્કી થાય છે, જેમાં પ્રાથમિકતા વાળી નોકરીઓ હોય છે. જો આપ આ જોબને કરો છો, તો પછી આપના માટે સરળતાથી આ દેશમાં વસવાટ કરવાનો રસ્તો ખુલી જાય છે.
કયા દેશના વર્ક વિઝા બેસ્ટ?
હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, કયા દેશમાં સૌથી સારા Post-Study Work Visa મળી રહ્યાં છે. આમ તો દરેક દેશમાં વર્ક વિઝાનો સમયગાળો સારો છે, પરંતુ ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે, જ્યાં વર્ક વિઝા મેળવવા સરળ છે. અહીં આપને સીધેસીધું જ કહી દેવામાં આવે છે કે, કઈ નોકરી કરવાથી આપ વર્ક વિઝા મેળવી શકશો. જો ફ્લેક્સિબિલિટીની વાત આવે છે તો બ્રિટેન વધુ સારું છે, કેમકે અહીં આપ કોઈપણ કંપનીમાં કામ કરી શકો છો. જો વર્ક વિઝા બાદ આપ પરમેનન્ટ રેસિડેન્સી મેળવવા માંગો છો, તો પછી કેનેડાથી શ્રેષ્ઠ કોઈ દેશ નથી. કેનેડામાં વર્ક વિઝાનાં ઓપ્શન ઘણાં અન્ય દેશો કરતાં સારા છે.



