વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ માટેની દરેક પ્રતિષ્ઠિત કૉલેજમાં ખાસ કરીને યૂકે, યૂએસએ અને ઓસ્ટ્રેલિયામાં દરેક વિદ્યાર્થી માટે તેમના ઓળખીતા વીમા એજન્ટની તરફથી સ્વાસ્થ્ય વીમા પોલિસી અનિવાર્ય હોય છે. તેનું કારણ એ છે કે, ઘરથી દૂર કોઈ અન્ય દેશમાં જો કોઈ વિદ્યાર્થીને બીમાર પડવા પર હોસ્પિટલમાં દાખલ કરવો પડે તો તેનો ખર્ચ વિદ્યાર્થીઓનાં સમગ્ર શિક્ષણનાં બજેટથી પણ વધુ થઈ શકે છે.
>ઓફલાઇન એજ્યુકેશનની સાથે હવે ઓનલાઇન એજ્યુકેશન આવવાથી દૂરનાં વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી ઓછા ખર્ચમાં ક્વોલિટી કન્ટેન્ટ પહોંચાડી શકાય છે. તેના માટે તેમણે કોઈ મોટા શહેરો અથવા કોચિંગ સેન્ટરોમાં જવાની જરૂર નથી પડતી. અને જ્યારે તે વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તેમને સંતોષ મળે છે.
પત્રકારત્વ ઉપરાંત માસ કોમ્યુનિકેશનમાં એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, એનિમેશન, રેડિયો જોકી, સ્ક્રિપ્ટ રાઇટર, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટરી મેકિંગ વગેર સામેલ છે. આ દરેકમાં વ્યક્તિને પોતાને અભિવ્યક્ત કરવાની સાથે શ્રેષ્ઠ રીતે સંવાદ કરવાનો હોય છે. આ ઉપરાંત કેટલીય શાખાઓ છે જેમાં તક મળી શકે છે.
ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા ઘણી વધુ થાય છે. લોકોનું કહેવું છે કે તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કેટલાંક લોકો તો સલાહ આપે છે કે, ભારતે અમેરિકા જેવી શિક્ષણ પ્રણાલી અપનાવવાની જરૂર છે, જેનો મોટો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. આવો જાણીએ અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે?