Online Course શા માટે? જો ઘરમાં આપના બાળકો કંટાળી રહ્યાં છે અને આપ તેમના માટે કોઈ સારી એક્ટીવિટી કે કોર્સ શોધી રહ્યાં છો, તો આ ન્યૂઝ તમારા માટે જ છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આ 5 Online Course કરીને તમારા બાળકો તેમના સમયનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે.
અમદાવાદ કેરિયર
જ્યારે બાળકોને રજાઓ પડે છે ત્યારે તેમના માતાપિતાની સામે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે, બાળકો તેમના ફ્રી સમયમાં શું કરી શકે? કારણ કે બાળકો ઘરે કંટાળી જતાં હોય છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં Online Course આપના બાળકોની પ્રોડક્ટીવિટી વધારી શકે છે અને તેમનો કંટાળો પણ દૂર કરી શકે છે. હવે જ્યારે બધું જ ડિજિટલ થઈ ગયું છે. તો આવો જાણીએ કે કેટલાંક Online Course વિશે, જે આપના બાળકો માટે ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બાળકો માટે પ્રોગ્રામિંગ
જો આપના બાળકની ઉંમર આઠ વર્ષથી વધુ હોય, તો તેમને બેસિક પ્રોગ્રામિંગ કોર્સમાં એડમિશન અપાવવા બાબતે વિચારો. આજકાલ આ સ્કિલ ખૂબજ જરૂરી છે. આપ આપના બાળકોને MIT દ્વારા બનાવવામાં આવેલા સ્ક્રૈચ (Scratch) પ્લેટફોર્મ પર એડમિશન અપાવી શકો છો. આ સ્ટોરીઝ, ગેમ અને એનિમેશન બનાવવા માટે કલર, ઉપયોગમાં સરળ ડ્રેગ એન્ડ ડ્રોપ બ્લોક્સનો ઉપયોગ કરે છે. જેમાં કંડીશન, લૂપ, વેરિએબલ્સ જેવા મુખ્ય કોડિંગ કોન્સેપ્ટ્સને કવર કરવામાં આવે છે. સાથેસાથે મોશન, સેન્સિંગ અને ક્લોન જેવી સ્ક્રૈચ સુવિધાઓ પણ શીખવવામાં આવે છે. બાળકો સ્ક્રેચની સાથે મજેદાર પ્રોજેક્ટ બનાવતા, પોતાના ઇન્ટરેસ્ટને વ્યક્ત કરવાની સાથે ક્રિએટીવિટી ડેવલપ કરીને બેસિક કોડિંગ શીખે છે.
ડ્રોઇંગ ક્લાસીસ
પાંચ વર્ષ અને તેથી વધુ વર્ષના બાળકો માટે કેટલાંય ઓનલાઇન ડ્રોઇંગ કોર્સ ઉપલબ્ધ છે. Udemyનો ‘ધ કમ્પલીટ ડ્રોઇંગ કોર્સ ફોર કિડ્સ’ નવું શીખતા લોકો માટે ડ્રોઇંગ, પેન્ટીંગ, વોટરકલર અને પેસ્ટલ સ્કિલ્સને કવર કરે છે. આ કોર્સનો હેતુ બાળકોને બેઝીકથી લઈને એડવાન્સ ટેકનિક સુધીની પેઇન્ટિંગ બનાવતા શીખવવાનું છે. જેમાં કલરિંગ અને લીનિયર સ્કેચિંગ પણ સામેલ છે.
વિદેશી ભાષાના ક્લાસીસ
નવી ભાષા શીખવાથી બાળકોમાં કોન્ડિડન્સ વધે છે. કારણ કે તેનાથી તેમની સંજ્ઞાનાત્મક, યાદશક્તિ અને સાંભળવાની ક્ષમતામાં વધારો થાય છે. જલ્દી શરૂ કરવાથી શ્રેષ્ઠ એજ્યુકેશન અને કારકિર્દીની તકો મળી શકે છે. ડુઓલિંગો એબીસી (Duolingo ABC) બાળકોને Online Course દ્ઘારા ઘણાં પ્રકારની વિદેશી ભાષા શીખવવાનું કામ કરે છે. જેમાં શીખવાની ક્ષમતાને ઇંટરેક્ટિવ એક્ટિવિટીઝ સામેલ છે. લેશન નાના હોય છે. પાંચ મિનિટ અથવા તેનાથી નાના હોય છે, જેનાથી બાળકો મોટિવેટ રહે છે. પસંદ કરવા માટે 9 લેવલની સાથે, બાળકો પોતાની સ્પીડથી આગળ વધી શકે છે. બાળકો વાઈફાઈ વગર પણ રમી શકે છે અને શીખી શકે છે.
બાળકો માટે યોગ ક્લાસીસ
યોગ ક્લાસીસ બાળકોને યોગ, હુલા હૂપિંગ અને શ્વાસ લેવાના અભ્યાસ જેવી એક્ટિવિટીઝના માધ્યમથી એક્ટિવ અને સ્વસ્થ રાખે છે. કેટલાય પ્રોગ્રામ યોગા અલાયન્સ સર્ટિફિકેશન (RCYT) આપે છે. અને બાળ વિકાસ, શરીર રચના વિજ્ઞાન, યોગ દર્શન, ક્લાસ ઇન્ડેક્સિંગ, વાર્તા કહેવી, માઇન્ડફુલને અને ધ્યાનને કવર કરે છે. ઓનલાઇન ટ્રેનિંગ લાઇવ સેશન, રેકોર્ડ કરવામાં આવેલા લેક્ચર અને સેલ્ફ સ્ટડી વિકલ્પોની સાથે સરળતા પ્રદાન કરે છે. જેમાં અનુભવી ટીચર્સ અને વિદ્યાર્થી વર્ગનું સમર્થન સામેલ છે.
બાળકો માટે ચેસ
ભલે આપનું બાળક ચેસ રમવામાં નવું હોય અથવા એકદમ સ્કિલ્ડ, તે આ પ્લેટફોર્મ પર વૈશ્વિક લેવલ પ્રતિસ્પર્ધક મેળવી શકે છે. Udemy નાં ફ્રી ચેસ ટ્યુટોરિયલ Online Course દ્વારા રજૂ કરવામાં આવેલ મનોરંજક, એનિમેટેડ વીડિયોના માધ્યમથી બાળકો ચેસની સ્ટ્રેટેજી શીખશે. જેમાં મહોરાઓની ચાલ, ચેકમેટ પેટર્ન અને વિશેષ ચાલ સામેલ છે. 5-13 વર્ષના બાળકો માટે આદર્શ આ કોર્સ તેમને અપ્રશિક્ષિત ખેલાડીઓની સામે રમવા માટે તૈયાર કરશે.


